ખાલી ભોજનમાં જ નહિ, પરંતુ આટલી જગ્યાએ મીઠાનો ઉપયોગ કરી શકાય છે.

મિત્રો નમક, આ નામથી નાનું બાળક પણ પરિચિત હોય છે. કેમ કે નમક આપણા રોજિંદા જીવનની જરૂરિયાત બની ગયું છે. નમકનો મોટાભાગનો ઉપયોગ આપણા ઘરના કિચનમાં થતો હોય છે. કેમ કે નમક વગર કોઈ પણ રસોઈ પૂરી ન થાય, અથવા તો નમક વગરના ભોજનની કલ્પના પણ ન કરી શકાય. જો ભોજનમાં દરેક પ્રકારના મસાલા નાખવામાં આવે અને માત્ર નમક નાખવાનું ભૂલાય જાય તો પણ ભોજન સ્વાદ વગરનું બને છે. 

પરંતુ આજે અમે તમને આ લેખમાં કંઈક એવું જણાવશું કે તમને થોડો આશ્વર્ય થશે. ભોજનમાં તો નમકનો ઉપયોગ બહેતરીન રીતે થાય છે, પરંતુ ભોજન સિવાય પણ નમકનો ઉપયોગ અન્ય ઘણી વસ્તુઓમાં થાય છે અને તેનો પ્રયોગ પણ ખુબ જ અસરકારક રહે છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે, રસોઈ સિવાય કંઈ કંઈ જગ્યા પર નમકનો ઉપયોગ કરી શકાય. તો ચાલો જાણીએ નમકનો ઉપયોગ કંઈ કંઈ જગ્યા પર થાય.

ખંજવાળથી છુટકારો મળે છે : ગરમી હોય અથવા તો ચોમાસાના સમયમાં મચ્છરનો ત્રાસ ખુબ જ હોય છે. મચ્છર કરડવાથી ખુબ ખંજવાળ આવતી હોય છે. અને તેના કારણે લાલ ફોલ્લી પણ થઈ જતી હોય છે. તો મચ્છરના કરડવાથી જો ખંજવાળ આવતી હોય તો નમક તેના માટે ખુબ જ કારગર સાબિત થાય છે. તેના ઉપાય માટે તમારે થોડું નમક લેવાનું અને તેને પાણીના ટીપા વડે ભીનું કરવાનું છે. ત્યાર બાદ ઓગળી જશે અને તેને ખંજવાળ આવતી જગ્યા પર લગાવી દેવાનું. આ ઉપાય કરવાથી તમને ખંજવાળમાં ખુબ જ રાહત મળશે. 

તાંબાના વાસણ સાફ કરવા માટે : તાંબાના વાસણને ચમકાવવા માટે નમકનો પ્રયોગ ખુબ કારગર રહે છે. તેના માટેના ઉપાયમાં તમારે વિનેગર અને લીંબુને નમકમાં મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરવાનું છે. મિશ્રણ તૈયાર કર્યા બાદ વાસણને સાફ કરવાથી તેની અલગ જ ચમક આવશે. તેમજ મંદિરમાં ઉપયોગ થતા તાંબાના વાસણને તમે આ મિશ્રણ વડે સાફ કરી શકો છો. 

જામી ગયેલા મીણ માટે : જામી ગયેલા મીણને સાફ કરવામાં ખુબ જ સમય લાગે છે. પરંતુ તે સમસ્યાનું હલ પણ નમક છે. મીણબત્તીનું મીણ હવે ચપટી વગાડતા જ તમે સાફ કરી શકશો. તેના માટે તમારે એક કપ પાણીમાં અડધી ચમચી નમક નાખવાનું અને તેને 15 મિનીટ સુધી ઉકાળો. પાણી ઉકળી જાય ત્યાર બાદ તેને ઠંડું થવા દો. જ્યારે આ ઘોળ ઠંડું પડી જાય ત્યારે મીણબત્તીને નાખવાની, થોડા કલાકો સુધી મીણબત્તીને આ જ સોલ્યુશનમાં રહેવા દેવાની પછી બહાર કાશીને સારી રીતે લુછીને સુકવી દેવાની. ત્યાર બાદ મીણના દાગ નહિ પડે. 

બુટમાંથી આવતી દુર્ગંધ માટે : જો તમારા શુઝ કે બુટ માંથી ખુબ જ દુર્ગંધ આવતી હોય,  તો તેના ઉપાય માટે તમારે નાનું એવું કામ કરવાનું છે. મીઠાની એક નાની એવી પોટલી બનાવી લો, અને તમારા શુઝ કે બુટમાં રાખી દો. થોડી જ વારમાં તમારા શુઝમાંથી ગંદી દુર્ગંધ દુર થઈ જશે. 

Leave a Comment