મીરાંબાઈના મૃત્યુનું રહસ્ય…. ક્યાં થયું, શા માટે થયું….. જાણો કેવી રીતે મીરાંબાઈ મૃત્યુ પામ્યા….
મિત્રો આપણે ભગવાન શ્રી કૃષ્ણને તો બધા જાણીએ જ છીએ અને તેમની ભક્ત મીરાંબાઈને પણ લગભગ બધા જ લોકો જાણે છે. મિત્રો મીરાંબાઈએ પોતાનું આખું જીવન કૃષ્ણ ભક્તિમાં જ વ્યતીત કરી નાખ્યું. તે દરમિયાન તેમને ઘણા બધા કષ્ટો શન કરવા પડ્યા હતા. પરંતુ મીરાંબાઈ કૃષ્ણ ભક્તિમાં એટલા લીન હતા કે તે તેને સમાજ ન ડર કે ન કોઈ પરવાહ હતી. તેનું માત્ર એક જ લક્ષ્ય હતું ભગવાન શ્રી કૃષ્ણ.
પરંતુ મિત્રો મીરાંબાઈની ભક્તિ વિશે તો બધા જ લોકો જાણે છે. પરંતુ તેમના મૃત્યુ વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હશે. તો મિત્રો આજે અમે તમને અમુક એવા રહસ્યો વિશે જણાવશું જે જાણીને તમને આશ્વર્ય થશે. મીરાંબાઈનું મૃત્યુ કંઈ રીતે થયું તેની પાછળ ઘણી કથાઓ પ્રચલિત છે. મીરાંબાઈના મૃત્યુ સ્થાન વિશે મોટાભાગના મત દ્વારિકા સાથે જોડાયેલા છે. પરંતુ તેનો સાચો ભેદ હજુ સામે નથી આવ્યો. તો મિત્રો તે સંભવિત કથાઓ અનુસાર અમે તમને આજે જણાવશું કે મીરાંબાઈનું મૃત્યુ કેવી રીતે થયું. જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.
રાજસ્થાનને મેઢતાંમાં મીરાંબાઈનો જન્મ થયો હતો. તેના પિતા મેઢતાંના રાજ હતા. એવું કહેવાય છે કે મીરાંબાઈ જ્યારે ખુબ જ નાના હતા ત્યારે તેની માતાએ ભગવાન શ્રી કૃષ્ણને તેનો પતિ જણાવી દીધો હતો. આ વાતને મીરાંબાઈએ સાચી માની લીધી હતી અને તે ભગવાન શ્રી કૃષ્ણને જ પોતાનું બધું માની બેઠી. અને આખા જીવનકાળ દરમિયાન કૃષ્ણ ભક્તિ કરતી રહી.
મીરાંબાઈના વિવાહ રાણાસાંગાના પુત્ર અને મેવાડના રાજકુમાર ભોજરાજની સાથે થયા હતા. મીરાંબાઈ આ વિવાહ માટે બિલકુલ પણ તૈયાર ન હતા. પરંતુ પરિવારના જોરથી મીરાંબાઈએ લગ્ન કરવા પડ્યા. વિવાહના અમુક વર્ષ બાદ મીરાંબાઈનાપતિનું મૃત્યુ થઇ ગયું. પતિના મૃત્યુ બાદ તે સમયે પ્રથા અનુસાર મીરાંબાઈને પણ ભોજરાજ સાથે સતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ તે તેના માટે તૈયાર ન થઇ.
ધીમે ધીમે મીરાંબાઈ સંસારની બધી જ મોહમાયા છોડીને સાધુ સંતોની સાથે કીર્તન કરતા કરતા પોતાની સમય વ્યતીત કરવા લાગી. મીરાંબાઈ મંદિરોમાં જઈને કૃષ્ણ ભક્તોની સામે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે કલાકો સુધી નૃત્ય કરતી હતી. મીરાંબાઈની ભક્તિનો આ તરીકો તેના સાસરિય પક્ષને સારો ન લાગ્યો. તેના પરિજનોએ ઘણી વાર વિષ આપીને મીરાંબાઈને મારવાની કોશિશ ન કરી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તે હંમેશા બચી જતા.
જ્યારે યાતનાઓ મીરાંબાઈની સહનશીલતાની બહાર થઇ ગઈ તો તેમણે ચિત્તોડ છોડી દીધું. ચિત્તોડ છોડીને સૌથી પહેલા મેઢતાં ગયા. પરંતુ મીરાંબાઈને ત્યાં પણ સંતોષ ન મળ્યો તો તે કૃષ્ણ ભક્તિનું કેન્દ્ર વૃંદાવન ગયા. વૃંદાવન અમુક વર્ષ રહ્યા બાદ મીરાંબાઈ દ્વારિકા ચાલ્યા ગયા. મોટાભાગના લોકોનો મત એવો જ છે કે દ્વારિકામાં જ તે કૃષ્ણ ભક્તિ કરતા કરતા જ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાં સમાય ગયા.
એવી પણ લોકો દ્વારા માન્યતા છે કે પૂર્વ જન્મમાં મીરાંબાઈ પણ મથુરાની ગોપિકા હતી. તે દિવસોમાં તે રાધાનો પ્રમુખ સહેલી હતી. અને તે મનોમન જ ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરતી હતી. પરંતુ રાધાની સહેલીના વિવાહ બીજે કરાવવામાં આવ્યા. જ્યારે તેની સાસુને આ ખબર પડી ત્યારે તેણે ગોપિકાને ઘરમાં જ બંધ કરી દીધી. ભગવાન શ્રી કૃષ્ણને મળવાની તડપના કારણે તેણે પોતાના પ્રાણ ત્યાગી દીધા. અને આગલા જન્મમાં મીરાંબાઈના રૂપમાં તેમણે જન્મ લીધો.
મિત્રો આ વાત આખી લોકવહીકા આધારિત છે તેના કોઈ ચોક્કસ પુરાવા સામે નથી આવ્યા. તો મિત્રો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ… જરૂર લખજો
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google