💁 જાણો એવી ટીપ્સ જે તમારી રસોઈને બનાવશે સ્વાદિષ્ટ અને ટેસ્ટી.. 💁
મિત્રો તમે ઈચ્છો કે ઘરના સભ્યો તમારી દરેક રસોઈના વખાણ કરે તો અમારી આ ટીપ્સ અચૂક વાંચજો. કારણ કે અમારી આજની ટીપ્સ તમે ઉપયોગમાં લેશો તો લોકો તમારી રસોઈના વખાણ કરતા નહિ થાકે તેટલી સ્વાદિષ્ટ બનશે.1 આલૂ પરોઠા તો લગભગ બધાને ભાવતા જ હશે પરંતુ જો તમે આલું પરોઠાને વધારે ટેસ્ટી બનાવવા માંગો છો તો તેમાં બટેટાના મિશ્રણમાં મેથીના પાંદડા સૂકવીને નાખી દો. ખુબ જ સારો ટેસ્ટ આવશે.
2 મિત્રો જો તમે ખુબ જ સ્વાદિષ્ટ દાળ બનાવવા માંગતા હોય તો જ્યારે તમે દાળને બાફવ મૂકો છો ત્યારે તેમાં એક ચમચી હકદાર નાખી દો અની બે થી ત્રણ ટીપા બદામનું તેલ નાખી દો. આવું કરવાથી દાળ સરસ રીતે બફાશે અને ખુબ જ સારું ટેક્સચર આવશે તેમજ એકદમ સ્વાદિષ્ટ બનશે તમારી દાળ.
3 મિત્રો ઘણા લોકોને સોફ્ટ ઈડલી ખુબ જ ભાવતી હોય તો ઘણા લોકોને ઈડલી વગેરે ખાવાથી ગેસ થતો હોય તો આ બંને વસ્તુનો એક માત્ર ઈલાજ છે મેથી દાણા. જ્યારે તમે દાળને પલાળો છો ત્યારે તેમાં મેથીદાણા પણ નાખી દો અને તેને દાળ સાથે જ પીસી લો. આવું કરવાથી ઈડલી એકદમ સોફ્ટ બનશે અને ગેસ થવાની પણ સમસ્યા નહિ રહે અને સ્વાદમાં પણ લાજવાબ બનશે.4 ઈડલી, ઢોસા, ભજીયા વગેરે જેવી વસ્તુઓને તમે ક્રિસ્પી કંઈ રીતે બનાવી શકો અને તેના માટે શું કરવું જોઈએ તે સવાલ રહેતો હોય છે. તો તેના માટે જ્યારે તમે તેનું મિશ્રણ તૈયાર કરતા હોય ત્યારે તેમાં બેથી ત્રણ ચમચી દૂધ નાખી દો અને ત્યારબાદ તમારા બેટરને બરાબર હલાવી લો. ત્યારબાદ તેમાંથી જે પણ વસ્તુ બનાવશો તે ક્રિસ્પી જ બનશે. પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલા મિશ્રણમાં દૂધ નાખી હલાવી લો ત્યારબાદ જ તેમાં મીઠું ઉમેરવાનું છે.
5 તમારે લાંબો સમય સુધી પનીર ટકાવી રાખવું હોય એક વાસણમાં પાણી ભરી લો તેમાં પનીર રાખી દો.એક વસ્તુનું ધ્યાન રાખવું કે પાણી પનીરની ઉપર સુધી આવી જવું જોઈએ. આવું કરવાથી પનીર પીળું નથી પડતું અને એકદમ ફ્રેશ રહે છે. તેમજ સમયે સમયે આ પાણી બદલાવતું રહેવું. આ રીતે તમે વધારે સમય પનીરને સ્ટોર કરી શકો છો.6 ખીર તો લગભગ ઘરોમાં બનતી જ હોય છે પરંતુ આટલી સ્વાદિષ્ટ ખીર તમે ક્યારેય નહિ બનાવી હોય. તો ખીરને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે જ્યારે ખીર ઉકળતી હોય ત્યારે એક ચપટી મીઠું નાખી તો તેમાં. તેનાથી ખાંડની માત્ર પણ જળવાઈ રહેશે અને ખીર પણ સ્વાદિષ્ટ બનશે.
7 મિત્રો દહીંવડાનું નામ લેતા મોંમાં પાણી આવે પરંતુ તેની પ્રક્રિયા ખુબ જ જટિલ લાગે પરંતુ આજે અમે તમને ઝડપથી દહીંવડા બનાવવાની ટીપ્સ જણાવશું. જ્યારે તમે વડા બનાવો ત્યારે તે ખુબ જટિલ બની જાય અને હાથમાં ચીપકી જતા હોય છે તો ત્યારે તમારે હાથમાં પાણી લગાવી વડા બનાવવા અને તળવા તેનાથી વડા જલ્દી બની જશે તેમજ હાથમાં ચોંટશે નહિ અને તેલમાં સરકી જશે.8 મિત્રો કઢીને પણ તમે વધારે સ્વાદિષ્ટ બનાવી શકો છો આ ટીપ્સ દ્વારા. કઢીને સ્વાદિષ્ટ બનાવવા માટે તેને સતત હલાવતા રહો જ્યાં સુધી ઉકળી ન જાય ત્યાં સુધી ત્યારબાદ ગેસને ધીમી આંચ પર રાખી દો અને કઢી પર એક ડીશ ઢાંકી દો. કઢી પર ડીશ એવી રીતે ઢાંકવી કે અડધી કડાઈ ખુલી રહે. ત્યારબાદ થોડી વાર પકાવો. આવું કરવાથી કઢી ખુબસરસ બનશે.
9 મિત્રો ક્યારેક તમારે શાક ન બનાવવું હોય તો તમે રાયતાને એક નવો ટ્વીસ્ટ આપીને તેને રોટલી સાથે પણ ખાઈ શકો છો. તેના માટે તમારે થોડું દેશી ઘી ગરમ કરવાનું છે અને તેમાં ઘી ગરમ થયા બાદ હિંગ નાખવાની છે અને ત્યારબાદ રાયતું નાખી મિક્સ કરી એક મિનીટ પકાવવાનું છે.ત્યારબાદ તૈયાર છે વઘારેલું રાયતું તમે તેને શાકની જગ્યાએ ખાઈ શકો છો.
10 પરોઠાને સ્વાદિષ્ટ અને લેયર વાળા બનાવવા હોય તો પરોઠા વણતી વખતે તેમાં ઘી લગાવવું. તેવું કરવાથી પરોઠા ફૂલાયેલા અને લેયર વાળા બનશે.
જો આ બધી ટીપ્સ ગમી હોય અને બીજી ટીપ્સ પણ જાણવા માંગતા હોવ તો next part લખી કોમેન્ટ કરજો અમે બીજી ટીપ્સ જરૂર લખીશું.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ