અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🚌 ન લાલ, ન સફેદ આખરે શાળાની બસો પીળા રંગની જ શા માટે હોય છે ? 🚌
🚌 મિત્રો તમે રસ્તા પર મુસાફરી કરતા હોય તો તમે જોયું જ હશે કે રસ્તા પરના બધા જ વાહનોની અવર જવર રહેતી હોય છે. જેમાં તમે ઘણી વાર શાળાની બસો પણ જોઈ હશે અથવા તો તમારા બાળકો શાળામાં ભણતા હોય તો તેમને જે બસ લેવા તથા મૂકવા માટે આવતી હોય છે તે પણ તમે જોયી જ હશે. તો તમે એક વસ્તુ તો નોટીસ કરી જ હશે કે દરેક સ્કુલ બસ એટલે કે શાળાની બસ જે વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે છોડે છે તે હંમેશા પીળા રંગની જ હોય છે.Image Source :
🚌 આપણા મનમાં એક સવાલ થાય કે ઘણા બધા કલરો છે જેમ કે લીલો, લાલ, ગુલાબી, બ્લુ, સફેદ પરંતુ આ બધા કલરને છોડીને સ્કુલ બસ માટે માત્ર પીળો કલર જ શા માટે પસંદ કરવામાં આવ્યો હશે. તે સ્કુલ વાળા પ્રિન્સિપલ દ્વારા નક્કી કરેલો નથી. કારણ કે તેવું હોય તો દરેક સ્કુલની બસનો કલર અલગ અલગ હોય. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે સ્કુલ કોઈ પણ હોય પરંતુ તેની સ્કુલ બસનો રંગ હમેંશા પીળો જ હોય છે. તો દરેક શાળા માટે આવું લાગુ પડતું હોય તો તેની પાછળ પણ કંઈક સ્ટ્રોંગ રીઝન તો હશે જ ને ? તો ચાલો જાણીએ કે શા માટે સ્કુલ બસનો રંગ પીળો હોય છે.
🚌 મિત્રો સંયુક્ત રાજ અમેરિકાનો કાનૂન એવું કહે છે કે ફ્લેશિંગ લાઈટ અને સેફટી ડીવાઈસની સાથે સાથે સ્કુલ બસનો રંગ પણ પીળો રાખવો જોઈએ. ૧૯૪૯ માં ડોક્ટર ફ્રેંક ડબ્લ્યુએ સ્કુલ નિયમો સ્થાપના માટે એક સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં સંયુક્ત રાજ્યોએ પોતાની સ્કુલમાં એક નિયમો તેવો પણ નક્કી કર્યો જેમાં સ્કુલની બધી બસો પીળા રંગની રાખવામાં આવે. આ રંગને નેશનલ સ્કુલ બસ ક્રોમથી ઓળખવામાં આવતો હતો.
🚌 તમે જોયું હશે કે સ્ટોપ લાઈટ અને લાલ રંગની જ હોય છે. ઘણા લોકોનું એવું માનવું હોય છે કે લાલ રંગ વધારે ધ્યાન આકર્ષિત કરે છે પરંતુ મિત્રો આ વાત ખોટી છે હકીકતમાં પીળો રંગ બધા રંગની તુલનામાં વધારે આકર્ષિત કરે છે. મિત્રો આવો તમને ક્યારેક અનુભવ પણ થયો હશે તો ચાલો જાણીએ.
🚌 મિત્રો ઘણા લોકો સામે કોઈ પણ પીળી વસ્તુ રાખવામાં આવે તો તેની નજર બધી વસ્તુ પર પછી પડે પહેલા પીળા રંગની ઉપર પડે છે.
🚌 મિત્રો વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે પીળા રંગને લાલ રંગની તુલનામાં 1.24 ગણું સ્પષ્ટતાથી જોઈ શકાય છે. અંધારામાં જેવું વાતાવરણ થાય ત્યારે પીળો રંગ સરળતાથી જોઈ શકાય છે. આ કારણોથી જ સ્કુલ બસ પીળા રંગની રાખવામાં આવે છે. તો મિત્રો તેનો પીળો રંગ આમ જોવા જઈએ તો બાળકોની સેફટી માટે રાખવામાં આવે છે જેથી કોઈ અન્ય વાહનો દૂરથી સ્કુલ બસ આવે છે તેવો અંદાજો લગાવી શકે અને પોતાના વાહનોને ધીમા કરે.
🚌 તો મિત્રો ક્યારેય પણ કોઈ ટ્રક ડ્રાઈવર કે કોઈ અન્ય ભારે વાહન ચાલકો જો પીળા રંગની બસ આવતી હોય તો સરળતાથી સમજી જાય કે દૂરથી સ્કુલ બસ આવે છે તો તે એલર્ટ થઇ જાય. કારણ કે સ્કુલ બસમાં વારંવાર સ્ટોપ થતા હોય છે બાળકોને પીકઅપ અને ડ્રોપ કરવા માટે તેથી અન્ય ભારે વાહનો સ્કુલ બસને જોઇને પોતાના વાહનની ઝડપ ધીમી કરી દે માટે સ્કુલ બસનો રંગ પીળો રાખવામાં આવ્યો છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Superb jay hind