મિત્રો આપણે જયારે કોઈ નવીન વાનગી બનાવવા જઈએ છીએ એટલે સ્વાભાવિક છે કે આપણે ડુંગળીનો ઉપયોગ કરીએ છીએ. તેનાથી સ્વાદમાં વધારો થાય છે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ સારી છે. જો કે ડુંગળીથી ગ્રેવી પણ ઘટ્ટ થાય છે. પણ તમે ડુંગળી વગર પણ ગ્રેવીને ઘટ્ટ બનાવી શકો છો. તે માટે તમારે આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરવો પડશે.
ઘણી વખત એવું થાય છે કે, આપણે રસોઈ બનાવવાની શરૂ કરીએ છીએ અને પછી યાદ આવે કે ડુંગળી તો છે જ નહીં. અથવા કોઈનો ઉપવાસ હોય તો તેમાં પણ ડુંગળી નાખી શકાતી નથી. હવે ડુંગળી વગરનું શાક બનાવવું તો સરળ છે, પરંતુ ગ્રેવી વાળા શાક માટે તો ડુંગળીની જરૂર પડે જ છે. અમુક વસ્તુનો સ્વાદ સારી ગ્રેવી પર નિર્ભર રહેલો હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે તમને ડુંગળીની જરૂર પણ નહીં પડે અને તમે સારી ગ્રેવી વાળું શાક પણ બનાવી શકશો. હવે તમે વિચારશો કે એમ કઈ રીતે ડુંગળી વગર ગ્રેવી ઘટ્ટ બને? તેનો જવાબ છે તેવું ખરેખર થઈ શકે છે. આજે અમે તમારી સાથે એવી રીત શેર કરીશું જેની મદદથી તમે ગ્રેવી ઘટ્ટ બનાવી શકશો. આ રીતથી તમારી રસોઈનો સ્વાદ પણ વધશે. તો ચાલો મોડુ કર્યા વગર જાણીએ તમારી ગ્રેવીને ઘટ્ટ બનાવવાની રીત.
1) દહીં અને તાજી મલાઈની મદદથી ઘટ્ટ કરો ગરવી:- જો તમે વિચારી રહ્યા હોય કે દહીં અને મલાઈની મદદથી ગ્રેવી કઈ રીતે ઘટ્ટ બને તો તમને જણાવી દઈએ કે તે સરળ રીત છે. તેનાથી માત્ર તમારી ગ્રેવી ઘટ્ટ જ નથી બનતી પરંતુ, તેમાં એક સારો ટેક્સ્ચર પણ આવે છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે, 3 ચમચી જેટલું દહીં અને 2 ચમચી તાજી મલાઇ મિક્સ કરીને સરખી રીતે ફેટી લો. હવે ગેસ પર ધીમા તાપે રાખીને ધીમે ધીમે દહીં અને મલાઈ મિક્સ કરવું. તેને 2-3 મિનિટ સરખી રીતે કૂક કરવું. તમે જોશો કે તમારા શાકનું ટેક્ક્ષ્ચર ઠીક થઈ ગયું છે. 2) કાજુના પેસ્ટથી ઘટ્ટ કરો ગ્રેવી:- શાહી પનીરમાં સામાન્ય રીતે લોકો કાજુની પેસ્ટ ગ્રેવીમાં મિક્સ કરતાં હોય છે. તેનાથી સ્વાદ ડબલ થઈ જાય છે. તમે પણ જો ડુંગળી વગર તમારી સબ્જીની ગ્રેવી ઘટ્ટ કરવા માંગતા હોય તો, પહેલા એક પેનમાં ટામેટું પકાવ્યા પછી કાજુની પેસ્ટ ઉમેરો. તમે તમારી સબ્જીનો સ્વાદ વધારવા માંગતા હોય તો પહેલા કાજુને ઘીમાં શેકીને પછી તેની પેસ્ટ તૈયાર કરી ગ્રેવીમાં મિક્સ કરો. તમારી સબ્જીનો સ્વાદ પણ સારો થશે અને લોકો તમારી રસોઈના વખાણ કરતાં થાકશે નહીં.
3) મગફળીથી ઘટ્ટ કરો ગ્રેવી:- ઘણા બધા સ્નેક્સમાં તો આપણે મગફળી નાખીએ જ છીએ, તો તમે આ એક્સ્પેરિમેંટ તમારી સબજીમાં પણ ટ્રાય કરી શકો છો. હા તેની સાથે થોડો નોર્મલ લોટ જોડી દેવાથી તમારી ગ્રેવી સરખી રીતે ઘટ્ટ બની જાય છે. તે માટે પહેલા 2 ચમચી લોટ લઈને પેસ્ટ તૈયાર કરી લો. ત્યાર બાદ મગફળી શેકીને તેની પેસ્ટ તૈયાર કરો. હવે લોટની પેસ્ટ સાથે તેને મિક્સ કરીને તમે જે પણ ગ્રેવી બનાવવા માંગતા હોય તેમાં ધીરે ધીરે મિક્સ કરીને સરખી રીતે પકવી લો.
તે સિવાય ઘણા લોકો ગ્રેવી ઘટ્ટ કરવા માટે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરે છે. તમે ચાહો તો તેને પણ અજમાવીને જોઈ શકો છો. આમ તમે આ ત્રણ વસ્તુઓની મદદથી ગ્રેવીને ઘટ્ટ બનાવી શકો છો. તેમજ તેનાથી રસોઈનો સ્વાદ પણ ખુબ જ સારો આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી