પાંચ એવા લક્ષણ જે જણાવે છે કે તમારી આત્મા કેટલી વાર જન્મ લઇ ચુકી છે…
મિત્રો આજે તમને અમે એવા પાંચ લક્ષણો જણાવશું કે જેના દ્વારા તમને અંદાજો આવશે કે તમારી આત્મા કોઈ અન્ય શરીરમાં પણ આગળ જન્મ લઇ ચુકી છે. મિત્રો આ વાત પર તમને વિશ્વાસ નહિ આવે પરંતુ એકવાર આર્ટીકલને આખો વાંચશો પછી તમને આ વાતનો અનુભવ થશે.
મિત્રો ઘણી ઘટનાઓ આપણી સાથે એવી જોડાયેલી હોય છે જેનો સંબંધ આપણા સામાન્ય જીવનમાં નથી હોતો. પરંતુ આવી બાબતો આપણા પૂર્વ જન્મ સાથે જોડાયેલી હોય છે. આત્મા અને પૂર્વ જન્મની વાતો આજે પણ એક રહસ્ય છે. ઘણા લોકો આ વાત પર વિશ્વાસ નથી કરતા અને ઘણા લોકો કરે છે. પરંતુ કહેવાય છે કે આત્મા આપણે કપડા બદલીએ તે રીતે શરીર બદલે છે. આ વાત એકદમ સત્ય છે અને એટલે આપણે એ પણ કહી શકીએ કે આપણી આત્મા કદાચ ઘણા જન્મો લઇ ચુકી છે. તો ચાલો જાણીએ ક્યાં પાંચ લક્ષણો છે.
પહેલું લક્ષણ છે અજાણતો ભય. મિત્રો આપણને કોઈ વસ્તુથી ખુબ જ ડર લાગતો હોય, જેનો સંબંધ આપણા વર્તમાન સમય ન હોય. તમે ઊંચાઈ, આગ, પાણી વગેરેથી ડરતા હોવ. પરંતુ તમારી સાથે તેનાથી જોડાયેલી કોઈ પણ ઘટના ન બની હોય તેમ છતાં તમે ડરતા હોવ તો તે લક્ષણ તમારી કોઈ પૂર્વ જન્મની ઘટનાનો સંકેત આપે છે.
બીજું લક્ષણ છે એકને એક સપનું વારંવાર આવવું. જો તમને કોઈ એક સપનું વારંવાર આવતું હોય તો તેનો સંબંધ તમારા પૂર્વ જન્મ સાથે હોય શકે છે. તે સપનામાં દેખાતા લોકો તમને જાણીતા લાગે છે પરંતુ તમને યાદ નથી આવી શકતું કે તમે તે લોકોને ક્યાં જોયા છે. પરંતુ તમને એવું થાય કે તેમને તમે ક્યાંકને ક્યાંક જોયા છે. તો તે લોકોનો સંબંધ તમારા પૂર્વ જન્મ સાથે હોય છે. એવું બની શકે કે તે લોકો પૂર્વ જન્મમાં તમારા સહયોગી રહ્યા હોય અથવા તો તમારા પાડોશી અથવા તો મિત્રો રહ્યા હોય. તમને તે સપનાઓ વારંવાર આવે છે તો તે તમારા પૂર્વ જન્મનો સંકેત છે.
ત્રીજું લક્ષણ એ છે કે કોઈ વ્યક્તિને પહેલી વાર મળવાથી આપણાપણાનો અનુભવ થવો. મિત્રો એવું બની શકે કે તમે કોઈ વ્યક્તિને પહેલી વાર મળો પરંતુ તમને પહેલી વાર મળતા જ એવું લાગે કે તમે તેને પહેલેથી ઓળખો છો. તમને પોતાને પણ એ સમજાતું ન હોય કે શા માટે કોઈ વ્યક્તિ જેને તમે પહેલી વાર જ મળ્યા છો તેની સાથે આટલા આપણાપણાનો અનુભવ થાય છે, શા માટે તેના માટે પ્રેમ જાગે છે ? હકીકતમાં તેનો અર્થ એવો હોય છે કે આગળના જન્મમાં તેના સંબંધો તમારી સાથે ખુબ સારા હોય, એ તમારા ખાસ મિત્ર હોય અથવા તો જીવનસાથી પણ હોય શકે છે.
ચોથું લક્ષણ છે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ખાસ દીવાનગી હોવી. મિત્રો તમને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સાથે ખાસ ભાવનાઓ હોય જેમ કે અનાથ બાળકો, અપંગો, વૃદ્ધ લોકો અથવા ભીખારીઓ વગેરે લોકો પ્રત્યે ખાસ સહાનુભુતિ હોય. તમે ન ઈચ્છો છતાં પણ તેવા લોકોને જોઇને તમારા મનમાં ખુબ જ દયા આવે અને તમારા મનમાં તેના માટે કંઈક કરવાની ઈચ્છા જાગૃત થાય. તેનો મતલબ એવો થાય છે કે તમે તમારા પૂર્વ જન્મમાં આવી જ કોઈ પરિસ્થિતિ સાથે જોડાયેલા રહ્યા હશો. એવું સંભવ છે કે તમે તમારા પૂર્વ જન્મમાં આવી જ પરીસ્થીઓનો સંઘર્ષ કર્યો હોય. તેનો સીધો મતલબ એવો થાય છે કે તમારી આત્મા આગળ જન્મ લઇ ચુકી છે.
પાંચમું લક્ષણ છે પૂર્વ આભાસ. ઘણા લોકો એવા તમે જોયા હશે કે જેમણે કંઈક ખરાબ થવાનું હોય તો તેનો એહસાસ તેમને અગાઉથી થવા લાગે છે. અને કંઈક ખરાબ થવા જઇ રહ્યું છે તેનાથી તેઓ ડરતા હોય છે. તે તમારા મનનો ભ્રમ કે બેકાર ડર પણ ન કહી શકો. કારણ કે તે ડર તમારો સત્ય પણ સાબિત થતો હોય છે. કહેવાય છે કે ઉમરની સાથે વ્યક્તિમાં પરિપક્વતા આવે છે. તો અહીં પણ તે જ વાત લાગુ પડે છે. તેનો મતલબ છે કે તમારા શરીરમાં એક પ્રોઢ આત્મા છે. જે પોતાના અનુભવોથી વર્તમાનમાં થનારી ઘટનાની જેમ ભવિષ્યમાં થનારી ઘટનાઓનો પણ અંદાજો લગાવી લેતી હોય છે.
આ લક્ષણોનો સંબંધ તમારા વર્તમાનથી નથી હોતો તેનાથી આ જન્મમાં કોઈ ફાયદો કે નુકસાન નથી થતું પરંતુ તે સંકેત છે કે તમારી આત્મા પૂર્વ જન્મ લઇ ચુકી છે અને આગળ પણ હજુ જન્મો લેશે.
મિત્રો તમને પણ આમાંથી કોઈ લક્ષણનો અનુભવ થયો હોય તો કોમેન્ટ માં જરૂર જણાવજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google