પુરુષ દ્વારા કરવામાં આવતી આ ભૂલ…. કરી નાખે છે જીવન બરબાદ…. જાણો કેવી રીતે પુરુષ આ ભૂલ કરે છે

પુરુષ દ્વારા કરવામાં આવતી આ ભૂલ…. કરી નાખે છે જીવન બરબાદ…. જાણો કેવી રીતે પુરુષ આ ભૂલ કરે છે

એક સફળ અને ખુશહાલ લગ્ન જીવનનું સપનું દરેક સ્ત્રી પુરુષને હોય છે. જીવનસાથી મળ્યા બાદ બધા લોકો એવું ઈચ્છતા હોય છે કે બંનેનું આખું જીવન ખુબ જ ખુશી અને શાંતિ પૂર્વક પસાર થાય. બંને પતિપત્ની વચ્ચે ખુબ જ પ્રેમ ભર્યો સંબંધ રહે. પરંતુ જાણતા અજાણતા દંપત્તી એવી ભૂલો કરી બેસતા હોય છે, જેના કારણે સુખી અને પ્રેમી લગ્ન જીવનનું સપનું તૂટતા વાર નથી લાગતી. ક્યારેક સ્ત્રીના કારણે સંબંધમાં ખટાશ આવતી હોય છે, તો ક્યારેક પુરુષોના સ્વભાવ અને આદતોના કારણે લગ્ન સંબંધ ખતમ થવાની કરગાર પર આવી જતો હોય છે.

તો આજે અમે એ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. આજે અમે પુરુષોની એવી પાંચ આદતો વિશે જણાવશું કે જેમાં પુરુષ બદલાવ ન લાવે તો તેનું લગ્ન જીવન નીરસ બની જાય છે અને પતિપત્ની બંને માટે તે લગ્ન સંબંધ એક બોજ બનીને રહી જાય છે. તો ચાલો જાણીએ પુરુષોની એ પાંચ આદતો, જે લગ્ન સંબંધને જોખમમાં મૂકી શકે છે.

સૌથી પહેલી આદત છે સમયનું ધ્યાન ન રાખવું. લગ્ન પહેલા ભલે તમે કલાકો સુધીનો સમય મિત્રો સાથે પસાર કરતા હોવ, પરંતુ લગ્ન બાદ તેવું કરવું તમારી પત્ની અને તમારા માટે સમસ્યા પણ બની શકે છે. માટે લગ્ન બાદ પુરુષે પોતાના સમયને મેનેજ કરતા શીખવું ખુબ જરૂરી હોય છે. જ્યારે તમે તમારા મિત્રો માટે સમય કાઢો ત્યારે તમારી પત્નીને પણ એક ક્વોલીટી ટાઈમ આપવાનું ભૂલવું નહિ. જો તમારું સમય પર ઘરે ન આવવાનું રોજનું બહાનું હોય તો તમારા માટે મોટી મુશ્કેલી આવી શકે છે.

ઘરના કામમાં મદદ કરવા માટે નકારત્મક અને અંહકારી ભાવ રાખવો. મિત્રો ઘરના ઘણા બધા કાર્યો પત્ની પર હોય છે. જેના કારણે એવું પણ બની શકે કે પત્નીને પણ તમારી સાથે પસાર કરવા માટે ઉચિત સમય ન મળે. તેવામમાં એક પતિની ફરજ આવે છે કે તે પોતાના સંબંધને વધારે રોમેન્ટિક અને મજબુત બનાવવા માટે પોતાની પત્નીની નાની નાની મદદ કરે. કંઈ નહી તો એટલીસ્ટ રસોઈ બનાવતી વખતે કંઈક નાની એવી મદદ જો પુરુષ દ્વારા કરવામાં આવે તો પણ પત્ની ખુબ જ ખુશ થઇ જતી હોય છે. મિત્રો આવું કરવાથી તમારી પત્નીની નજરમાં તમારી ઈજ્જત ખુબ જ વધી જશે.

લગ્ન બાદ પત્નીના વખાણ ન કરીને પણ પુરુષો સંબંધમાં અંતર પેદા કરી શકે છે. લગ્ન પહેલા  પુરુષો સ્ત્રીને ખુબ જ મહત્વ આપતા હોય છે, તેની દરેક વાતોના વખાણ કરતા હોય છે, પરંતુ લગ્ન બાદ પુરુષો એ જ પાત્રના વખાણ કરવાનું બંધ કરી દેતા હોય છે. જેના કારણે સંબંધ બોરિંગ બનવા લાગતો હોય છે.

આવી પરિસ્થિતિમાં પુરુષોએ પોતાની પત્નીને ખાસ અનુભવ કરાવવા માટે તક મળતા જ તેના વિશે વખાણ દર્શાવતા શબ્દો કહેવા જોઈએ. આવું કરવાથી તમારી પત્ની ખુબ જ ખુશ થઇ જશે. તેમજ ખુબ સારી ફીલિંગ આવશે અને આ સાથે જ તેનામાં આત્મવિશ્વાસ પણ વધશે. સામે તે પણ તમને ખુશ કરવાના સંભવ પ્રયત્નો કરશે અને સંબંધમાં એક મીઠાશ આવી જશે.

લગ્ન બાદ પત્નીને ઈમ્પ્રેસ કરવાનું છોડી દેવું. મિત્રો સામાન્ય રીતે પુરુષો એવું વિચારતા હોય છે કે હવે તો પત્ની મળી ગઈ હવે શું ઇમ્પ્રેશન લાવવી. પરંતુ તમે ઈચ્છો છો કે લગ્ન બાદ પણ તમારા સંબંધમાં પહેલા દિવસ જેટલો પ્રેમભાવ રહે, તો સમય સમય તમારા પાર્ટનરને સ્પેશીયલ ફિલ કરાવવું પણ ખુબ જ જરૂરી છે. ક્યારેક તમારી પત્ની બેસવા જાય તો તેમના માટે ખુરશી આગળ કરવી, ક્યારેક તેમના માટે કારનો દરવાજો ખોલી આપવો વગેરે જેવી હરકતો કરીને પત્નીને એવો અનુભવ કરાવવો કે આજે પણ હું પહેલા જેવો જ પ્રેમ કરી છું.

જીવનસાથીને સમ્માન કે મહત્વ ન આપવું. ઘણા પુરુષોને એવું લાગતું હોય છે કે તેમનો નિર્ણય સાચો હોય કે ખોટો, પરંતુ તેની પત્નીએ તેની દરેક વાત માનવી જોઈએ. કારણ કે તે તેનો પતિ છે, માટે ક્યારેક તેનો નિર્ણય ખોટો હોય તો પણ માનવો જ જોઈએ. તેવું માનતા હોય છે.

આવા પુરુષો પોતાની પત્ની વિશેના નિર્ણયો લેવામાં પણ પત્નીને એક વાર પણ પૂછતાં નથી અને એવું વિચારતા હોય છે કે દરેક નિર્ણય પોતે એકલા જ કરશે. પોતાની પત્નીના વિચારો અને અભિપ્રાયોને મહત્વ આપવાનું તે જરૂરી નથી સમજતા. જે પુરુષો આવું કરે છે તેવી સ્થિતિ ભલે થોડા સમય માટે નજરઅંદાજ થઇ જાય, પરંતુ આવો સંબંધ લાંબો સમય ટકે તેની સંભાવના ખુબ જ ઓછી હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment