અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🚘 ડીસેમ્બર 1999 માં હેલ એલર્ટ નામના વ્યક્તિનું ખુબ જ ભયાનક એકસીડન્ટ થયું હતું. એક વ્યક્તિએ દારૂના નશાની હાલતમાં 70 કિલોમીટરની સ્પીડે હેલ એલર્ટની કારને ટક્કર મારી દીધી. એકસીડન્ટ એટલું મોટું હતું કે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન તેના શ્વાસ થંભી ગયા અને બધાને લાગ્યું કે તે મરી ગયા. પરંતુ 6 મિનીટ પછી જ તેના શ્વાસ ફરીથી ચાલવા લાગ્યા અને તે કોમામાં આવી ગયા. આ એકસીડન્ટમાં તેના ઘણા હાડકા તૂટી ગયા હતા. અને તેની ખોપરી પણ ડેમેજ થઇ હતી. 6 દિવસ કોમામાં રહ્યા બાદ સાતમાં દિવસે તેને જ્યારે ભાન આવ્યું. ત્યારે ડોકટરે તેને કહ્યું કે હવે તે ક્યારેય ચાલી નહિ શકે. અને આજે તે વ્યક્તિ એક ફેમસ સ્પીકર તરીકે ઓળખાય છે. ઇન્ટરનેશનલ બેસ્ટ સેલિંગ ઓથર પણ ગણાય છે અને એક અલ્ટ્રા મેરેથોન રનર પણ છે.
👨⚕️ મિત્રો મર્યા પછી ફરી જીવિત થઈને ડોક્ટરને પણ ખોટા સાબિત કરીને સફળતાના આ મુકામ પર કેમ પહોંચ્યા તેની વિશે હેલ એલર્ટ બતાવે છે કે કોમામાંથી બહાર નીકળ્યા પછી તેના સવારની 6 એવી હેબીટ્સ બનાવી અને તે અપનાવીને તે અહિયાં પહોંચ્યા.
👨⚕️ મિત્રો આજે આપણે હેલ એલર્ટ દ્વારા બનાવવામાં આવેલી 6 આદતો વિશે વાત કરીશું. જેને અનુસરીને આપણે પણ સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ.
🧘♂️ 1 ] Silence / મૌન :
🧘♂️ સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા મગજને ફ્રેશ કરવાની આવશ્યકતા હોય છે. મોટાભાગના લોકો સવારે ઉઠે અને ન્યુઝ પેપર વાંચતા હોય છે, પોતાનું ફેસબુક ચેક કરતા હોય અને ન લેવાનું ખોટું દુનિયાનું વધારાનું ટેન્શન લેવા લાગે છે. સવારે ઉઠાવના સમયે આપણે આ બધું ખરેખર ન કરવું જોઈએ. આપણે આપણા દિમાગને ખુબ જ શાંત રાખવું જોઈએ. તેના માટે આપણે મેડીટેશન કરી શકીએ અથવા તો શાંતિથી બેસીને આંખ બંધ કરીને હવા અને પક્ષીનો અવાજ સાંભળી શકીએ છીએ.
✊ સમર્થન એટલે કે અહિયાં ખુદની સાથે વાત કરવી તેવા અર્થમાં લેવામાં આવ્યું હોય છે. સમર્થન એ એક ખુબ જ પાવરફુલ ટેકનીક છે. આ વસ્તુને લગભગ સફળ લોકો જ અનુસરે છે. જ્યારે આપણે પૂરી રીતે રીલેક્સ થઇ જઈએ છીએ ત્યારે આપણે આપણી ખુદ સાથે વાતો કરવી જોઈએ. “હું ખુબ જ સ્ટ્રોંગ છું, હું ખુબ જ ખુશ છું, મારો આત્મવિશ્વાસ પણ ખુબ જ વધારે છે, હું મારા જીવનમાં જે પણ કરું છું તે બેસ્ટ કરું છું, હું ઝડપથી સફળતા પ્રાપ્ત કરીશ.” આપણે આવી ઇન્ફર્મેશન અને આવા સ્ટેટમેન્ટ્સને વારંવાર કહીએ તો તે બધી વાતો આપણા સબકોન્શિયસ મગજમાં બેસી જાય છે. જેને આપણું મગજ સાચું માનવા લાગે છે. અને આપણે જીવનમાં જે ધારીએ તે પ્રાપ્ત કરી શકીએ છીએ.
👁 ૩] Visualization / કાલ્પનિક દ્રશ્ય :
👁 ઇન્ફર્મેશન અથવા તો સ્ટેટમેન્ટ્સ આપણે વારંવાર મગજને કહીએ છીએ તેવી જ રીતે વિઝ્યુલાઇઝેશન પણ એક પ્રકારનું દ્રશ્ય ઉભું કરે છે. જેમ કે આપણે એક સારા સિંગર બનવા માંગીએ છીએ. તો આપણે વિચારીએ સાંજનો સમય હોય આખું સ્ટેડીયમ લોકોથી ખીચો ખીચ ભરેલું હોય અને આપણે સ્ટેજ પાછળથી ગીટાર લઈને એન્ટ્રી મારીએ અને તાળીઓથી આખું સ્ટેડીયમ ગુંજી ઉઠે તેવું ફિલ કરવાનું જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો. જો અમીર આદમી બનવા માંગતા હોવ તો એવી કલ્પના કરો કે એક ખુબ જ આલીશાન કારમાંથી ઉતરી રહ્યા હોવ અને મોટા મોટા લોકો તમને મળવા માટે આવ્યા હોય, અને મીડિયા વાળાઓના કેમેરાની લાઈટ આપણી તરફ જગમગતી હોય અને લોકો મળવા માટે બેબાકળા થઇ રહ્યા હોય. તેને ફિલ કરો. તેવું કરવથી આપણું જે લક્ષ હોય છે તેને જુસ્સાથી ભરી દે છે.
🏋️♀️ આપણે બધા જાણીએ છીએ કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનો નિવાસ થાય છે. પરંતુ ઘણા લોકો તેને ટાળી દેતા હોય છે. કે રહેવા દેને આજે નથી કરવી આજે લેટ થઇ ગયું, કાલથી કરીશું આજે મૂડ નથી. આખા દિવસ દરમિયાન મહેનત કરવા માટે આપણા શરીરનું સ્વસ્થ રહેવું ખુબ જ જરૂરી છે. તેના માટે એવું પણ જરૂરી નથી કે જીમ જવું પડે પરંતુ તે આપણે ઘરે પણ કરી શકીએ છીએ. જેમ કે જમ્પીંગ જેક્સ, પુશઅપ વગેરે કરી શકો છો. તે પણ આપણી સફળતામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે.
📚 વાંચન એટલે કે રોજ ઉઠીને ન્યુઝ પેપર વાંચવું તે નહિ. પરંતુ કોઈ પણ સારી બુક વાંચી શકો છો. બુક વાંચવાથી આપણો પર્સનલ વિકાસ વધે છે. આપણે ખરેખર સફળ થવા માટે દરરોજ બુકના 10 પેઈજ વાંચવાની આદત બનાવી લેવી જોઈએ. તે હિસાબથી આપણે લગભગ વર્ષના 3650 પેઈજ વાંચી શકીએ છીએ. જે લગભગ 17 થી 18 બુક વંચાય જાય છે.
✒ 6] Scribing / લેખન :
✒ આપણે એક પેન અને એક ડાયરી આપણી સાથે જ રાખવી જોઈએ. આપણું જે ગોલ હોય, લક્ષ હોય તેને આ ડાયરીમાં જરૂર નોટ કરવા જોઈએ. દરરોજ આપણા જે થોટ હોય અથવા વિચારોને આપણે તેમાં લખવા જોઈએ. આ બધી વસ્તુ આપણને સિમ્પલ લાગે છે પરંતુ લાંબા સમયે તે આપણને સુધારવામાં ખુબ જ મદદ કરે છે.
✒ મિત્રો આ 6 સવારની આદતો આપણા જીવન માટે ખુબ જ મહત્વની છે. અને દુનિયાના લગભગ મહાન લોકો થઇ ગયા તે આ 6 ટેવો રાખે છે. બીલ ગેટ્સ, માર્ક જુકરબર્ગ, જેક ડોરસી, અમિતાભ બચ્ચન, રતન તાતા જેવા બધા મહાનુભાવો આવી આદતો રાખે છે. જો તમે પણ સફળ વ્યક્તિ બનવા માંગતા હોવ તો આ 6 આદતોને આજથી જ અપનાવો તમારું ભવિષ્ય તમને દેખાશે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ