કેરી અને તરબૂચને ફ્રિઝમાં રાખતા હો તો ચેતી જજો, વૈજ્ઞાનિક રીતે છે જીવનું જોખમ. જાણો આ પાછળનું રહસ્ય….

ઉનાળો આવતા જ લોકો ખાવાની વસ્તુઓ ફ્રિઝમાં રાખવાનું શરૂ કરી દેતા હોય છે. તેમને લાગે છે કે અમુક વસ્તુઓને બહાર રાખવાથી બગડી જાય છે અને ફ્રિઝમાં રાખવાથી તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે. પરંતુ શું આ મૌસમમાં ખાવાની દરેક વસ્તુઓ ફ્રિઝમાં રાખવી યોગ્ય છે ? તો એક્સપર્ટ આ વિશે જણાવે છે કે ઘણી વસ્તુઓને ફ્રિઝમાં રાખવાથી માત્ર તેનો સ્વાદ જ નથી બદલતો, પણ તે ઘણી રીતે આપણા શરીર માટે નુકશાન પહોંચાડે છે.

ઉનાળાની ઋતુમાં કેરી અને તરબૂચ સૌથી વધુ ખવાતા ફળ છે અને એક્સપર્ટ કહે છે કે, આ બંને ફળોને ફ્રિઝમાં સજાવીને નથી રાખી શકાતા. આ વાત તમારા માંથી ઘણા લોકોને અજીબ લાગશે. ચાલો તો હવે તમને જણાવીએ કે ક્યાં ફળોને ફ્રિઝમાં ન રાખવા જોઈએ. અને જો ન રાખવા જોઈએ તો શા માટે ન રાખવા જોઈએ અને તેનાથી આપણા શરીરને શું નુકસાન થાય છે. માટે આ લેખને અંત જરૂર વાંચો.

ફેમસ ડાયટીશીયન અને ‘ધ બાઈટીંગ ટુથ’ ની સંસ્થાપક એલેક્સ પાર્કર કહે છે કે, કેરી અને તરબૂચ જેવા ફળ ઉનાળામાં ફ્રિઝ બહાર જ રાખવા જોઈએ. આ બંને ફળને ફ્રિઝમાં ક્યારેય ન રાખવા જોઈએ. કારણ કે ઓછા તાપમાનમાં તે બગડી જવાની સંભાવના વધુ રહે છે. કેરી અને તરબૂચને સમારીને તો ફ્રિઝમાં ક્યારેય ન રાખવા જોઈએ.

એક્સપર્ટનું કહેવું છે કે, તરબૂચ વિશેષ રૂપે એલીથીન પ્રતિ સંવેદનશીલ હોય છે. આ એક હાર્મોન છે જે ફળ અને શાકભાજી પાકવા પર ઉત્સર્જીત થાય છે. આ હાર્મોન બીજા ફળ-શાકભાજીની ક્વોલીટીને પણ પ્રભાવિત કરી શકે છે. આથી રસોડામાં પણ આ વસ્તુઓને ખાવાની બીજી વસ્તુઓથી દુર જ રાખવા જોઈએ.

યુનાઈટેડ સ્ટેટસ ડીપાર્ટમેંટ ઓફ એગ્રીકલ્ચરના રીપોર્ટ અનુસાર તરબૂચ, સાકરટેટી અથવા કેરી જેવા ફળને રૂમના સામાન્ય તાપમાનમાં રાખવા વધુ યોગ્ય છે. તેમાં રહેલ એન્ટી ઓક્સીડેંટસ માટે આ સારું છે, જે આપણા શરીર માટે ફાયદાકારક છે.

ફળનો રંગ અને સ્વાદ :

ઉનાળામાં લોકો કેરી અને તરબૂચ બજારથી લાવીને તેને ધોવે છે અને પછી ફ્રિઝમાં મૂકી દે છે. તેનાથી ફળનો સ્વાદ ખરાબ થઈ જાય છે. આથી ફળને જો તમે ફ્રિઝમાં થોડીવાર માટે રાખો છો તો તેને કાપીને રાખવાની ભૂલ ન કરો. આ ‘ચીલ ઇન્જરી’ ને વધારે છે. જેનાથી ફળનો રંગ અને સ્વાદ બંને બદલાઈ જાય છે.કેરીના ફાયદાઓ : કેરીમાં વિટામીન સી ની ભરપુર માત્રા હોય છે, જે રક્ત વાહિકાઓ અને હેલ્દી કોલેજનના વિકાસ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. વિટામીન સી શરીરની ઈજાને ઝડપથી ભરવાનું કામ કરે છે. આ સિવાય પણ કેરી ઘણી બીમારીઓથી આપણા શરીરની રક્ષા કરે છે.

કેરીના પીળા અને નારંગી ભાગમાં બીટા કેરોટીન મળે છે, બીટા કેરોટીન કેરીમાં મળતા ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડેંટ માંથી એક છે. કેરીમાં રહેલ એન્ટી ઓક્સીડેંટસ શરીરમાં ફ્રી રેડિકલ્સથી લડે છે. જે કેન્સર વધવા માટે જવાબદાર માનવામાં આવે છે.તરબુચના ફાયદાઓ :

તરબૂચમાં રહેલ લાઈકોપીન અને ઘણા પ્રકારના પ્લાન્ટ કમ્પાઉન્ડમાં એન્ટી કેન્સરના ગુણ હોય છે. લાઈકોપીન ઘણા પ્રકારના કેન્સરથી શરીરને બચાવે છે. ડાયજેસ્ટીવ સીસ્ટમના કેન્સર અને લાઈકોપીનની વચ્ચે એક મજબુત જોડાણ જોવા મળે છે. તેમાં વિટામીન સી જેવા એન્ટી ઇન્ફલેમેટરી ઓક્સીડેંટસ પણ મળે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment