અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની જાઓ એવા રસ્તા અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.
👪 મિત્રો દરેક બાળકને એક સારી પરવરીશ હક છે. ઘણા બાળકો જન્મથી જ ખુબ જ સંવેદનશીલ હોય છે. દરેક વાતમાં તેની પ્રતિક્રિયા ખુબ જ ઊંડાણ પૂર્વકની અને અન્ય બાળકો કરતા વધારે ગંભીર હોય છે. અન્ય બાળકોની તુલનામાં તેની શારીરિક પીડા પણ વધારે થતી હોય છે.
👩👦👦તેમજ તેવા બાળક ખુબ જ લાગણીશીલ અને સંવેદનશીલ હોવાને કારણે તેને અન્ય બાળકો કરતા ભાવનાત્મક પીડા પણ વધારે થાય છે. દરેક ઘટના તેના મનમાં એક ગંભીર પ્રભાવ છોડી જતી હોય છે. જરા મોટા અવાજે તેની સામે બોલવાથી તે ડરી જતા હોય છે.
Image Source :
👪 પરંતુ મિત્રો આપણો સમાજ સંવેદનશીલ વ્યક્તિને નકારાત્મક રૂપે જુએ છે. પરંતુ હકીકતમાં તેવું બિલકુલ નથી. તે કોઈ બીમારી નથી. તે એક પ્રકારનો વ્યવહાર છે. બાળક સંવેદનશીલ હોય તો તેના મતલબ એવો નથી કે બાળકમાં કોઈ પણ પ્રકારના આત્મવિશ્વાસ કે સોસીયલ સ્કીલની ખામી છે.
👩👦👦 તેના વ્યવહારને ઠીક કરવાની તેમજ તેની વિચારસરણીને સાચી દિશા બતાવવાની તેના માટે બાળક સાથે આ લેખમાં દર્શાવ્યા પ્રમાણે વર્તવું જોઈએ.
👪 બાળકના મિત્રો બનો વધારે પડતું બાળક જ્યારે સંવેદનશીલ હોય ત્યારે સૌથી પહેલા બાળક પ્રત્યે તમારો ભાવ બદલો. તમારે તેના ગાઈડ બનતા પહેલા તેના મિત્ર બનવાની જરૂર છે. આ ઉપરાંત તેના મિત્ર બની તેના વિચાર, તેના ઓપીનીયનને જાણો અને તેને મહત્વ આપો.
👩👦👦 તેના વિચારો ખોટા સાબિત કરવાની ભૂલ ક્યારેય ન કરવી. તેને જેવા છે તેવા સ્વીકારી લો. તેના પર વિશ્વાસ રાખો. બાળકની સામે એવું ફેમીલીઅર વાતાવરણ ઉભું કરો કે તે ખુલ્લા મને પોતાના વિચારો તેમજ ભાવ વ્યક્ત કરી શકો.
👩👦👦 બાળકની પીડાને સમજો સંવેદનશીલ બાળકને નાનામાં નાની વસ્તુ વાગે તો પણ તેને વધારે પીડા અનુભવાતી હોય છે. ભલે તમને ખબર હોય કે તેને સાવ નજીવી ચોંટ લાગી છે તો પણ તેની સામે એવું વર્તન કરો કે તમે તેની પીડાને સમજો છો.
👩👦👦 તેને પ્રેમ અને સાંત્વના આપો કારણ કે જો તમે બાળક પર ગુસ્સે થશો તો તે વધારે નારાજ થશે અને પોતાની તકલીફ ને વ્યક્ત કરવા વધારે જોરથી રડશે. તે ત્યાં સુધી સામાન્ય નહિ થાય જ્યાં સુધી તમે માનશો નહિ કે તેને વધારે પીડા થાય છે.
👩👦👦 ભુલ થાય ત્યારે સંવેદનશીલ બાળકોને મારવું કે વધારે ખીજાવું નહિ. ખાસ કરીને બીજા વ્યક્તિઓની સામે તો ક્યારેક તેને મારવું કે ખીજાવવું ન જોઈએ. તેનાથી તે બાળક ખુબ જ અપમાનનો અનુભવ કરે છે.
👩👦👦 કારણ કે અન્ય બાળક કરતા તેના પર દરેક ઘટનાની ગહેરી અસર પડે છે. અપમાન ન સહન થવાથી કયારેક તે બાળક ખોટું પગલું ભરી શકે છે. બાળકને મારવાને બદલે પ્રેમથી સમજાવવું.
👩👦👦 અલગ અલગ અનુભવોથી બાળકને વાકેફ કરાવવા. સંવેદનશીલ બાળક એક ધારણાને પકડીને બેસી જતા હોય છે. તેથી તેના અલગ અલગ અનુભવોથી વાકેફ કરાવવું ખુબ જ જરૂરી બની જાય છે. તેવું કરવાથી બાળકમાં નિર્ણય લેવાની ક્ષમતા સમસ્યાનું સમાધાન કરવાની શક્તિ તથા ધરેલા હેતુને પ્રાપ્ત કરવાની હિંમત મળે છે
👩👦👦 ક્યારેક બાળકની તુલના અન્ય બાળક સાથે ન કરવી. એક વયસ્ક માટે પણ તુલનાત્મક વ્યવહાર અસહનીય બની જતો હોય છે. ક્યારેક તો વિચારો કે આ સ્થિતિ એક સંવેદનશીલ બાળક માટે કેટલી તકલીફ આપતી હશે. તે અંદાજો તો આપણે લગાવી જ શકીએ. બાળકનું મન ખુબ જ નબળું હોય છે માટે તેને આગળ વધવા માટે પ્રેરણા આપવા માટે તુલનાનો ક્યારેય સહારો ન લેવો જોઈએ.
👩👦👦 સંવેદનશીલ બાળક પ્રત્યે માતા પિતાએ હંમેશા પ્રેમાળ અને લગાવથી વર્તન કરવું જોઈએ. જ્યારે માતા પિતા બાળકને પ્રેમથી ગળે લગાવે છે, શાબાશી આપે છે, તેની સાથે રમે છે, ત્યારે બાળક અને માતા પિતા વચ્ચેનો સંબંધ ખુબ જ સારા બંધાય છે. બાળકને માતા પિતા પ્રત્યે વિશ્વાસ રહે છે.
👩👦👦 તે તેનું સમ્માન કરે છે. પરંતુ બાળકને જરા પણ નજરઅંદાજ કરવામાં આવે કે અસ્વીકાર કરવામાં આવે તો તે બાળક મનથી ખુબ જ પરેશાન રહેવા લાગે છે. ત્યાર બાદ ધીમે ધીમે તે બાળક પણ મોટાની વાતોને ટાળવા લાગે છે. ખાસ કરીને સંવેદનશીલ બાળકો પર વધારે પ્રભાવ પડે છે.
👩👦👦 આ ઉપરાંત સંવેદનશીલ બાળકો બીજાને દુઃખ કે તકલીફમાં જોઈ પોતે પણ દુઃખી થઈને રડવા લાગે છે. સ્કુલમાં ટીચર કોઈ બીજા બાળકને ખીજાય કે મારે તો પણ તે બાળક ખુબ જ ડરી જતું હોય છે.
👩👦👦 ફિલ્મ કે સીરીયલમાં કોઈ દુઃખદ દ્રશ્ય જુએ તો તે ઘટનાને પોતાની સાથે જોડીને જોવા લાગે છે. અને ભાવમુક થઇ રડવા પણ લાગતા હોય છે. આવા સંવેદનશીલ બાળકો વધારે પડતા ચુપચાપ અને ગુમસુમ રહેતા હોય છે. સંવેદનશીલ બાળક પર કોઈ પણ વાતની ઊંડી અસર થાય છે. તે કોઈ ખરાબ દ્રશ્ય જુએ છે તો તેને તે દ્રશ્ય મગજમાંથી જતું નથી અને તણાવમાં આવી જાય છે.
👩👦👦 સંવેદનશીલ બાળકની આવશ્યકતા ભૌતિકથી વધારે ભાવનાત્મકતાની હોય છે. તે પોતાના મનની વાત કોઈને પણ દિલ ખોલીને કહી શકતા નથી. માટે ખુબ જ આવશ્યક છે કે તેવા બાળકની પરવરીશ તથા ઉછેર તેના સ્વભાવને અનુરૂપ કરવામાં આવે છે.
ભાઈઓ તથા બહેનો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google
Very helpful