રોવાના 7 અદ્દભુત ફાયદાઓ | રડતા લોકોમાં જોવા મળે છે આ ફાયદા | જાણો આ લેખમાં…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 રોવાના 7 અદ્દભુત ફાયદાઓ… શારીરિક અને માનસિક બંને રીતે છે ઉપયોગી….. જાણો આ લેખમાં… 💁

😭 મિત્રો આમ તો આપણે રોતા ત્યારે જ હોઈએ જ્યારે આપણને ખુબ દુઃખ થયું હોય. આમ રોતા સમયે  આંખમાંથી આંસુ પણ આવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે રોવાથી આપણા સ્વાસ્થ્યને ખુબ જ લાભ થતા હોય છે. તો ચાલો જાણીએ રોવાથી શું ફાયદા થાય છે.

Image Source :

😭 મિત્રો રોવાથી શારીરિક અને માનસિક સમસ્યાઓથી બચી શકાય છે. જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ ત્યારે આપણને દુઃખ થાય તો આસું આવી જ જાય છે અને આમ રોવાથી તણાવ પણ દૂર થાય છે. આ ઉપરાંત પણ રોવાના અનેક ફાયદાઓ છે જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ ફાયદા આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

😭 આંખમાંથી આંસુ આવવા એ આંખ સ્વચ્છ કરવા માટે મદદરૂપ થાય છે. અનેકવાર આપણા આંખમાં ઝીણી રજ આવવાના કારણે થોડું ઝાંખું દેખાવા લાગે છે. પણ જ્યારે રોવું આવે છે ત્યારે આંખ પાણીથી ભરાઇ જાય છે અને આપણી આંખમાંથી આંસુ નીકળે છે ત્યારે આ રજ પણ સાથે નીકળી જાય છે. તેથી આ આંસુઓ આપણી આંખને સુધારવામાં મદદ કરે છે.

Image Source :

😔 શરીરના બીજા અંગોમાં જેમ બેક્ટેરિયા હોય છે તેમ આંખમાં પણ બેક્ટેરિયા હોય છે. આ આસુમાં એવો ગુણ હોય છે કે જીવાણુને મારી શકે છે. આંસુમાં લાયસોઝોમ નામનું દ્રાવણ આવેલું હોય છે. જે પાંચ મિનીટમાં આ બેક્ટેરિયાને 90% મારી શકે છે.

😔 ત્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણા શરીરમાં અમુક રસાયણોનું નિર્માણ થાય છે. આપણા શરીરમાં તેની અસમતુલા થાય છે. આંખમાં આવતા આંસુ આ રસાયણોને ઘટાડવા માટે મદદરૂપ થાય છે. ભાવાત્મક આંસુ એડ્રીનોકાઅર્ટીકોપિક, લ્યુસીન અંસિફિલિયા જેવા હોર્મોન્સ મુક્ત કરે છે. જે તણાવથી તમને રાહત આપે છે.

😔 પરીક્ષણ અનુસાર  એવું સાબિત થયું છે કે સામાન્ય આંસુમાં 98 ટકા પાણી હોય છે. પરંતુ ભાવાત્મક આંસુમાં તણાવના હોર્મોન્સ હોય છે. ભાવાત્મકના દબાણના કારણે આપણા શરીરમાં વીસેલ્યક તત્વો ઉત્પન્ન થાય છે અને આ આંસુ વિસેલ્યક તત્વોને ઘટાડે છે.

Image Source :

😣 તમે ક્યારેય વિચાર્યું વિચાર્યું છે કે ડુંગળી કાપતા સમયે આંખમાંથી પાણી કેમ નીકળે છે. કારણ કે ડુંગળીમાં એવા એન્જાઈમ હોય છે જેનાથી આંખમાં બળતરા થાય છે અને જ્યારે એ ધૂળના કણ પણ આવી રીતે આંખમાં જાય છે ત્યારે ખુબ જ પાણી નીકળે છે. આ પાણી નીકળવા થી આંખમાં બળતરા થતી નથી અને તે ધૂળ પણ સાફ થઈ જાય છે.

😣 ભાવાત્મકના કારણે નીકળતા આંસુ ૨૪ ટકા ઉચ્ચ એલબ્યુમીન પ્રોટીન હોય છે. જે શરીરની પાચન પ્રણાલી નિયંત્રણ કરે છે. ડાયાબિટીસ, જાડાઇ પણું, હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીઓ મટાડવા માટે મદદ કરે છે.

Image Source :

😣 તમને જો ખુબ દુઃખ થયું હોય અને તમને મુશ્કેલીઓ આવતી હોય અને જો તમે રોવો તો રાહત થઇ જાય છે. અને રોવથી શરીર, મગજમાં શાંતિ અનુભવાય છે. તેથી રોવાથી મન પણ શાંત થાય છે.

😣 તો મિત્રો આ હતા રોવાના ફાયદા અને આ રોવાના આ ફાયદાઓ જાણીને કોઈ પણ કહેશે કે જે હોય તે પણ જ્યારે રડવું આવે ત્યારે દિલ ખોલીને રડી લેવું જોઈએ. આ ફાયદાઓ વિશે કંઈ પણ જણાવવું હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો.

Image Source :

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી    Image Source: Google

Leave a Comment