આ હર્બલ શેમ્પુ ઘરે બનાવીને વાળ ધોવાથી થોડા જ સમયમાં કાળા, લાંબા અને ઘાટા થઇ જશે..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💇 ઘરે જ બનાવો હર્બલ શેમ્પુ જે તમારા વાળને બનાવશે લાંબા, કાળા અને સિલ્કી 💇 

💇 મિત્રો બધી જ રીતે સુંદરતાની વાત કરીએ તો તેમાં વાળનું પણ મહત્વ છે. અને પહેલાના જમાનામાં તમે જોયું હશે કે લગભગ સ્ત્રીઓના વાળ કાળા, લાંબા અને સિલ્કી જ રહેતા, તેનું કારણ એ છે કે તે સમયે કોઈ પણ કોસ્મેટીક પ્રોડક્ટ્સ મળતી નહિ. ત્યારે લોકો ઘરેલું ઉપચાર અપનાવતા હતા વાળને ધોવા માટે અને અત્યારના સમયે મહિલા પોતાના વાળનું ખૂબ જ ધ્યાન રાખે છે તેમ છતાં પણ તેના વાળ એટલા સૂંદર નથી રહેતા. તેનું કારણ છે બજારમાં મળતા શેમ્પુ અને કંડીશનરનો ઉપયોગ.

Image Source :

💇 આજે કોઈ મહિલાને તમે એવું કહો ને કે આ શેમ્પુ ખુબ જ સારું છે તો તે તરત જ તેને અજમાવશે પોતાના વાળ પર વળી થોડા દિવસ પછી કોઈ અન્ય વ્યક્તિ કોઈ બીજા શેમ્પુ કે તેલની સલાહ આપે તો તે ટ્રાય કરે છે. પરંતુ પરિણામ કંઈ ખાસ મળતું નથી. કારણ કે બજારમાં મળતા શેમ્પુ અને કંડીશનરમાં કેમિકલનો ઉપયોગ કરેલો હોય છે. જે આપણા વાળને વિક બનાવે છે તેમજ વાળ ખરવા, વાળનો ગ્રોથ અટકી જવો વગેરે સમસ્યા થવા લાગે છે.

💇 પરંતુ મિત્રો આજે અમે એક રેસેપી લાવ્યા છીએ જેમાં અમે તમને એવું પ્રાકૃતિક, હર્બલ શેમ્પુ બનાવવાની રીત જણાવવા જઇ રહ્યા છીએ કે જેના ઉપયોગથી તમારા વાળ કાળા અને સિલ્કી તો બનશે જ પરંતુ સાથે સાથે વાળનો ગ્રોથ પણ વધશે તો ચાલો જાણીએ કે કંઈ રીતે આ શેમ્પુ બનાવી શકાય.

Image Source :

💇 હર્બલ શેમ્પુ બનાવવા માટે જોઈતી સામગ્રી:- 💇

👉 એક કપ અરીઠા કે જે વાળને સોફ્ટ અને સ્મૂથ બનાવવાનું કામ કરે છે.

👉 શિકાકાઈ એક કપ જેમાં વિટામીન ડી હોય છે જે તમારા વાળ માટે કંડીશનર જેવું કામ કરે છે. જે વાળને સિલ્કી બનાવે છે.

👉 એક કપ આમળાના ટૂકડા જેમાં વિટામીન સી હોય છે જે તમારા વાળનો ગ્રોથ વધારશે.

👉 એક ચમચી સૂકેલી મેથીના દાણા. તેમાં એમીનો એસીડ હોય છે જે વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે અને વાળનો ગ્રોથ વધારે છે.

👉 એક મુઠી કડવા લીમડાના પાંદડા. લીમડામાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીફંગલ ગુણો રહેલા છે જે ઇન્ફેકશનથી દૂર રાખે છે.

Image Source :

💇 હર્બલ શેમ્પુ બનાવવાની રીત:- 💇

💇 સૌથી પહેલા આમળા, સીકાકાઈ અને અરીઠાને અલગ અલગ મીક્ષ્યરમાં એક પછી એક પીસી લેવાના છે.

💇 એક મીક્ષ્યરમાં અરીઠાના ઠળિયા કાઢીને તેને મીક્ષ્યરમાં પીસી તેનો પાવડર બનાવી લો.

💇 ત્યાર બાદ આમળાના ટૂકડાને પણ પીસી લો.

💇 અને હવે  શિકાકાઈને પણ મીક્ષ્યરમાં પીસી લો.

💇 હવે ત્રણેય પાવડર એક બાઉલમાં નાખીને ત્રણેયને બરાબર મિક્સ કરી લો.

💇 ત્યાર બાદ તે પાવડરને એર ટાઈટ ડબામાં ભરી દો.

Image Source :

💇 હવે જ્યારે તમારે માથું ધોવાનું છે તેના આગલા દિવસે રાત્રે તમારે તમારું શેમ્પુ બનાવી લેવાનું છે.

💇 જેમ કે કાલે તમારે માથું ધોવાનું છે તો આજે બનાવી લો. હવે તે પણ જાણીએ કે કંઈ રીતે બનાવાનું છે આ પાવડરનો ઉપયોગ કરીને શેમ્પુ.

💇 સૌપ્રથમ એક તપેલીમાં એક કપ પાણી નાખો. ત્યાર બાદ તેમાં બે ચમચી તમે બનાવેલા પાવડર નાખો.

💇 ત્યાર બાદ તેમાં એક બે ચમચી મેથી દાણા અને એક મુઠી કડવા લીમડાના પાંદડા નાખી દો.

💇 હવે બધું બરાબર ઉકળવા દો.

 💇 એક ઉફાણો આવી જાય પાણીમાં ત્યાર બાદ ગેસને બંધ કરી દો અને શેમ્પુને ઠંડુ થવા દો.

💇 શેમ્પુ ઠંડુ થયા બાદ હાથ વડે બરાબર મિક્સ કરી લો અને શેમ્પુને હલાવી લેવાનું છે. (જે રીતે આપણે આંબલીની ચટણી બનાવતી વખતે હાથેથી આંબલીની ચટણીને હલાવીએ છે તે રીતે.)

Image Source :

💇 હવે એક વાટકો રાખો અને તેની પર સૂતરાઉ કાપડનો કટકો રાખી દો. અને કાપડની મદદથી શેમ્પુને ગાળી લો. ત્યાર બાદ ગાળેલા શેમ્પુને ઢાંકીને આખી રાત રાખી મૂકો.

💇 હવે તે શેમ્પુથી માથું સવારે તમે ધોઈ શકો છો.

💇 મિત્રો તમારે પાવડર માત્ર એક જ વખત બનાવવાનો છે ત્યાર બાદ તો માત્ર તમારે તે પાવડરનો ઉપયોગ કરીને માથું ધોવાનું હોય તેના આગલા દિવસે શેમ્પુ પાણીમાં ઉકાળીને બનાવી લેવાનું છે. જો તમારી સ્કીન ડ્રાય હોય તો તમે તમારા શેમ્પુમાં એક ચમચી કોકોનેટ મિલ્ક પણ ઉમેરી શકો છો તેનાથી તમારા વાળનું મોઈસ્યુરાઈઝર જળવાઈ રહેશે. તો મિત્રો આ શેમ્પુ એકદમ પ્રાકૃતિક છે જેમાં આપણે કોઈ પણ કેમિકલનો ઉપયોગ નથી કર્યો. માટે આ શેમ્પુ તમારા વાળને કોઈ નુંકશાન નથી પહોંચાડતું પરંતુ તમારા વાળને લાંબા, કાળા અને સિલ્કી બનાવશે. આ ઉપરાંત વાળમાં ખોડો, ખંજવાળ જેવી અન્ય સમસ્યાઓ હોય તો તે પણ દૂર થાશે માટે આજથી જ બજારમાં મળતું શેમ્પુ વાપરવાનું છોડો અને અપનાવો આ આમળા, અરીઠા અને શિકાકાઈનો ઉપયોગ કરીને બનતું હર્બલ શેમ્પુ.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment