મહેમાનો માટે બ્રેડમાંથી બનાવો સૌથી બેસ્ટ વાનગી – “બ્રેડ રસ મલાઈ”….પસંદ પડે તો શેર કરજો

અમે કોઈ 🧐ફેક ન્યુઝ કે ખોટા 🤫સજેશન આપતા કે રાતોરાત 🤑પૈસાવાળા બની જાઓ એવા રસ્તા અને રાતો રાત🛌🏻 તમારી હેલ્થ 💪🏻બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી 🌓રાશી કે🌍ગ્રહ દશા પર 🧙🏻‍♂️ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ ✍🏻સરળ, 🎯તાર્તિક, 🔬વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ 📖વાંચવા વાળા અને જ્ઞાન 👩🏻‍🏫વધે તેવી ઈચ્છા રાખવા વાળા 👩🏻‍💻👨🏻‍💻લોકો જ અમારી સાથે 🤝જોડાઈ રહે તેવી વિનંતી🙏🏻

🥪 બ્રેડમાંથી બનાવો વાનગી જે તમે ક્યારેય નહિ સાંભળી હોય.🥙

Image Source :

🥙 મિત્રો બ્રેડમાંથી બનતી વાનગીઓ જેવી કે સેન્ડવીચ, બ્રેડ પીઝા બ્રેડ રોલ, બ્રેડ પકોડા વગેરે જેવી વાનગીઓથી તો હટકે વ્યંજનો લાવ્યા છીએ. કે જેના વિશે તમે લગભગ ક્યારેય વિચાર્યું નહિ હોય. બ્રેડ સમોસા અને બ્રેડ રસમલાઇ.

Image Source :

🥘 બ્રેડ સમોસા 🥘
🥙 મિત્રો સમોસાની વાનગી તો બનાવી જ હશે. બનાવવાનો વિચાર આવે એટલે તેમાં લાગતો સમય અને ઝંઝટ યાદ આવે છે. પરંતુ મિત્રો સરળતાથી તમે સમોસાનો ટેસ્ટ મેળવી શકશો બ્રેડ સમોસા બનાવીને.

Image Source :

 👉 જોઈતી સામગ્રી :

🥘 ૩ થી 4 બ્રેડ [ સેન્ડવીચમાં ઉપયોગમાં લેવાતી વ્હાઈટ બ્રેડ],

🥘 2 થી ૩ બટેટા બાફેલા,

🥘 એક ચમચી ધાણાજીરું પાવડર,

🥘 અડધી ચમચી ગરમ મસાલો,

🥘 એક ચમચી આમચૂર પાવડર,

Image Source :

🥘 અડધી ચમચી આદુ પીસેલું,

🥘 અડધી ચમચી મરચા જીણા સમારેલા,

🥘 અડધી ચમચી જેટલો ચાટ મસાલો,

🥘 2 ચમચી તેલ,

🥘 અડધી ચમચી જીરું આખું,

🥘 એક નાની ચમચી કાજુના ટુકડા,

🥘 સ્વાદ અનુસાર મીઠું,

🥘 તળવા માટે તેલ.

Image Source :

👉  બનાવવાની રીત :

સૌપ્રથમ મસાલો બનાવી લો આ રીતે.

બટેટાને નાના ટુકડામાં કાપી લો.

એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો ત્યાર બાદ તેમાં આખું જીરું નાખો.

ત્યાર બાદ લીલા મરચા જીણા સમારેલા અને આદુ નાખી થોડીવાર સાંતડો.

ત્યાર પછી તેમાં બટેટા પણ ઉમેરી દો.

Image Source :
🥗 પછી બધા મસાલા ચાટ મસાલો, ધાણાજીરું પાવડર, આમચૂર પાવડર, ગરમ મસાલો, કાજુ, મીઠું સ્વાદ અનુસાર નાખી બરાબર મિકસ કરો.

એક થી બે મિનીટ મસાલાને સાંતડો ત્યાર બાદ તેમાં થોડો ધાણાજીરું પાવડર નાખી ઠંડો થવા દો.

સમોસા આ રીતે બનાવો :

Image Source :

બ્રેડને કિનારી કાપી લો. ત્યાર બાદ બ્રેડને પાતલા પર રાખી બ્રેડને હળવા હાથે થોડું પાણી લગાવી વણો. ત્યાર બાદ બ્રેડને બે ટુકડામાં કાપી લો.

કિનારી પર પાણી લગાવી વચ્ચે મસાલો ભરી બંને ટુકડાની કિનારી પાણીની મદદથી ચિપકાવી દો.

Image Source :

પછી કડાઈમાં તેલ ગરમ કરો અને સમોસા મધ્યમ તાપે તળવા મુકો.

જ્યારે સમોસા લાલ રંગના થઇ જાય અને કરકરા થઇ જાય ત્યારે તેને બહાર કાઢી લો.

તૈયાર છે ગરમા ગરમ બ્રેડ સમોસા. ખાવો ટમેટા સોસ અથવા તો ખાટ્ટી મીઠ્ઠી ચટણી સાથે.

🥘 બ્રેડ રસમલાઇ 🥘

Image Source :

મિત્રો તમે બ્રેડ માંથી નમકીન વ્યંજનો તો જોયા હશે. પરંતુ આજે અમે એકદમ સરળતાથી બની જાય તેવી મીઠી વાનગી લાવ્યા છીએ.

* જોઈતી સામગ્રી :

🥘 બ્રેડ -8 પીસ,

🥘 દૂધ 2 લીટર,

🥘 ખાંડ ૩૦૦ ગ્રામ જેટલી,

🥘 કાજુ – 15 થી 20 નંગ,

🥘 પિસ્તા 8 થી 10 નંગ,

🥘 બાદમ 12 થી 15 નંગ,

🥘 કેસર બે ચપટી જેટલું.

Image Source :

🥘 બનાવવાની રીત:

સૌથી પહેલા દુધને તેજ તાપ પર ઉકાળો ત્યાર બાદ તાપ મધ્યમ કરી દો. અને દુધને અડધું થવા દો. પરંતુ યાદ રાખવું અડધું  થવા એમજ નથી મુકવાનું. તેને સતત હલાવતા રહો તેનાથી દૂધ તળિયે ચોંટે નહિ.

હવે દુધમાં ખાંડ અને કાજુ, બદામ, પિસ્તા, કેસર વગેરે અડધા ડ્રાયફ્રૂટ તેમાં નાખી દેવા.

હવે દુધને ઉકાળીને એક ચતુર્થાઉસ ભાગ જેટલું કરવાનું છે. દુધને હલાવતા રહો તથા કિનારે ચોટી જતી મલાઈ ઉખેડીને હલાવતા રહો.

Image Source :

જ્યારે દૂધ એક ચતુર્થાઉસ જેટલું વધે છે ત્યારે ગેસ બંધ કરી દો દૂધ ઠંડુ થવા દો.

હવે બ્રેડ લો તેને નાના નાના ગોળાકાર બિસ્કીટ જેવા આકારમાં કાપી લો.

હવે બ્રેડના પીસ ઠંડા દુધમાં નાખો અને સાવધાનીથી હલાવો જેથી બ્રેડ દૂધ શોષી લે.

ત્યાર બાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લો અને થોડું દૂધ ઉપરથી રેડો અને ડ્રાયફ્રૂટથી ગાર્નીશ કરો.

Image Source :

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

Image Source :

👉તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી 

Image Source: Google

 

 

Leave a Comment