અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🤴 આજે આપણે એક એવા બાળકની કથા જોઈશું જે પોતાના જીવનકાળને પૂર્ણ કર્યા પહેલા જ યમલોકમાં પહોંચી ગયો હતો.Image Source :
🤴 ખુબ પૌરાણિક વાત છે . એક ઋષિ હતા તેનું નામ હતું વાલશ્રવા. તે ખુબ જ મોટા વિદ્ધાન અને ચરિત્ર વાન ઋષિ હતા. તેને એક પુત્ર હતો નચિકેતા. એક વાર ઋષિ વાલશ્રવાએ વિશ્વજીત નામનો એક યજ્ઞ કરવાનું નક્કી કર્યું. અને તેને પ્રતિજ્ઞા કરી કે તે આ યજ્ઞ દરમિયાન પોતાની બધી જ સંપત્તિ દાન કરી દેશે. ઘણા દિવસો સુધી યજ્ઞ ચાલતો જ રહ્યો. ધીમે ધીમે મહર્ષિએ પોતાની બધી જ વસ્તુ દાન કરી દીધી. યજ્ઞની સમાપ્તિ પછી મહર્ષિએ પોતાની બધી ગાયોનું પણ દાન કરી દીધું. દાન દઈને મહર્ષિ ખુબ જ સંતુષ્ટ થયા.
🤴 પરંતુ તેના પુત્ર નચિકેતાને ગાયોનું દાન આપવું તે યોગ્ય ન લાગ્યું. કેમ કે તે બધી ગાય વૃદ્ધ અને દુર્બળ હતી. આવી ગાયોને દાનમાં આપવાથી કોઈ પણ પ્રકારનો લાભ નહી થાય. નચિકેતાને વિચાર આવે છે કે પિતાજી જરૂર બહુ મોટી ભૂલ કરો રહ્યા છે અને હું તેનો પુત્ર હોવાને કારણે મારે તે ભૂલ પિતાજીને બતાવવી જોઈએ.
🤴 નચિકેતા પિતાજી પાસે જાય છે અને કહે છે, “પિતાજી જે ગાયોને તમે દાન સ્વરૂપે દીધી તેની અવસ્થા એવી નથી કે તે કોઈને પણ દાનમાં આપવી જોઈએ અને તે વૃદ્ધ અને દુર્બળ થઇ ગઈ છે.”
🤴 પછી મહર્ષિ નચિકેતાને ઉત્તર આપતા કહે છે, “મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી બધી જ સંપત્તિ દાન કરી દઈશ. ગાયો પણ મારી સંપત્તિ જ હતી એટલા માટે મેં તેનું દાન કરી દીધું.”
🤴 નચિકેતાએ કહ્યું કે, “મને લાગે છે કે દાનમાં તે જ વસ્તુ દેવી જોઈએ જે બીજાને કામ આવી શકે. એવી વસ્તુનું શું મહત્વ જે બીજાને ઉપયોગમાં ન આવે. હું તો તમારો પુત્ર છું મારું દાન કોને કરશો ?”
🤴 મહર્ષિએ નચિકેતાની વાતનો કોઈ પણ ઉત્તર ન આપ્યો. પરંતુ નચિકેતાએ વારંવાર એક પ્રશ્ન તેના પિતા સામે દોહરાવ્યો અને તેનાથી મહર્ષિને ક્રોધ આવ્યો અને કહ્યું કે “જા હું તને યમરાજને સોપું છું.” નચિકેતા એક આજ્ઞાકારી પુત્ર હતો. અને તેણે નક્કી કર્યું કે હવે યમરાજને મળવા માટે જવું જ પડશે. જો હું નહિ જાવ તો ભવિષ્યમાં મારા પિતાજીનું સમ્માન નહિ કરવામાં આવે. નચિકેતાએ મહર્ષિને કહ્યું કે “મને આજ્ઞાઆપો પિતાજી હું યમરાજ પાસે જાવ છું.” ખુબ સમજી અને વિચારીને હૃદયને કઠોર કરીને વાલશ્રવાએ નચિકેતાને યમરાજ પાસે જવાની અનુમતિ આપી દીધી.
🤴 પછી નચિકેતા યમલોક પહોંચી જાય છે. પરંતુ યમરાજ ત્યાં ન હતા, યમરાજના દૂતોએ જોયું કે નચિકેતાનું જીવનકાળ પૂર્ણ નથી થયું એટલે તેની તરફ કોઈએ પણ ધ્યાન ન આપ્યું. પરંતુ નચિકેતા ત્રણ દિવસ સુધી યમલોકની બહાર જ ભૂખ્યા અને તરસ્યા રહીને દ્વારા પર બેઠા રહ્યા.
🤴 ચોથા દિવસે યમરાજે નચિકેતાને તેનો પરિચય પૂછ્યો તો બાળક નચિકેતાએ નિર્ભય થઈને અને વિનમ્રતાથી પોતાનો પરિચય આપ્યો. અને એ પણ બતાવ્યું કે હું મારા પિતાજીની આજ્ઞાથી અહીંયા આવ્યો છું. યમરાજ તેની પિતૃ ભક્તિ ઉપર પ્રસન્ન થયા અને તેણે એ વિચાર્યું કે આ બાળક તો યમલોક માટે અતિથી છે. મેં અને મારા દૂતોએ ઘરે આવેલા અતિથીનો સત્કાર નથી કર્યો અને યમરાજે નચિકેતાને કહ્યું કે, “ઋષિ કુમાર તું મારા દ્વારા પર ત્રણ દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા પડ્યો રહ્યો. તું મારી પાસેથી ત્રણ વરદાન માંગી લે.”
🤴 નચિકેતા એ યમરાજને પ્રણામ કરતા કહ્યું કે “જો તમે મને વરદાન આપવા માંગતા જ હોવને તો પહેલું વરદાન હું એ માંગું છું કે “અહીંયાથી પરત ફરતી વખતે મારા પિતા મને ઓળખી જાય અને મારા પિતાજીનો ક્રોધ પણ શાંત થઇ જાય.” યમરાજે કહ્યું, “તથાસ્તુ વત્સ.” અને હવે બીજું વરદાન માંગ. નચિકેતાએ કહ્યું, “ભગવાન પૃથ્વી પર ઘણા બધા દુઃખો છે મને તે દુઃખોને દુર કરવાનો ઉપાય બતાવો. પછી યમરાજાએ ખુબ જ પરિશ્રમથી તે વિદ્યા નચિકેતાને શીખવી. અને પૃથ્વી પરના દુઃખોને દુર કરવા માટે વિસ્તારથી નચિકેતાને જ્ઞાન આપ્યું.
🤴 ખુબ જ બુદ્ધિમાન નચિકેતાએ થોડા જ સમયમાં તે બધી જ વિદ્યા શીખી લીધી. નચિકેતાની એકાગ્રતા અને સિદ્ધિ જોઇને યમરાજ ખુબ જ પ્રસન્ન થયા. પછી યમરાજે નચિકેતાને ત્રીજું વરદાન માંગવા માટે કહ્યું. નચિકેતા એ કહ્યું કે, “મૃત્યુ શા માટે થાય છે, મૃત્યુ થયા પછી વ્યક્તિનું શું થાય છે અને વ્યક્તિ ક્યાં જાય છે ?”
🤴 આ પ્રશ્ન સાંભળીને યમરાજ પણ આશ્વર્યચકિત થઇ ગયા અને નચિકેતાને કહ્યું કે, “તું આ સંસારની કોઈ પણ વસ્તુ માંગી લે પરંતુ એ પ્રશ્ન રહેવા દે. નચિકેતા અડગ રહ્યો અને બોલ્યો, “ભગવાન તમે વરદાન દેવાનું સ્વીકાર્યું છે તો મારે આ રહસ્ય વિશે જાણવું જ છે. નચિકેતાની દ્રઢતાને જોઇને તેણે બતાવ્યું કે મૃત્યુ શું છે અને અસલમાં તેનું રૂપ શું છે. “આ વિષય ખુબ જ કઠીન છે એટલા માટે અહિયાં તેનું વર્ણન નહિ કરી શકાય.”
🤴 પરંતુ કહેવાય છે કે જેણે પાપ નથી કર્યું, બીજાને પીડા નથી પહોંચાડી, જે સાચા રસ્તા પર ચાલ્યા હોય, તેને ક્યારેય મૃત્યુની પીડા નથી થતી અને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી થતું.
🤴 આ પ્રકારે નચિકેતાએ નાની એવી ઉમરમાં પોતાની પિતૃ ભક્તિ અને દ્રઢતા અને પોતાની સચ્ચાઈના બળ ઉપર એવા જ્ઞાનને પ્રાપ્ત કર્યું જે આજ સુધી મોટા મોટા પંડિત અને વિદ્વાન નથી મેળવી શક્યા. અને એક નાનો એવો બાળક યમલોક જઈને દુનિયાનું ભલું કરવા માટે ધરતી પર પરત ફરે છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી