મહાત્માજીએ ૧૭ ઊંટનો ત્રીજોભાગ , છઠ્ઠો ભાગ, અને નવમો ભાગ ચતુરાઈ પૂર્વક પાડ્યો.
પૂરી દુનિયામાં રામ કથાકાર તરીકે નામના મેળવનાર મોરારીબાપુ એક આગવું વ્યક્તિત્વ ધરાવે છે. તે રામકથા દરમિયાન અવનવા ઉદાહરણો આપી રામકથા સંભાળનાર શ્રોતાઓને રામકથા સિવાય પણ સામાજિક જીવન તેમજ સમાજના અવનવા પહેલુઓનું જ્ઞાન પણ આપે છે. તેમની આ ખ્સીયાતને કરને તેમણે લગભગ પૂરી દુનિયામાં રામકથા કરવાનું બહુમાન મેળવેલું છે.
મોરારીબાપુ રામકથા દરમિયાન જે કંઈ પણ ઉદાહરણો આપીને શ્રોતાગણને જ્ઞાન આપે છે તે જ્ઞાન પણ બહુ જ મહત્વનું હોય છે. જેમ એક કુંભાર માટલા બનાવતી વખતે તેના એક હાથે માટલાને બહારથી આકાર આપે છે અને બીજા હાથથી તે અંદરથી જેમ માટલાને સહારો આપે તેમ જ મોરારી બાપુના ઉદાહરણો કામ આપે છે.
એક વખત રામ કથા દરમિયાન જ તેમણે એક ઉદાહરણ આપેલું. એ ઉદાહરણ ૧૭ ઊંટ વાળું ઉદાહરણ કહીએ તો યોગ્ય જ કહેવાય છે. આ ઉદાહરણ મુજબ મોરારી બાપુએ ખુબ જ ઊંડું જ્ઞાન આપેલું છે. તો ચાલો આપણે તે ઉદાહરણ જોઈએ કે, જે રામકથા દરમિયાન સ્વયં મોરારી બાપુએ આપેલું.
એક વખતની વાત છે, આ વાત છે એક ગામડા ગામની આ ગામડાના લોકો મુખ્યત્વે ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. તેમાં એક ઘરડા ભાભા(દાદા) રહેતા હતા. તેમને તેમની ઉંમર જોતા એમ લાગતું હતું કે હવે તે લાંબો સમય નહિ જીવિત રહી શકે. તેથી એક દિવસ તેમને વિચાર કર્યો કે, હું ગામના પંચોને (પહેલના વખતમાં ગામના અમુક મોટા લોકો મળીને ગામની મુશ્કેલી ભર્યા જવાબ આપવાની તેમજ ગામની એકતા જાળવતા કામગીરી કરતા તેને પંચ કહેવાતા તે પુરા ગામના ગંભીર પ્રશ્નોના ઉકેલ લાવતા) બોલાવીને કઈક લખાણ કરાવી લઉ, જેથી મારી ગેરહાજરીમાં મારા ત્રણેય દીકરાઓ મિલકત તેમજ અન્ય બાબતો માટે ઝગડી ના પડે. અને જો મેં લખાણ કરાવેલું હોય તો સારું પડે અને દીકરાઓ વચ્ચેનો પ્રેમ પણ યથાવત રહે. આમ, વિચારીને ઘરડા ભાભાએ પંચોની સમક્ષ દરખાસ્ત મૂકી લખાણ કરવાની.
પંચોએ પણ ભાભાની વાતને યોગ્ય ગણીને તેમની જે કંઈ મિલકત હોય તેનું લખાણ કરવાની સહમતી દર્શાવી. એક દિવસ પંચો બધા ભેગા થયા ત્યારબાદ ભાભાને પણ બોલાવ્યા અને મિલકતનું લખાણ કરવાનું કામ હાથ ધર્યું. ભાભાએ મિલકત ગણાવતા કહ્યું કે, મારી પાસે મિલકતની નામે તો આ મારા ૧૭ ઊંટ છે. અને આ ઊંટ મારે મારી અમુક શરતો મુજબ ત્રણેય ભાઈમાં વહેંચી દેવા છે. પંચોએ કહ્યું બરાબર, તો બોલો શું શરત છે તમારી એ મુજબ કાગળ પર લખાણ કરી લઈએ. એ સાંભળી ભાભા થોડું વિચારીને બોલ્યા…..લખો,
મારા સૌથી નાના દીકરાને આ ૧૭ ઊંટમાંથી અડધા ઊંટ આપી દેવા. અને મારા વચેટ (વચ્ચેનો) દીકરાને આ ૧૭ ઊંટમાંથી છટ્ઠા ભાગના ઊંટ આપી દેજો. તેમજ મારા સૌથી મોટા દીકરાને આ ૧૭ ઊંટમાંથી નવમા ભાગના ઊંટ આપી દેજો.
આ મારા લખાવ્યા મુજબ યોગ્ય ભાગે ઊંટની વહેંચણી કરી આપજો એટલે મારા જીવનનો સૌથી મોટો ભાર હળવો થઇ જાય, અને એ ભાર હવે હું તમને(પંચોને) સોપું છું. આમ લખાણ કરી તેમજ અંગુઠાના સિક્કા મારીને ભાભા ત્યાંથી રવાના થયા અને પંચોએ પણ તે કાગળ સાચવીને મૂકી દીધો.
કાળનું અનંત ચક્ર ફરવા લાગ્યું અને એક દિવસ તે ભાભા ગુજરી ગયા. સૌ લોકોમાં તેમજ ગામમાં અનુભવી તેમજ સમજદાર વ્યક્તિ ગુમાવવાનું દુઃખ પ્રસરી ગયું. પછી તે ભાભાનું બારમું પતિ ગયું એટલે એક સારો દિવસ જોઈ પંચોએ આ ભાભાની મિલકતના લખાણ વળી વાત ત્રણેય ભાઈઓને કરી. ત્રણેય ભાઈઓ પણ આમ સમજદાર હતા તેથી તેમને પણ કહ્યું કે, જેમ પિતાજીનો હુકમ હોય અને પંચનું લખાણ હોય તેમ મિલકત વહેંચી લઈએ.
તેથી એક દિવસ પંચોએ તેમજ ત્રણેય ભાઈઓએ સાથે બેસીને તે લખાણ કાઢીને મિલકતની વહેંચણી કરવા ભેગા થયા. પંચોએ તે ભાભાએ લખાવેલો કાગળ સામે ધરતા કહ્યું કે, મરતા પહેલા તમારા પિતાજીએ તમારા ત્રણેય માટે તેમની બચાવેલી મિલકત એટલે કે, આ ૧૭ ઊંટની વહેંચણી અમુક નિયમો મુજબ કરવાની ઠરાવેલી છે. એ ઠરાવ મુજબ એમ છે કે, આ ૧૭ ઊંટના ભાગ એમ પડવાના છે કે, સૌથી નાના ભાઈને અડધા ભાગના ઊંટ મળવા જોઈએ, વાચેટને છટ્ઠા ભાગના ઊંટ મળવા જોઈએ અને સૌથી મોટા ભાઈને નાવમાં ભાગના ઊંટ મળવા જોઈએ. ત્રણેય ભાઈઓએ કહ્યું ઠીક છે, જેમ લખ્યું છે એવી રીતે ઊંટ વહેચી આપો અમે પિતાજીએ લખાવેલું છે એમાં મીનમેખ નહિ મારીએ.
હવે, પંચો પણ ઊંટના ભાગ પાડવા માટે તૈયાર થઇ ગયા. એક પંચે ગણતરીની શરૂઆત કરતા કહ્યું કે આપણે સૌથી નાના ભાઈથી શરૂઆત કરીએ કે, લખાણ મુજબ તેને અડધા ઊંટ આપી દો…. પણ આ શું…બીજા પંચો કહેવા લાગ્યા કે ૧૭ ઊંટના અડધા ઊંટ કેવી રીતે કરવા? જો ૧૬ ઊંટ હોય તો થાય પણ ૧૭ ના અડધા કેમ કરવા. પછી વચલા ભાઈ માટે વાચ્યું તો તેમાં કહ્યું હતું કે, ત્રીજા ભાગના ઊંટ તેને આપવાના હતા તો ૧૭ નો ત્રીજો ભાગ પણ કેમ કરવો અને અંતે સૌથી મોટા ભાઈના નવમાં ભાગના ઊંટ પણ કેમ કરવા. પંચોને લાગ્યું કે, ભાભા અમને ગુચવીને ચાલ્યા ગયા. જો એ લખાણ કરતી વખતે જ નક્કી કરી લીધું હોત તો સારું હોત. પણ હવે શું થઇ પણ શકે.
અંતે આ સમસ્યાનો ઉકેલ લાવવા પંચોએ ગામને પણ ભેગું કર્યું અને કહ્યું કે, આ ત્રણેય ભાઈની સમસ્યાનો ઉકેલ કોઈ લાવી શકે એમ છે? પણ પુરા ગામમાંથી પણ કોઈ આ સમસ્યાનો ઉકેલ ના લાવી શક્યું. ત્યારે એક મહાત્મા ઊંટ ઉપર ફરતા ફરતા એ ગામમાં આવી પહોંચ્યા અને પાદરમાં મંદિરે તે બેઠા હતા.
તે સમયે એક ભાઈ તેમને જોઈ ગયા અને આ સમસ્યાના હેતુ સ્વરૂપે તેમની પાસે દુધનો લોટો લઇ પહોચ્યા અને તેમને પીવા દૂધ આપી કહ્યું મહાત્મા અમારા ગામમાં એક મોટી સમસ્યા આવી પડી છે. મહાત્માજી એ કહ્યું શું સમસ્યા છે? તો તે ભાઈ બોલ્યા અમારા ગામના એક બુજુર્ગ માણસ ગુજરી ગયા છે તો તેમણે પંચ પાસે કાગળ લખાવેલો એ એ કાગળ મુજબ અડધા ભાગ, ત્રીજા ભાગ અને નાવમાં ભાગમાં ૧૭ ઊંટ વહેચવાના છે તે મુજબ વાત કહી. હવે મહાત્માજી તમે જ કઈ ઉપાય બતાવો એમ કહી પેલા ભાઈ શાંત બનીને ઉભા રહ્યા.
આ સાંભળી મહાત્મા બોલ્યા ચાલો, આપણે ત્યાં જઈએ અને સમસ્યાનું સમાધાન કરીએ, પેલા ભાઈને પણ થોડી મહાત્મા પર આશા જાગી અને તે પણ ઉત્સાહ સાથે મહાત્મા સાથે જવા ચાલવા લાગ્યા. મહાત્મા પોતાના ઊંટ પર બિરાજમાન થઈને જ્યાં બધા લોકો ભેગા થાય હત ત્યાં આવી પહોંચ્યા અને પંચે લખેલો કાગળ વાચ્યો….
કાગળ વાંચી મહાત્માએ એમ કહ્યું કે મારું ઊંટ પણ પેલા ૧૭ ઊંટ સાથે વાડામાં મોકલી દો. આ સાંભળી ગામ વાળા લોકો અને પંચને થોડી નવી લાગી પણ મહાત્માજીએ કીધું હતું એટલે તેમ કરવું પણ પડે. તે ૧૭ ઊંટની સાથે આ ૧ ઊંટને પણ વાડામાં બધી દેવામાં આવ્યું.
પછી મહાત્માજી બોલ્યા, હવે આ ત્રણેય ભાઈઓ વચ્ચે કુલ ૧૮ ઊંટ થઇ ગયા છે તેથી વહેંચણી આ ૧૮ ઊંટની થશે… પછી મહાત્માજીએ આગળ ભાગ પડતા કહ્યું કે, સૌથી પહેલા લખાણ મુજબ નાના ભાઈને અડધા ઊંટ દેવાના છે, તો નાના ભાઈને ૧૮ ઊંટમાંથી ૯ ઊંટ આપી દો. એટલે ૯ ઊંટ નાના ભાઈના ભાગમાં આવ્યા. ત્યાર બાદ વચેટ ભાઈ ના ભાગ મુજબ ત્રીજા ભાગના ઊંટ વચેટ ભાઈને આપવા તો ૧૮ ઊંટના ત્રીજા ભાગના ઊંટ એટલે કે, ૬ ઊંટ વચેટ ભાઈને આપી દો.
હવે છેલ્લે, મોટા ભાઈના ભાગમાં નવમા ભાગના ઊંટ લખ્યા છે એટલે ૧૮ ઊંટના નવમો ભાગ બરાબર ૨ ઊંટ મોટાભાઈને આપી દો. હવે કુલ ભાગ મુજબ નાના ભાઈને ૯ ઊંટ મળ્યા, વચેટ ભાઈને ૬ ઊંટ મળ્યા અને મોટા ભાઈને નવમાં ભાગ લેખે ૨ ઊંટ મળ્યા. તો કુલ ઊંટ થયા ૯ + 6 + ૨ = ૧૭ તો ગામ વાળા કહે હજુ એક ઊંટ વધ્યું મહાત્માજી. મહાત્મા બોલ્યા, એ એક ઊંટતો મેં મારું ઘરનું તેમાં ઉમેર્યું હતું ને તો એ ઊંટ મને આપી દો એટલે ભાગ બરાબર થઇ જાય. આવી રીતે મહાત્માએ ૧૭ ઊંટના એવા સરખા ભાગ પડી બતાવ્યા કે, લોકો જોતા રહી ગયા. જો આ વાર્તા ગમી હોય તો અવશ્ય બીજા લોકો જોડે શેર કરજો.
આ વાર્તા માંથી ઘણું શીખવા જેવું છે. કે ખાલી ભણતર પણ ક્યારેક કામ નથી આવતું જીવનમાં ભણતરની સાથે ગણતર હોવું પણ જરૂરી છે. મોરારી બાપુ વધુમાં કહે છે કે, “જ્યાં સુધી આપણે આપણું ઘરનું ઊંટ ના ભેળવીએ ને ત્યાં સુધી સમાજની સમસ્યાનો ઉકેલ ના આવે.” જો આપણે આપની સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો આપણે આપણું ઊંટ નાખવું પડે. સાચું છે ને…..?
જો મિત્રો તમને આ પ્રસંગ ગમ્યો હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર કહી શકો છો તો અમે તમારા માટે આવા બીજા પ્રસંગ પણ રજુ કરીશું. તમારો વાચવાનો ઉત્સાહ એજ અમારી સફળતા છે. ધન્યવાદ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
After looking into a handful of the articles on your site, I truly appreciate your technique of blogging.
I saved it to my bookmark webpage list and will be checking back soon. Please check out my web
site as well and let me know how you feel.