ઇમ્યુનિટી, લોહી વધારવાથી લઈ કેન્સર સહિત અનેક બીમારીઓથી બચવા કરો આનું સેવન, જાણો તેની રેસિપી અને શરીરને થતા ફાયદા…

ખાનપાનમાં પોષક તત્વોની કમીના કારણે શરીરમાં લોહીની કમી અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય ઘણી મહિલાઓને હાર્મોનલ અસંતુલનની પરેશાનીનો પણ સામનો કરવો પડે છે. તેવામાં શરીરમાં હિમોગ્લોબીનની કમી પૂરી કરવા અને તંદુરસ્ત રહેવા માટે તમે ડેઈલી ડાયટમાં કાળા ચણાની ચાટને સામેલ કરી શકો છો.

કાળા ચણામાં બધા જ જરૂરી વિટામિન્સ, મિનરલ્સ, આયરન, અન્ય પોષક તત્વ અને એન્ટી ઓક્સીડેંટસ ગુણ હોય છે. તે શરીરને અંદરથી સ્ટ્રોંગ કરીને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. ચાલો તો કાળા ચણાની ચાટ બનાવવાની રીત અને ફાયદાઓ વિશે જાણી લઈએ.

ચાટ બનાવવા જરૂર સામગ્રી : કાળા ચણા – 1 કપ (4 થી 5 કલાક પલાળેલા), કોથમીર – ¼ કપ (સમારેલી),  લીલા મરચા – 1 (સમારેલ), ડુંગળી – 1 કપ (સમારેલી), બાફેલા બટેટા – 1 કપ (સમારેલા), મીઠું – સ્વાદ અનુસાર, ચાટ મસાલા – 2 નાની ચમચી, પીસેલું જીરું – 1 નાની ચમચી, લીંબુ રસ – સ્વાદ અનુસાર.

બનાવવાની રીત : સૌથી પહેલા ચણાને ધોઈ નાખો અને બાફી લો, પછી ચણામાંથી પાણી કાઢીને તેને ઠંડા થવા દો. હવે એક બાઉલમાં બધી વસ્તુઓ મિક્સ કરી લો. તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને ખાવાનો આનંદ લો.

ચણાના ફાયદાઓ – લોહીની કમી દુર કરે છે : કાળા ચણામાં આયરન હોવાથી તેનાથી લોહીની વધારવામાં મદદ મળે છે. તેવામાં એનીમિયાથી લડતા લોકોએ તેનું સેવન જરૂર કરવું જોઈએ.

હાર્મોન લેવલ ઠીક કરવા : સામાન્ય રીતે મહિલાઓમાં હાર્મોન લેવલ અસંતુલિત રહેતું હોય છે. તેવામાં કાળા ચણાની બનાવેલ ચાટ બેસ્ટ ઓપ્શન છે. તેના સેવનથી હાર્મોન્સ બેલેન્સ કરવામાં મદદ મળે છે.

બ્લડ શુગર : તેના સેવનથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તેવામાં ડાયાબિટીસના દર્દી તેને પોતાના ડેઈલી ડાયટમાં સામેલ કરી શકે છે.
પાચન : તેનું સેવન કરવાથી પાચન ક્રિયા સારી બને છે. તેવામાં અપચો, કબજિયાત વગેરેની સમસ્યા પણ દુર થઈ જાય છે.

વજન ઘટાડે : પોષક તત્વોથી ભરપુર કાળા ચણા  ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેના સેવનથી ઓવર ઇટીંગની પરેશાનીથી બચી શકાય છે. તેવામાં તમે વજન કંટ્રોલ કરવામાં તેને પોતાના ડેઈલી ડાયટમાં સામેલ કરી શકો છો.

કેન્સરથી બચાવે : કાળા ચણાના સેવનથી કેન્સર જેવી ગંભીર બીમારી થવાથી બચી શકાય છે. તેવામાં તમે પોતાનો સ્વાદ ખરાબ કર્યા વગર ઘણી બીમારીથી બચી શકો છો.હૃદય માટે ફાયદાકારક : પોષક તત્વ અને એન્ટી ઓક્સીડેંટસ ગુણોથી ભરપુર કાળા ચણાના સેવનથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. આ રીતે હૃદયને સ્વસ્થ રહેવાથી હૃદયની સમસ્યાઓનો ખતરો ઓછો રહે છે.

ઇમ્યુનિટી : તેના સેવનથી ઇમ્યુનિટી તેજ થવામાં મદદ મળે છે. તેવામાં થાક, કમજોરી દુર થઈને શરીર લાંબા સમય સુધી તંદુરસ્ત રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment