અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁♂️ આજે આપણે પાંચ વાત એવી જાણીશું કે તેને લોકો મેન્ટલી ક્યારેય નથી લેતા. પરંતુ તે વાતોનું જીવનમાં ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિ ખુબ જ આગળ વધી શકે છે. પરંતુ તે મુદ્દાઓ પાછળ સમય બગડવાને બદલે આપણે સોસિયલ મીડિયા પાછળ બગાડે છે. તો મિત્રો આપણે એ પાંચ વાતો વિશે આપણે જાણીએ.
💁♂️ આપણે માની લઈએ કે એક ખુબ જ સારી નોકરી માટે અપ્લાય કરીએ અને આપણને વિશ્વાસ હોય કે તે નોકરી આપણને મળી જ જશે. કેમ કે આપણને લાગે છે કે આપણે આ નોકરી માટે બેસ્ટ કેન્ડીડેટ છીએ. ઘણા મહીનાઓ પછી અને ઘણા બધા રાઉન્ડ બાદ ફાઈનલ ઇન્ટરવ્યુંમાં રીજેક્ટ કરી દેવામાં આવે તો આપણે શું કરીએ. જો આપણે ખરેખર મેન્ટલી નબળા હોઈએ તો ઘણા મહિના અને ઘણા વર્ષો સુધી આપણે તેના પાછળ આપણે અફસોસ કરીએ છીએ. અને આવું મોટા ભાગના લોકો કરે પણ છે.
💁♂️ જ્યારે ચાઈનામાં KFC આવી ત્યારે ત્યાં નોકરી માટે લગભગ 24 લોકોએ અપ્લાય કર્યું હતું. એમાંથી 23 લોકો સિલેક્ટ થયા અને એક કેન્ડીડેટ રીજેક્ટ થયો હતો તેણે જો અફસોસ કરવામાં સમય બરબાદ કરી દીધો હોત તો તે આજે ચાઈનાનો સૌથી અમીર વ્યક્તિ ન હોત. જે કેન્ડીડેટ રીજેક્ટ થયો હતો તે અલીબાબા.કોમના ફાઉન્ડર જેક મા હતા.
⏰ 1.જે લોકો મેન્ટલી સ્ટ્રોગ હોય છે તે લોકો સમય બરબાદ કરવામાં નથી માનતા. જ્યારે આપણને કોઈ ખરુંખોટું કહે તો આપણે શું કરતા હોઈએ છીએ. મોટા ભાગના લોકો પણ સામે વાળા લોકોએ ખરુંખોટું કહેતા હોય છે. ગાળો આપતા હોય છે અને ઘણી વાર તો લોકો મારામારી પણ કરી લેતા હોય છે. આવી પરિસ્થિતિમાં લોકો શું કરે છે. સૌથી પહેલા તો આપણે સમજવું જોઈએ કે સામે વાળો વ્યક્તિ આપણને ખરુંખોટું કહેતો હોય તો તેનો મતલબ એવો છે કે તે વ્યક્તિ આપણા પર કંટ્રોલ મેળવવા માંગતો હોય છે. તેને ખબર હોય છે કે તે આપણને કંઈ પણ કહેશે તો આપણને ખોટું લાગવાનું છે. અને તેના જવાબમાં આપણે પણ પછી તેને કંઈક કહેતા હોઈએ છીએ. તેને પણ તેવું કરવું સારું લાગતું હોય છે. અને તે વ્યક્તિને જેવું આપણી પાસે કરાવવું હોય તેવું આપણે કરતા હોઈએ છીએ.
✊ આવી પરિસ્થિતિમાં માનસિક રીતે મજબુત લોકો શું કરતા હોય છે. સાઉથ આફ્રિકામાં મહાત્મા ગાંધીને લોકોએ ટ્રેનની બહાર ફેંકી દીધા. તે વાત પણ ખુબ જ સામાન્ય છે કે ત્યારે ગાંધીજીને પણ ખુબ જ ગુસ્સો આવ્યો હશે. પરંતુ તેણે પોતાના ગુસ્સા પર કંટ્રો કર્યો અને કંઈ પણ કહ્યા વગર ગાંધીજીએ નક્કી કર્યું અને અંગ્રેજોને ભારતની બહાર ફેંકી દીધા હતા. જમશેદજી તાતાને એક યુરોપિયન હોટલમાં જવા ન દીધા. હોટલની બહાર બોર્ડ લગાવવામાં આવ્યું હતું કે “ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ અલાઉડ” ત્યારે ગુસ્સો તેને પણ આવ્યો અને પરંતુ તેણે ગુસ્સો ડાયવર્ટ કરી દીધો. અને પોતાની જ એક ફાઈવસ્ટાર હોટલ બનાવી લીધી જેને આપણે બધા તાજ હોટલના નામે ઓળખીએ છીએ.
🧠 2.માનસિક રીતે મજબુત લોકો પોતાનો પાવર બીજાને નથી આપતા :
🙎♂️ માણસને તેના જીવનમાં આરામદાયક રહેવામાં જ મજા આવતી હોય છે. અગર જો કોઈ ઈંગ્લીશ ટીચરની નોકરી કરી રહ્યું છે અને તેને કહેવામાં આવે કે આજથી તમારે સાયન્સ પણ ભણાવવાનું છે. તો ત્યારે તેને થોડું ખરાબ ફિલ થાય છે. અને એવું વિચારે કે પહેલા તો સારું હતું કે અઠવાડિયામાં બે કલાક જ ભણાવવું પડતું અને એ પણ એક આસન વિષય પર. પણ હવે તો વધારાનો વિષય ભણાવવો પડશે અને અલગથી સ્ટડી પણ કરવું પડશે.
👨🏫 પરંતુ માનસિક રીતે મજબુત વ્યક્તિ હંમેશા એવું જ વિચારે છે કે કંઈ નહિ આજથી નવો વિષય ભણાવવાનો છે તો મારું પણ નોલેજ તેમાં વધશે. તેનાથી તેનો આત્મવિશ્વાસ પણ વધે છે અને માનસિક રીતે મજબુત પણ થાય છે. અને આવા લોકોને જ સફળતા પ્રાપ્ત થાય છે.
👩💻 સ્ટીવ જોબ્સને એક કંપનીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. આ એક ખુબ જ મોટો બદલાવ હતો જે તેના જીવનમાં આવ્યો હતો. પરંતુ તે આનાથી નાખુશ ન હતા. અને તેણે એક નવી કંપની શરૂ કરી અને તેનું નામ તેણે પિક્સર રાખ્યું હતું. જો સ્ટીવ જોબ્સ તે કંપની માંથી નીકળવાના વિચાર કરવામાં સમય બરબાદ કરી નાખ્યો હોત તો આપણને ઘણી બધી સુપર હિટ એનીમેશન ફિલ્મો આજે જોવા ન મળી હોત.
🕵 3.માનસિક રીતે મજબુત લોકો ચેન્જથી ગભરાય જતા નથી :
👨🏫 આપણે સમાજમાં ઘણા બધા વિદ્યાર્થી એવા જોઈએ છીએ કે તે ફેલ થાય તો તેનો આરોપ તે પેપર પર, ટીચર પર, સરકારની પરીક્ષા પદ્ધતિ ખોટી છે તવા બહાના બતાવતા હોય છે. તો ત્યારે આપણે એ સવાલ કરવો જોઈએ કે એજ પેપર, એજ ટીચર અને એજ સરકાર છે તેમાં પણ કોઈ વિદ્યાર્થી દ્વારા ટોપ પણ કરવામાં આવ્યું છે. આપણે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે પેપર પણ એજ હશે, ટીચર પણ એજ હશે, તેની સિસ્ટમ પણ એજ હશે. પરંતુ બદલવું આપણે જોઈએ.
👨🏫 જો આપણે ફેલ થયા હોઈએ તો એ જવાબદારી આપણી છે. જો આપણે પેપર અને ટીચર પર ફોકસ કરવા કરતા આપણે વાંચન પર ધ્યાન આપીએ અથવા તો આપણે મોબાઈલ અને ટીવી જેવા માધ્યમો માંથી આપણું ધ્યાન ખેંચીને વાંચનમાં લગાવીએ તો આપણે પણ સારા માર્ક લાવી શકીએ છીએ.
🎯 4.માનસિક રીતે મજબુત લોકો તેની પર ફોકસ નથી કરતા જેને તે કંટ્રોલ નથી કરી શકતા.
🎯 ઘણા લોકોની એવી આદત હોય છે કે તે બધાને ખુશ કરવા માંગતા હોય છે. આ ખુબ જ ખતરનાક વાત છે. કેમ કે તે બધાને ખુશ કરવામાં તે પોતે જ દુઃખી થઇ જાય છે તેનું એક નાનું એવું ઉદાહરણ પણ જોઈએ.
🎯 આપણી પાસે ખુબ જ સારું કામ હોય છે અને આપણા મિત્ર દ્વારા આપણને ફોન કરીને બોલાવવામાં આવે અને કોઈ ખાસ કામ ન હોય બસ ટાઈમપાસ કે માટે. પરંતુ આપણે તેને દુઃખી નથી કરવા માંગતા તો આપણે આપણું બધું જ કામ મુકીને ચાલ્યા જઈએ છીએ અને ત્યાં સામે આપણું કામ ખુબ જ વધી જાય છે.
🎯 બીજું પણ એક ઉદાહરણ જોઈએ. આપણી શારીરિક હાલત સારી નથી અને સંબંધીને ત્યાં લગ્નમાં જવાનું છે. ડોક્ટર દ્વારા ખુબ જ કડકાઈ દ્વારા મનાઈ ફરમાવવામાં આવી હોય કે તીખી અને તળેલી વસ્તુ ખાવાની, ત્યાં પણ આપણે આપણા સંબંધીને દુઃખી નથી કરવા ઈચ્છતા એટલા માટે લગ્નમાં પણ જઈએ છીએ અને બધું ખાઈ પણ લઈએ છીએ. અને તેનાથી આપણે ખુબ જ વધારે બીમાર પડી જઈએ છીએ. જો આપણે આવી જ માનસિકતા રાખીને કોઈ પણ કામ કરીએ તો કામ કરી જ નથી શકતા. જો આપણે માનસિક રીતે મજબુત બનવું હોય તો ચોખવટ ભરી વાત કરવી જોઈએ. પછી તે આપનો મિત્ર હોય અથવા તો કોઈ સંબંધી હોય.
🤦♂️ આપણે તેને દર્શાવવું જોઈએ કે આપણે દરેક સમયે દરેક વ્યક્તિને ખુશ નથી રાખી શકતા.
🙁 5.માનસિક રીતે મજબુત લોકો હોય છે તે બધાને ખુશ રાખવાની કોશિશ નથી કરતા.
🙁 જો આપણે બધાને ખરેખર ખુશ રાખવા માંગતા હોઈએ તો આપણે માનસિક રીતે મજબુત બનવાનું સપનું છોડી દેવું જોઈએ. અને આપણે આઈસ્ક્રીમ વહેંચવાનું શરૂ કરી દેવું જોઈએ.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ