ભારતના સૌથી અમીર પાંચ મુસ્લિમ બિઝનસ મેન….. આજે આખી દુનિયામાં પોતાનો ડંકો વગાડે છે.
મિત્રો આપણે અંબાણી, બિરલા, તાતા ગ્રુપના નામ તો સાંભળ્યા જ છે. જે આજે આર્થિક રીતે ભારતના સૌથી મોટા બીઝનેસમેન કહેવાય છે. પરંતુ આજે અમે તમને ભારતના પાંચ એવા મુસ્લિમ બીઝનેસમેન વિશે જણાવશું જે દેશના સૌથી ધનિક મુસ્લિમ છે. જેની દોલત સામે બધા જ લોકો ફીકા પડી જાય છે. આ બીઝનેસમેન એટલા શક્તિશાળી અને પૈસા વાળા છે કે તે કોઈ પણ દેશના પ્રધાનમંત્રીને પોતાના ઘરે બોલાવી શકે છે. આ મુસ્લિમ બીઝનેસમેનો ને બધા જ દેશ નાગરિકતા આપવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. તો ચાલો જાણીએ તે પાંચ મુસ્લિમ બીઝનેસમેન વિશે.
ભારતના સૌથી અમીર મુસ્લિમ બીઝનેસમેનમાં સૌથી પહેલું નામ અજીમ પ્રેમજીનું આવે છે. અજીમ પ્રેમજી દુનિયાની મશહુર આઈટી કંપની વિપ્રોના સંસ્થાપક છે. વર્તમાનમાં અજીમ પ્રેમજી પાસે 19 બિલિયન ડોલર કરતા વધારે ધન રાશિ છે. અને આ સૌથી વધારે દાન આપવા વાળા ભારતીય મુસ્લિમ છે. અજીમ પ્રેમજી ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ છે. જો અજીમ પ્રેમજી પોતાના બધા જ પૈસા ખર્ચ કરવા માંગે તો તેને 500 વર્ષ સુધી રોજના 1 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડે. તે વર્તમાનમાં દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. કેલીફોર્નીયાની સ્ટેન્ડ ફર્ડ યુનિવર્સીટીમાં ભણેલા અજીમ પ્રેમજીને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવા એવોર્ડથી સન્માનિત કરેલા છે. અજીમ પ્રેમજીની કંપની માઈક્રોસોફ્ટ ગુગલ અને આઈબીએમ જેવી મોટી કંપનીઓને પોતાની સેવા આપે છે.
ભારતના સૌથી અમીર મુસ્લિમમાં બીજું નામ છે યુસુફ અલીનું આવે છે. યુસુફ અલી દુનિયાની પ્રસિદ્ધ લુલુ ઇન્ટરનેશનલ ગ્રુપના માલિક છે. આ કંપની દુનિયાની સૌથી મોટી રીટેલ માર્કેટ કંપની છે. વર્તમાન સમયમાં તેના ગલ્ફ દેશોમાં 150 કરતા પણ આઉટલેટ્સ છે. યુસુફ અલીના દુનિયા ભરમાં ઘણા બધા હોટેલ અને શોપિંગ મોલ છે. ભારત અને મલેશિયાનો સૌથી મોટો મોલ યુસુફ અલીનો જ છે. વર્તમાન સમયમાં યુસુફ અલી પાસે પાંચ પાંચ દશમલવની બે મિલયન ડોલરની ધનરાશી છે. યુસુફ અલી અરબ દેશોમાં વેપાર કરનારા ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. તેની અમીરીનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય કે તેને ખુદની જ એક બેંક પણ છે. યુસુફ અલીને ભારત સરકાર પદ્મભૂષણથી સન્માનિત કરી ચુકી છે.
પ્રસિદ્ધ દવાની કંપની સીફ્લાના માલિક ખ્વાજા યુસુફ હમીદ ભારતના ત્રીજા સૌથી અમીર મુસ્લિમ છે. યુસુફ હમીદ એચઆઈવી અને અસ્થમાનો ઈલાજ શોધ કરનારા દુનિયાના પહેલા વૈજ્ઞાનિક પણ છે. વર્તમાનમાં યુસુફ હમીદ પાસે બે દશમલબ સાત મીલીયન ડોલર કરતા વધારે ધનરાશી છે. યુસુફ હમીદની સીફ્લા ભારતની 42 મી સૌથી મોટી પબ્લિક ટ્રેડીંગ કંપની છે. આ કંપનીને ભારતની સૌથી વિશ્વસનીય બ્રાંડનો એવોર્ડ પણ મળેલો છે. યુસુફ હમીદ પાસે એટલા પૈસા છે કે તે પ્લેન બનાવવાની ઘણી બધી કંપની ખોલી શકે છે. યુસુફ હમીદને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ભારતના સૌથી અમીર મુસ્લિમમાં ચોથું નામ છે કેરળમાં જન્મેલા આઝાદ મોપેનનું આવે છે. આઝાદ દુનિયાના પ્રસિદ્ધ હેલ્થકેરના સંસ્થાપક છે. દુનિયાભરમાં તેમના 200 કરતા પણ વધારે હોસ્પિટલ અને મેડીકલ સેન્ટર છે. વર્તમાનમાં આઝાદ પાસે એક દશમલબ ચાર બિલિયન ડોલર કરતા વધારે પૈસા છે. અને તેમની અન્ડરમાં વિભિન્ન દેશોના 15 હજાર ડોક્ટર કામ કરે છે. આઝાદ પાસે એટલા પૈસા છે કે તે ખુદ પોતાની એક વૈજ્ઞાનિક લેબોરેટરી ચલાવી રહ્યા છે. આ લેબોરેટરી દુન્યની સૌથી મોટી લેબોરેટરી માંથી એક છે. આઝાદને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને ભારતીય પ્રવાસી સમ્માન આપવામાં આવ્યું છે. આઝાદને સરકાર ભારતના બહેતરીન ડોક્ટરનો એવોર્ડ પણ આપી ચુકી છે.
ભારતના પાંચમાં સૌથી પૈસા વાળા મુસ્લિમમાં હાબીલ ખોરકીવાલાનું આવે છે. હાબીલ ભારતની પ્રસિદ્ધ દવા કંપની વોકહાર્ટના નિર્માતાના સંસ્થાપક છે. 1968 માં સ્થાપિત કરવામાં આવેલી આ કંપની આજે સૌથી વધારે જીનેરીક દવાઓ બનાવતી કંપની છે. વર્તમાનમાં હાબીલ પાસે ત્રણ બિલીયન કરતા વધારેની ધનરાશી છે. જો હાબીલ પોતાના બધા રૂપિયા ખર્ચ કરવા માંગતા હોય તો તેણે દરરોજના 5 લાખ રૂપિયા 500 વર્ષ સુધી વાપરવા પડે. તો પણ વધી શકે છે. હાબીલની કંપની દ્વારા બનાવવામાં આવેલી દવા દ્વારા આજ સુધીમાં 10 કરોડ લોકોના જીવ બચી ગયા છે.
તો મિત્રો આ હતા ભારતના પાંચ મુસ્લિમ જે આજે ખુબ જ પૈસા વાળા લોકોની શ્રેણીમાં આવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google