જો આ વસ્તુ દહીંની સાથે ખાશો તો બની જશે તમારા શરીરમાં ઝેર… શું તમે તો આ ભુલ નથી કરી રહ્યાને.. જુઓ અત્યારે જ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🥣 દહીંમાં મીઠું નાખીને સેવન કરવું તે તમારા શરીર માટે છે ધીમું ઝેર.. 🥣

🥣 ક્યારેય દહીંમાં મીઠું ઉમેરી તેનું સેવન ન કરવું જોઈએ. દહીંને હંમેશા મીઠા સ્વાદ વાળી વસ્તુ સાથે ખાવું જોઈએ. જેમ કે દહીંને ખાંડ સાથે ખાવ અથવા તો ગોળ સાથે ખાવું જોઈએ. પરંતુ ક્યારેય મીઠા સાથે ન ખાવું જોઈએ. શા માટે ન ખાવું જોઈએ તેની પાછળ પણ ઘણા બધા કારણો છે. દહીંમાં મીઠું નાખી તેનું સેવન કરવાથી ઘણું નુંકશાન થઇ શકે છે. તે આપણા સ્વાસ્થ્ય અને શરીર બંને માટે ધીમું ઝેર સાબિત થઇ શકે છે.Image Source :

🥣 સામાન્ય રીતે લોકો દહીંમાં મીઠું અને જીરૂ નાખી તેનું સેવન કરતા હોઈ છે. પરંતુ શું તમે જાણો છો કે લાંબા સમય બાદ તે તમારા શરીરને નુંકશાન પહોંચાડી શકે છે. તો આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવશું કે શા માટે દહીંમાં મીઠું નાખી તેનું સેવન ન કરવું જોઈએ. જે લોકોને દહીં ખૂબ જ પસંદ છે તેમજ દહીં સેવન કરતા હોય છે તે લોકો જરૂર આ આર્ટીકલ વાંચે. તો ચાલો જાણીએ કે દહીંમાં મીઠું નાખી તેનું સેવન કરવાથી ક્યાં ક્યાં નુંકશાન થઇ શકે છે આપણા શરીરને.

🥣 મિત્રો દહીંમાં  કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા હોય છે અને તે બેક્ટેરિયા જીવિત રહે છે. તે જીવિત બેક્ટેરીયાનું સેવન જ આપણે કરવું જોઈએ. દહીંને આયુર્વૈદિક ભાષામાં જીવાણુઓનું ઘર કહેવામાં આવે છે. તે બેક્ટેરિયા જો જીવિત આપણા શરીરમાં જાય તો જ તે આપણા માટે ફાયદાકારક રહે છે. માટે દહીં આપણે ખાઈએ છીએ તે તેમાં રહેલા જીવિત બેક્ટેરિયા માટે જ આહારમાં લઈએ છીએ.

Image Source :

🥣 એક કપ દહીંમાં લગભગ એક કરોડથી પણ વધારે બેક્ટેરિયા હોય છે. હવે થાય એવું કે જો એક કપ દહીં તમે ખાઈ લીધું અને જીવાણું જીવિત હોય અને ખાધું હોય તો તે દહીં તમારા શરીર માટે કામ આવશે. પરંતુ તે જ એક કપ દહીંમાં જો તમે એક ચપટી પણ મીઠું નાખી દીધું તો એક જ મીનીટમાં બધા જ બેક્ટેરિયા નષ્ટ પામે છે. કારણ કે મીઠામાં રહેલા કેમિકલ્સ બેક્ટેરિયાના દુશ્મન છે માટે એક જ મિનીટમાં બધા બેક્ટેરિયા નષ્ટ પામે છે. હવે તે મીઠા વાળું દહીં ખાવ તો તેનો મતલબ છે કે તમે મરેલા બેક્ટેરીયાનું સેવન કર્યું. માટે તે દહીં તમારા માટે ખાલી નામ પૂરતું ખાવાનું થયું તેનો કોઈ જ લાભ શરીરને મળતો નથી. માટે જ આયુર્વૈદમાં એવું કહેવાયું છે કે દહીંમાં  એવી કોઈ વસ્તુ મિક્સ કરીને ખાવ કે જે દહીંમાં રહેલ બેકટેરિયાને વધારે તેને મારે નહિ. તેથી જ કહેવાય છે કે દહીંમાં સૌથી ઉત્તમ છે ગોળ નાખીને ખાવું કારણ કે દહીંમાં ગોળ નાખવાથી બેક્ટેરિયાની સંખ્યા બમણી થઇ જાય છે. એક કરોડમાંથી બે કરોડ થઇ જાય છે.

Image Source :

🥣 માટે દરેક વ્યક્તિ દહીં ખાવાનો આ નિયમ બદલી નાખવો જોઈએ. દહીંમાં ક્યારેય મીઠું નાખીને નહિ પરંતુ ગોળ અથવા તો મિશ્રી જેવી મીઠી વસ્તુ નાખીને ત્યાર બાદ તેનું સેવન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ પણ દહીંમાં મિશ્રી નાખીને જ તેનું સેવન કરતા હતા.

🥣 જ્યારે તમે મીઠા વગરનું દહીં ખાવ તો તે જલ્દી પચી  જાય છે તેમજ તેના કારણે અન્ય લાભો મળે છે તે બીજી વસ્તુને પચાવવામાં મદદ કરે છે. જેના કારણે આપણી પાચનશક્તિ સક્રિય બને છે. પરંતુ જો દહીંમાં મીઠું નાખવામાં આવે તો બેક્ટેરિયા આગળ જણાવ્યું તે પ્રમાણે બેક્ટેરિયા મરી જાય છે. તે દહીં ખાધા બાદ દહીં અંદર પચતું નથી જેના કારણે અપચાની સમસ્યા ઉદ્દભવે છે આ ઉપરાંત ગેસ પણ થાય છે. તેમજ હાર્ટબર્ન અને એસીડીટી પણ થઇ શકે છે. માટે દહીંને ક્યારેય પણ મીઠાની સાથે સેવન ન કરવું જોઈએ તેના બદલે તેમાં ખાંડ નાખો અથવા તો ગોળ નાખી તેનું સેવન કરો જેથી તમારા શરીરને નુંકશાન ન થાય અને વધુને વધુ લાભો મળે.

Image Source :

🥣 મિત્રો દૂધ માટે પણ કંઈક આવો જ નિયમ છે કે જ્યારે તમે દૂધ અને દૂધની બનાવેલી વસ્તુનું સેવન કરો છો ત્યારે તમારે તેની સાથે કોઈ પણ મીઠા વાળી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. જેમ કે તમે દૂધમાંથી ખીર બનાવો તો માત્ર ખીરને રોટલી સાથે તેમજ પૂરી સાથે ખાઓ પરંતુ તેની સાથે શાક ન ખાવું. પરંતુ કોઈ કહેશે કે આવું તો શક્ય નથી શાક તો ખાવા જોઈએ જ તો આયુર્વેદમાં તેનો પણ એક રસ્તો છે કે તમે તમારું મીઠું બદલી નાખો. તમે તમારા શાકમાં સિંધાલુણનો ઉપયોગ કરો જેને કોઈ લોકો પાકિસ્તાની અથવા લાહોરી મીઠું પણ કેહતા હોય છે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment