અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🍟 આ રેસેપી જાણ્યા પછી ક્યારેય તમે બટેટાની છાલ લગભગ ક્યારેય નાં ફેંકો… 🍟
💁 મિત્રો બટેટા એવી વસ્તુ છે જે દરેક લોકોને પસંદ છે.પરંતુ ઘણા લોકોને ખબર નહિ હોય કે તેની છાલ પણ ગુણકારી હોય છે અને તેમાંથી પણ ચટપટી અને ક્રિસ્પી વાનગી એટલે કે ચિપ્સ બનાવી શકો છો અને તે પણ અલગજ રીતે.વધારે પડતા લોકો બટેટાની છાલ ઉતારીને પછીજ બટેટાનો યુઝ કરતા હશે.પરંતુ મિત્રો હકીકતમાં તો સૌથી વધારે અને સારા પોષક તત્વો તો બટેટાની છાલમા જ રહેલા છે. પરંતુ આજે અમે એવી રેસેપી લાવ્યા છીએ જેને તમે બટેટાની છાલમાંથી બનાવી શકશો. ખૂબજ સરળતાથી બનશે આ રેસેપી અને ખૂબ જ ઓછી મહેનત લાગશે. મિત્રો તમે બટેટાની છાલની ચિપ્સ ને નાસ્તા રૂપે પણ ખાઈ શકો છો.
💁 હા મિત્રો તમે બટેટાની છાલમાંથી બનાવી શકો છો વેસ્ટમાંથી બેસ્ટ ટેસ્ટી અને ક્રિસ્પી ચિપ્સ. જો તમે એક વાર ખાશો આ ચિપ્સ તો લગભગ બટેટાની છાલને ફેંકતા પહેલા આ નાસ્તો બનાવવાનું જરૂર વિચારશો. તો ચાલો જાણીએ કે કઈ રીતે બનાવી શકાય બટેટાની છાલમાંથી ચિપ્સ અને કઈ સામગ્રીની જરૂર હોય છે.
👩🍳 બટેટાની છાલમાંથી ચિપ્સ બનાવવા માટે જોઈતી સામગ્રી:- 👩🍳
🥔 ત્રણ બટેટાની છાલ
🥄 મીઠું સ્વાદ અનુસાર 🥄 અડધી ચમચી કાળા મરીનો ભૂકો 🥄 અડધી ચમચી ઓરેગાનો એટલે કે અજમાં ના દાણા (તમને ના પસંદ હોય તો તેને અવોઇડ કરી શકો છો.) 🥄 એક ચમચી તેલ 🥄 એક મોટી ચમચી મેંદો 🥄 બે ચમચી મકાઈનો લોટ 🥄 અડધી ચમચી લાલ મરચું પાવડર 🥄 પાણી જરૂરીયાત મૂજબ
🍳 તેલ તળવા માટે
👩🍳 બટેટાની છાલમાંથી ક્રિસ્પી ચિપ્સ બનાવવાની રીત:- 👩🍳
🥔 સૌથી પહેલા તો તમારે ત્રણ બટેટા લેવાના છે અને તેની છાલ ઉતારવી પરંતુ ખાસ ધ્યાન રાખવું કે તમારે લાંબી છાલ ઉતારવાની રહેશે અને તેના માટે તમારે મોટી સાઈઝ ના બટેટા લેવાના રહેશે સૌથી પેહલા કહ્યા પ્રમાણે બટેટાની છાલ ઉતારી લો.
🥔 હવે તે છાલમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દો અને તેમાં અડધી ચમચી કાળા મરીનો ભૂકો નાખી દો અને ત્યાર બાદ અડધી ચમચી ઓરેગાનો પીસીને નાખી દો. હવે બધું બરાબર મિક્સ કરી લો. મિત્રો ઓરેગાનો અને બટેટાની છાલનો ટેસ્ટ ખૂબજ સરસ આવે છે.
🥔 હવે એક બીજા વાટકામાં એક ચમચી મેંદાનો લોટ લો અને તેમાં બે ચમચી મકાઈનો લોટ નાખો.મકાઈનો લોટ નાખવાથી તમારી ચિપ્સ ખૂબજ ક્રિસ્પી બનશે.
🥣 હવે તે બંને લોટમાં મીઠું નાખો સ્વાદ અનુસાર. પરંતુ મિત્રો મીઠું વિચારીને નાખવું કારણકે આપને બટેટાની છાલમાં પણ મીઠું નાખ્યું છે જેથી મીઠું નાખવામાં થોડી કાળજી લેવી. 🥣 હવે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી દો અને બધું બરાબર સરસ રીતે હલાવીને મિક્સ કરી લો. 🥣 ત્યાર બાદ તે લોટના મિશ્રણમાં થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને તેનું એક બેટર બનાવવાનું છે.બેટર બહુ જાડુ પણ નહિ અને એકદમ પાતળું પણ નહિ તેવું એક બેટર બનાવી લો.
🥣 હવે તે બેટરમાં બટેટાની ચિપ્સ નાખી દો.અને બંનેને બરાબર રીતે હલાવી લો અને મિક્સ કરી લો. 🥣 આ બટેટાની છાલ અને લોટના બેટરના મિશ્રણની ખાસ વાત એ છે કે તમે એક અઠવાડિયા સુધી તેને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારું મન થાય ત્યારે તમે તેને તળીને ખાઈ શકો છો.
🥣 પરંતુ અત્યારે તે બેટરને દસ મિનીટ માટે ફ્રીઝમાં મૂકી દો.તેવું કરવાથી બટેટાની છાલ અને મિશ્રણનો ટેસ્ટ બંને એક બીજા સાથે બરાબર રીતે ભળી જશે જેથી સ્વાદમાં તે ખૂબજ લાજવાબ બની જશે.
🥣 હવે જ્યાં સુધી તે મિશ્રણ ફ્રીઝમાં સેટ થાય છે ત્યાં સુધી એક કડાઈમાં તેલ ગરમ કરવા મુક્કી દો જેથી સમયની બચત થઇ જાય. 🥣 હવે દસ મિનીટ પછી ફ્રીઝ માંથી તે મિશ્રણ કાઢી લો.અને હવે તેલ પણ બરાબર રીતે ગરમ થઇ ગયું હશે. હવે તેલમાં એક એક કરીને બટેટાની છાલને નાખતા જાઓ. 🥣 એકવાર માં જેટલી ચિપ્સ સમાઈ તેટલી ચિપ્સ એક એક કરીને નાખી દેવી.
🍳 હવે તેને સતત ઉલટાવતા સૂલટાવતા રહેવાનું છે અને જ્યાં સુધી હલકા બ્રાઉન કલરની નાં થાય ત્યાં સુધી તેને આ રીતે તળતા રહેવાનું છે. 🍳 તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યાંથી તમે ગેસ પર તેલ મૂકો ત્યાંથી ચિપ્સ તળાઈ ના જાઈ ત્યાં સુધી ગેસ ફૂલ જ રાખવાનો છે જેથી ચિપ્સ ખૂબજ ક્રિસ્પી બને. 🍳 આ રીતે બધી ચિપ્સ તળી લો. અને તળાઈ ગયા બાદ તેની ઉપર લાલ મરચું અથવા તો ચાટ માસાલો નાખી તેને ખાઈ શકો છો.
🍳 જો તમે બટેટાની છલના ગુણ પ્રાપ્ત કરવા માંગો છો આ રીતે ચિપ્સ બનાવી ને ખાઈ શકો છો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ