તમારું પૂજાનું સ્થાન રાખો આ પ્રમાણે……અમે તમને જણાવીશું કે વાસ્તુ અનુસાર પૂજાઘર કેવું હોવું જોઈએ.
પૂજાઘર અને પૂજા સ્થાન દરેક ઘરમાં ખુબ જ મહત્વનું હોય છે. પૂજાઘર માટે જ્યારે મકાન બનતું હોય ત્યારે ઘણી બાબતોનું ધ્યાન નથી રાખવામાં આવતું. જેના કારણે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ વધારે દિવસ સુધી નથી ટકી શકતી. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ઘરમાં પૂજાનું સ્થાન તો કોઈ પણ જગ્યા પર લગાવી શકીએ છીએ. પરંતુ એવું નથી હોતું. વસ્તુ શાસ્ત્રના હિસાબે આપણા ઘરમાં યોગ્ય જગ્યા પર મંદિર હોવું તે ખુબ જ આવશ્યક માનવામાં આવે છે જેનાથી આપણા પરિવારની સમૃદ્ધિ પર સીધી અસર પડે છે તો ચાલો જાણીએ કે પૂજા સ્થાન ઘરમાં કંઈ જગ્યા પર હોવું જોઈએ.
૧. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં ભગવાનનો વાસ હોય છે તે દિશામાં સંડાસ, બાથરૂમ, સ્ટોર વગેરે ક્યારેય ન હોવું જોઈએ. મંદિરની બાજુમાં ક્યારેય પણ સંડાસ બાથરૂમ ન હોવું જોઈએ.
૨. જ્યારે પણ ઘરમાં પૂજાઘર લાવો અથવા બનાવો તો એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી કે પૂજાઘરની બારી અથવા દરવાજો ક્યારેય પણ પશ્વિમ દિશામાં ન હોવા જોઈએ અને ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ હોવું જોઈએ. ભગવાનનું મુખ હંમેશા પૂર્વ દિશામાં હોવું જોઈએ.
૩. પૂજાઘરના દરવાજાની સામે દેવતાનું મુખ ન રાખવું જોઈએ અને પૂજાઘરની ઉપર કે નીચે ક્યારેય પણ શૌશાલય ન હોવું જોઈએ.
૪. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ક્યારેય પણ પૂજાઘર ન બનાવવું જોઈએ. પૂજાઘરમાં બનાવેલો દરવાજો લાકડાનો ન હોવો જોઈએ. પૂજા ઘરમાં જ્યારે પણ કલર કામ કરો ત્યારે હંમેશા આછો પીળો કલર કરવો જોઈએ. કેમ કે તે ખુબ જ શુભ માનવામાં આવે છે.
૫. પૂજાઘરમાં જ્યારે તમે મૂર્તિ રાખો ત્યારે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ દેવતાની દ્રષ્ટિ એક બીજા દેવતાઓ પણ ન પડતી હોવી જોઈએ.
૬. ઘરમાં બનાવવામાં આવતા પૂજાઘરમાં ક્યારેય પણ ઘુમ્મટ,કળશ વગેરે ન બનાવવું જોઈએ.
૭. માત્ર આટલા કારણોને ધ્યાનમાં રાખીને જો તમે ઘરમાં પૂજાનું સ્થાન નક્કી કરશો તો ક્યારેય પણ તમારા ઘરમાં કોઈ પણ તકલીફ નહિ ઉભી થાય. સમસ્યા આપણા જીવનનું એક અંગ છે જેનાથી આપણે ક્યારેય પણ ભાગી નથી શકતા. પરંતુ તેનું સમાધાન જરૂર કરી શકીએ છીએ.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Polka gharni same bathroom hoy to Kai nukshan that?
Pooja gharni same
ભગવાન નું મુખ પૂર્વ દિશા માં હોવું જોઈએ એ વાત ખોટી છે, ભગવાન ની પીઠ એટલે કે પાછળ નો ભાગ પર સૂર્ય ના કિરણો પડે એ રીતે ભગવાન નું મુખ પૂર્વ થઈ વિરુદ્ધ પશ્ચિમ દિશા તરફ જ હોય શકે,
હિન્દૂ ધર્મ માં સૂર્ય ને સવારે ઉઠી ને સૌ પ્રથમ કરદર્શન, ત્યારબાદ પૃથ્વી ની ક્ષમા યાચના અને પછી સૂર્ય દેવતા નો આભાર વ્યક્ત કરવા નો , એ નિત્ય કર્મ ની શરૂઆત ની ક્રિયા ઓ છે, માટે સવારે ઉઠી ને પહેલા જ પૂર્વ દિશા ના દર્શન , તો પછીની ક્રિયા માં હસ્ત પ્રક્ષાલન, દંત પ્રક્ષાલન અને સ્નાન પછી સૂર્ય નમસ્કાર અને દેવ દર્શન અને દેવ પૂજન —- ઉપરોક્ત બધી જ ક્રિયા ઓ માં પૂર્વ અને ઈશાન દિશા તરફ જ આપણું મુખ રાખવું પડે છે,