પુરુષો ક્યારેય પણ સ્ત્રીઓની આ વાતને સમજી નથી શકતા…. જેના કારણે સ્ત્રીઓ કરતી હોય છે આવું…

પુરુષો ક્યારેય પણ સ્ત્રીઓની આ વાતને સમજી નથી શકતા…. જેના કારણે સ્ત્રીઓ કરતી હોય છે આવું…

મિત્રો એવું કહેવાય છે કે સ્ત્રીઓ કે છોકરીઓને સમજવી ખુબ જ મુશ્કેલ હોય છે. ઘણી વખત સ્ત્રીના મનમાં શું ચાલી રહ્યું હોય છે તેને સમજવા માટે પુરુષો સક્ષમ નથી હોતા. સામાન્ય રીતે તો સ્ત્રીઓનો સ્વભાવ ખુબ જ સરળ અને હૃદય કોમળ હોય છે. પરંતુ તેમના વિચારોનો કારણે તેમનો સ્વભાવ ક્યારેક જટિલ પણ હોય છે. જે પુરુષોની સમજની બહાર હોય છે.

ઘણી વખત સ્ત્રીઓ જે ન કરવા માંગતી હોય તે કરી જાય છે .આ કારણોસર ઘણી વખત  પુરુષો સ્ત્રી ને સમજી નથી શકતા પરીણામે સ્ત્રીઓ પોતાના સાથીથી નારાજ કે નિરાશ થઇ જતી હોય છે. આજે અમે આ લેખમાં અમુક એવી વાતો વિશે જણાવશું, જેના પરથી તમને જાણવા મળશે કે સ્ત્રીની કંઈ એવી વાતો છે જેને પુરુષો નથી સમજી શકતા. તો ચાલો જાણીએ તે વાતો.

સૌથી પહેલા તો છોકરી કે સ્ત્રી એવું ઈચ્છતી હોય છે, તેનો પતિ અથવા પ્રેમી સ્ત્રીના કહ્યા વગર જ સમજી જવો જોઈએ કે સ્ત્રીને શું જોઈએ છે. પછી પ્રેમ હોય કે બીજી કોઈ વસ્તુ હોય. મહિલા હમેશા એવું ઈચ્છતી હોય છે કે તેનો પતિ તેનો સાથ કહ્યા વગર જ આપે. કારણ કે સ્ત્રીઓ પોતે સામેથી તેના સાથીની જરૂરીયાતોને કહ્યા વગર સમજી જતી હોય છે. પુરુષોની તુલનાએ સ્ત્રીઓમાં સામે વાળી વ્યક્તિને સમજવાની ક્ષમતા વધારે હોય છે. સ્ત્રીને એવો પ્રેમ જોઈએ જેમાં તેને સામેની વ્યક્તિ સામેથી જ સમજી જાય અને તેને સમજાવવાની જરૂર ન પડે. સ્ત્રીને પ્રેમ મેળવવા માટે કોઈ પણ પ્રકારનો પ્રયાસ ન કરવો પડે. પુરુષ સામેથી જ પ્રેમ આપે તો સ્ત્રીઓ ખુશીનો અનુભૂતિ કરે છે.

સ્ત્રીને પોતાનો સાથી કોઈ અન્ય સ્ત્રીને સુંદર કહે, તેના વખાણ કરે, સ્ત્રીઓને જુવે, તો તેને જલન થતી હોય છે અને પુરુષ દ્વારા આવું કરવાથી ઘણી વાર સાથી મહિલા શક પણ કરવા લાગે છે. આ વાત સ્ત્રીના ચહેરા પર ન દેખાતી હોય, તેના હાવભાવમાં ન જોવા મળે પરંતુ અંદરથી સ્ત્રીઓને દુઃખ પણ થતું હોય છે અને થોડી ઈર્ષા ઓઅન થતી હોય છે. આ ઉપરાંત તમે કોઈ પાર્ટી કે પ્રસંગમાં જાવ તો તમે બીજા લોકો કરતા સાથી સ્ત્રીને વધારે જુવો અને તેને વધારે મહત્વ આપો એવું પણ ઈચ્છતી હોય છે.

સ્ત્રીઓ હંમેશા એવું ઈચ્છતી હોય છે કે તમે તેના વખાણ દરેક નાની નાની વાતમાં કરવા કરો. સ્ત્રીઓ અમુક બાબત પુરુષને ઈશારામાં સમજાવવા માંગતી હોય છે. જેને પુરુષો ઘણી વાર સમજી શકતા નથી હોતા.

સ્ત્રીઓ પુરુષો પર ખુબ જ ઝડપથી અને સરળતાથી વિશ્વાસ કરી લેતી હોય છે. જેના કારણે  આ વાત પર પુરુષો ઘણી વખત વિચારતા હોય છે અને સ્ત્રીના પાસ્ટ વિશે જણાવાની કોશિશ કરતા હોય છે. પરંતુ આ વાત સ્ત્રીઓને ક્યારેય પસંદ નથી હોતી. પરંતુ સ્ત્રીઓની પ્રકૃતિ જ એવી હોય છે કે દરેક પુરુષ પર તે તરત જ વિશ્વાસ કરી લેતી હોય છે.

સ્ત્રીઓને તેનો સાથી વધારે સલાહ આપે તે પસંદ નથી આવતું. પરંતુ જો તેની પાસેથી કોઈ વાતનો અભિપ્રાય માંગવામાં આવે તો તે તેને ખુબ જ પસંદ આવે છે. તેમનો સાથી તેમના ખર્ચનો હિસાબ માંગે તે પણ સ્ત્રીઓને પસંદ નથી હોતું. જે પુરુષો ઘણી વખત માંગતા પણ હોય છે.  

ઘણી વાર સ્ત્રીઓ ગુસ્સો કરતી હોય છે. તો તેવા સમયે દર વખતે સ્ત્રીને ખરેખર ગુસ્સો આવતો હોતો નથી. ઘણી વાર તે તેના પુરુષ સાથી સામે પોતાની વાત સમજાવવા માટે દેખાવ પણ કરતી હોય છે. જેની પાછળ તેનો પ્રેમ છુપાયેલો હોય છે. ઘણી વાર આપણા કોઈ કામમાં સ્ત્રી હા કહેવા માંગતી હોય છે પરંતુ તે ના કહી દેતી હોય છે. તેના કહેવી હોય હા પરંતુ ના કહી દેતી હોય છે. જે વાત પુરુષની સમજ બહારની હોય છે. જેના કારણે સ્ત્રીઓને જાહેરમાં મુશ્કેલી પણ અનુભવાતી હોય છે. અને પુરુષો સમજી નથી શકતા હોતા કે સ્ત્રીના મનમાં શું ચાલે છે.

સ્ત્રીઓ મોટામાં મોટું દર્દ કે પીડાને પોતાના દિલમાં છુપાવી શકે છે, તે ગંભીર પીડાઓ પણ કહ્યા વગર સહન કરી લેતી હોય છે. જેને પુરુષો ઘણી વાર સમજી નથી શકતા. એટલું જ નહિ ઘણી વખત સ્ત્રીઓ શારીરિક સમસ્યાઓ વિશે પણ જાણ નથી કરતી અને દુઃખ વેઠી લેતી હોય છે. જે ક્યારેક આગળ જતા કોઈ ગંભીર શારીરિક સમસ્યાનું કારણ પણ બની શકે છે. માટે પુરુષોએ સામેથી સ્ત્રીઓના દર્દને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.  

તમને જણાવી દઈએ કે સ્ત્રીઓ ભાવનાત્મક પ્રેમને વધારે મહત્વ આપે છે. તેના પાર્ટનર દ્વારા બોલાયેલો એક શબ્દ પણ તેની બધી જ જરૂરિયાતો પૂરી કરી દેતો હોય છે. જ્યારે પુરુષો આ બાબતને બિલકુલ સમજી નથી શકતા હોતા. તેઓ ક્યારેક સ્ત્રીઓની ભાવનાની કદર નથી કરતા અને તેના શારીરિક સુખને વધુ મહત્વ આપતા હોય છે. પરંતુ પુરુષોએ તેવું ન કરવું જોઈએ. તેમણે સ્ત્રીઓને સૌથી પહેલા ભાવનાત્મક પ્રેમ આપવો જોઈએ. જે તેના લગ્ન સંબંધને ટકાવી રાખવા માટે ખુબ જ જરૂરી નીવડે છે.

ઘણા લોકોના મનમાં સવાલ થતો હોય છે કે સ્ત્રીઓ દગો શા માટે આપે છે. તો મિત્રો જ્યારે તમારો લગાવ ઓછો થઇ જાય, તમે તેને પ્રેમ ન જતાવી શકો, તેને સમય ન આપી શકો, તેને સમજી ન શકો, ત્યારે જ કોઈ સ્ત્રી પુરુષોને દગો આપતી હોય છે. એટલા માટે સ્ત્રીને પહેલી વાર મળ્યા હોવ અને પ્રેમ અપો એટલો જ પ્રેમ તેના દરેક સમયે આપવો જોઈએ. તો ક્યારેય પણ સ્ત્રી દગો નથી આપતી.

સ્ત્રીઓ હંમેશા એવું ઈચ્છતી હોય છે કે તેનો પાર્ટનર તેની દરેક નાની નાની બાબતનું ધ્યાન આપે અને મહત્વ આપે. પરંતુ જ્યારે પુરુષોને તે વાત સામાન્ય લાગતી હોય છે. પરંતુ સ્ત્રીઓ માટે તે નાની નાની વાતો ખુબ જ મહત્વની હોય છે.

તો આ હતી સ્ત્રીઓની એવી વાતો જે ઘણી વખત પુરુષો સમજી શકતા નથી. તો તમે પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો કે સ્ત્રીઓની કંઈ વાત તમને સમજની બહાર લાગે છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી  

Leave a Comment