ડાઉન થતા માર્કેટમાં આ શેર આપી રહ્યો છે તાબડતોડ રિટર્ન, ફક્ત એક જ વર્ષમાં 1 લાખના કરી દિશા સીધા જ 10 લાખ રૂપિયા…. જાણો રોકાણના ફાયદા…

મિત્રો તમને આજે અમુક સ્ટોક વિશે જણાવીશું જેમાં ઘણા સ્ટોક રોકાણ કારોને સારું એવું રીટર્ન આપી રહ્યા છે. આથી જેમણે પણ પોતાનું રોકાણ આ સ્ટોકમાં કર્યું છે તેમણે અત્યારે લાખો રૂપિયાનો ફાયદો થયો છે. આ સ્ટોકમાં રોકાણકારોના 1 લાખના 10 લાખ થઇ ગયાં છે. તો આ સ્ટોક કયો છે તેના વિશે જાણી લઈએ.

શેર બજારની ચાલનું કોઈ આજ સુધી સચોટ આંકન કરી શક્યું નથી. અહીં જ્યારે બજાર નીચું જાય છે તો પણ અમુક શેર જબરદસ્ત તેજી દેખાડતા હોય છે અને ચડતા બજારમાં અમુક શેર ઉંધા મોંએ પડતાં જોવા મળે છે. શેર બજારમાં પાછલા અમુક દિવસોથી મંદી જોવા મળે છે. વર્ષ 2022માં બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 10 ટકા સુધી નીચે પડતાં જોવા મળ્યા છે. પરંતુ બજારની આ મંદી અમુક સ્ટોક્સ પર હાવી થઈ શકી નથી અને આ શેર મલ્ટિબેગર રિટર્ન આપી રહ્યા છે. જેનસોલ એંજિનિયરિંગનો શેર પણ મલ્ટિબેગર સ્ટોક છે.આ સ્ટોકમાં પાછલા એક વર્ષથી જબરદસ્ત તેજી જોવા મળી છે. આ અવધિમાં તે પોતાના રોકાણકારોના પૈસા દસ ગણા વધારી ચૂક્યો છે. મંગળવારના રોજ જેનસોલ ઇંજિનિયરિંગમાં શેરમાં તેજી જોવા મળી અને તે 580.95 રૂપિયા પર બંધ થયો હતો. હવે આ સ્ટોક પોતાના 52 અઠવાડીયાના હાઇથી ખૂબ જ નજીક પહોંચી ગયો છે. તેનો 53 અઠવાડીયાનો ઉચ્ચતમ સ્તર 600 રૂપિયા છે તો તેનો 52 વીક લો 50.78 રૂપિયા છે. જેનસોલ ઇંજિનિયરિંગની વર્તમાનમાં માર્કેટ કેપ 635.38 કરોડ રૂપિયા છે.

સડસડાટ ભાગી રહ્યો છે આ મલ્ટિબેગર સ્ટોક:- જેનસોલ ઇંજિનિયરિંગનો શેર એક વર્ષથી રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપી રહ્યો છે. પાંચ કારોબારી સત્રોમાં જ આ શેરમાં 32 ટકાની તેજી આવી છે. આ જ પ્રકારે તે એક મહિનામાં 64 ટકા ઉછળ્યો છે. જો આપણે પાછલા 6 મહિનાની વાત કરીએ તો, જેનસોલ ઇંજિનિયરિંગના શેરે પોતાના રોકાણકારોને 607 ટકાનો મોટો નફો આપ્યો છે. વર્ષ 2022માં આ શેર અત્યાર સુધી 387 ટકાનું રિટર્ન આપી ચૂક્યો છે. એક વર્ષમાં આ શેરે 961 ટકાની છલાંગ લગાડી છે. એક લાખના બનાવ્યા દસ લાખ:- જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા જેનસોલ ઇંજિનિયરિંગના શેરમાં એક લાખ રૂપિયા લગાડ્યા હોય અને પોતાના રોકાણને જાળવી રાખ્યું હોય તો, આજે તે એક લાખના બદલે તેને 1,061,095 રૂપિયા મળી રહ્યા હોત. આ પ્રકારે એક વર્ષમાં તેના પૈસા દસ ગણા વધી ગયા છે. તે જ પ્રકારે જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેનું રોકાણ 707,612 રૂપિયા બની ગયું હોત. જો કોઈ ઇન્વેસ્ટરે વર્ષ 2022ની શરૂઆતમાં એક લાખ લગાવીને જેનસોલ ઇંજિનિયરિંગના શેર ખરીદ્યા હોય તો આજે તેની પાસે જે શેર હોય તેની કિંમત 487,578 રૂપિયા થઈ ગયી હોય. આમ આ શેરે રોકાણકારોને માલામાલ કરી દીધા છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment