અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🍿 બજાર જેવી જ ટેસ્ટી ચણાની દાળ અને રોસ્ટેડ ચણા એટલે કે દાળિયા જેવા નમકીન બનાવો ઘરે જ… 🍿
🍿 મિત્રો નમકીનની વાત કરીએ તો ચાણા ની દાળ અને દાળિયા બંને વસ્તુ લગભગ બધાને ભાવાતી જ હશે.જે સામાન્ય રીતે આપને બજારમાંથી ખરીદવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ પરંતુ મિત્રો આપણે હવે મુઠ્ઠીભર ચણાની દાળ માટે કે દાળિયા માટે વારંવાર પાંચ કે દસ રૂપિયા ખર્ચવાની જરૂર નથી કારણ કે એકદમ સરળતાથી આપણે બજારથી પણ વધારે ટેસ્ટી ચણાની દાળ તેમજ દાળિયા ઘરેજ બનાવી શકીએ છીએ.એકવાર એક સાથે વધારે બનાવી લો અને ત્યાર બાદ તેને સ્ટોર કરીને રાખી દો અને પછી જ્યારે મન થાય ત્યારે તેને ખાઈ શકો છો.
🍿 મસાલા ચણાની દાળ બનાવવા માટે જોઈતી સામગ્રી:- 🍿
🍿 એક કપ ચણાની દાળ
🍿 અડધી ચમચી સંચળ
🍿 અડધી ચમચી હળદર
🍿 એક ચમચી લાલ મરચું પાવડર
🍿 બે ચમચી દૂધ
🍿 એક ચમચી હિંગ
🍿 સ્વાદ અનુસાર મીઠું
🍿 અને તેલ તળવા માટે
મસાલા ચણાની દાળ બનાવવાની રીત:-
🍿 સૌથી પહેલા ચણાની દાળને બેથી ત્રણ વાર પાણીની મદદથી ધોઈ લો.
🍿 હવે તેને ત્રણથી ચાર કલાક પાણીમાં પલાળીને રાખવાની છે.પલાળતી વખતે ચણાની દાળમાં પાણીની સાથે દૂધ અને અડધી ચમચી હિંગ નાખી દેવાની છે.તેનાથી ટેસ્ટ સારો આવશે તેમજ દાળ સોફ્ટ બનશે.
🍿 ત્રણથી ચાર કલાક પલાળ્યા બાદ તેનું વધારાનું પાણી કાઢી તેને એક કપડામાં સૂકવી લો.
🍿 જ્યારે તે બરાબર સૂકાઈ જાય ત્યાર બાત તેને તળવાની છે.
🍿 સૌથી પહેલા એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો.
🍿 તેલ ગરમ થાય ત્યાર બાદ તમારે સીધી દાળ તેલમાં નથી નાખવાની નહિ તો તેને કાઢવામાં સમસ્યા થશે.
🍿 તો પહેલા તમે એક ઊંડો જારો લો તળવા માટે અને તેમાં થોડી દાળ નાખો ત્યાર બાદ તે જારો કડાઈની અંદર નાખવાનો રહેશે અને દાળને તે જરાની અંદર જ તળવાની છે.જ્યારે તમે દાળને તળો ત્યારે ગેસની આંચ માધ્યમ કરી દેવાની છે.દાળ આછા ગુલાબી રંગની થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો.
🍿 આજ રીતે બધી દાળ તળીને પ્લેટમાં કાઢી લો.
🍿 હવે તેને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં ઉપરથી અડધી ચમચી હળદર,એક ચમચી લાલ મરચું પાવડર,અડધી ચમચી સંચળ અને અડધી ચમચી હિંગ નાખી દો(આપને ફરી પાછી ઉપરથી હિંગ નાખવાની છે તેનાથી તેનો ફ્લેવર ખૂબ જ લાજવાબ આવશે.)અને બધું હલાવીને બરાબર દાળમાં મિક્સ કરી દો.
🍿 તો તૈયાર છે ચટપટી ,સ્પાઈસી અને ક્રિસ્પી મસાલા ફ્રાય ચણા દાળ. તમે આ દાળને એમનામ પણ ખાઈ શકો તેમજ ભેળ જેવી વાનગીમાં તમેં આ દાળનો ઉપયોગ કરી શકો છો.
🍿 રોસ્ટેડ ચણા એટલે કે દાળિયા બનાવવા માટે જરૂરી સામગ્રી:- 🍿
🍿 મિત્રો તમે રોસ્ટેડ ચણાના ફાયદા તો જાણતા જ હશો કે દર્દીઓને ખાસ કરીને કફ વગેરેના દર્દીઓને આ ચણા ખાવાની સલાહ અપાતી હોય છે.આ ચણા લગભગ લોકો બહારથી ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે પરંતુ તે દાળિયા બનાવવા માટે તમારે કોઈ વધારે મહેનત કરવાની જરૂર નથી તમે ઓવનની મદદ વગર જ ઘરે ખૂબજ સરળતાથી રોસ્ટેડ ચણા બનાવી શકો છો.તો ચાલો જાણીએ તેની રીત. મિત્રો આ ચણા બનાવીને ઘરમાં જ રાખવા જોઈએ કારણકે આ બાળકો તેમજ મોટા બંને માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
🍿 દાળિયા બનાવવા માટે જોઈતી વસ્તુઓ 🍿
🍿 એક કપ ચણા (કાળા અને મોટા ચણા લેવાના છે તેનાથી આપના દાળિયા ખૂબ જ સારા બનશે.)
🍿 એક થી દોઢ કપ જેટલું મીઠું
🍿 એક ચમચી હળદર (હળદર નાખવાથી કફના દર્દીઓને વધારે ફાયદો થશે. તમે તમારી સમસ્યા મૂજબ વધારે કે ઓછી લઇ શકો છો.)
🍿 અડધી ચમચી ચાટ મસાલો
🍿 સૌપ્રથમ એક એલ્યુમીનીયમ તથા લોખંડની કડાઈ લો. તેમાં મીઠું નાખી દો.
🍿 હવે મીઠાને ગરમ થવા દો.
🍿 મીઠું ગરમ થઇ જાય ત્યાર બાદ તેમાં એક મુઠ્ઠી ચણા નાખી દો. હવે તેને ચલાવતા જાઓ ચમચાની મદદથી અને દાલીયાને મીઠામાં શેકતા જાઓ.થોડી વાર તમે જોશો કે ચણા ફૂટવા લાગશે ધાણીની જેમ.
🍿 અને તે બિલકુલ બજારમાં મળે તેવા દાળિયા બની ગયા હશે. હવે તેને બહાર કાઢી લો.
🍿 હવે તે જ રીતે બાકીના દાળિયા બનાવી લો. દાળિયાને મીઠામાં શેકતી વખતે ગેસની આંચ વધારે જ રાખવાની છે.
🍿 બધા દાળિયા એક પ્લેટમાં કાઢી લો અને ઉપરથી હળદર અને ચાટ મસાલો છાંટી દો.એકદમ ટેસ્ટી દાળિયા તૈયાર છે.
🍿 આ રીતે મસાલા દાળ અને રોસ્ટેડ ચણા બજારમાંથી ખરીદવાને બદલે ઘરેજ બનાવો અને ડબ્બામાં ભરીને સ્ટોર કરી દો અને જ્યારે મન થાય ત્યારે તેનો ઉપયોગ કરો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી