આ ચીજો કરે છે ડાયાબીટીસમાં જાદુઈ અસર… આપશે સચોટ પરિણામ…અજમાવી જુઓ .

આ ઘરની ચીજોથી થઇ શકે છે ડાયાબીટીસનો સચોટ ઈલાજ. વાંચો કેવી રીતે થઇ શકે છે ઈલાજ.

ડાયાબીટીસ એક એવો રોગ છે, જે આજકાલ ૪૦ વર્ષ થી નીચેની વયના લોકોમાં પણ હોય છે. આજે દરેક વ્યક્તિ માટે ડાયાબીટીસ એક જટિલ મુદ્દો છે. ડાયાબીટીસના મોટા ભાગના દર્દીઓ ડોક્ટરની લખી આપેલી દવા લેતા હોય છે. તે દવા ડાયાબીટીસને કંટ્રોલ કરે છે. પણ ખરેખર આપણે એ નથી જાણતા કે તે દવાઓ આપણા શરીરમાં બનતા ઇન્શુલંસને ફરી બનતા અટકાવે છે. અને ઇન્શુલંસ બનતા અટકી જાય તો સાદી ભાષામાં કહીએ તો દવા લેવાથી આપણને દવા નું કાયમી બંધાણ થઇ જાય છે. જેનાથી આપણે કેલેરી વાળો ખોરાક બિલકુલ ન ખાઈ શકીએ.

ડાયાબીટીસએ એક વારસાગત ચાલી આવતી બીમારી પણ છે. આપણા કોઈ પણ પૂર્વજને ડાયાબીટીસ હોય તો આપણને તેની લપેટમાં લઇ શકે છે. આજ લગભગ ભારતમાં કુલ 5 કરોડ જેટલા લોકો ડાયાબીટીસના શિકાર છે. એટલા માટે ડાયાબીટીસને નાબુદ કરે તેવા દેશી અને ઘરેલું નુસ્ખાઓ અપનાવો અને ડાયાબીટીસથી કાયમી છુટકારો મેળવો. ડાયાબીટીસ ક્યારેય નાબુદ ન થાય તેવું લોકો કહેતા હોય છે પણ આ નુસ્ખા કરવાથી ચોક્કસ પણે રીઝલ્ટ મળશે.

પહેલા તો ડાયાબીટીસની દેશી દવાઓને તેના સમય અને ક્યાં પ્રમાણમાં લેવી તેનું મહત્વ ખુબજ છે. દરેક દેશી દવાઓને તેના સમય સાથે લેવાથી તેનો ખુબજ ફાયદો થાય છે. અને જો તે તેના સમય અનુસાર લેવામાં ન આવે તો તેનો આપણા શરીર ઉપર કોઈ ફાયદો થતો નથી.

૧] તજ  –  તજ એવી વસ્તુ છે જે સ્વાદમાં આપણને થોડી ગળી પણ લાગે છે અને થોડો તીખો સ્વાદ પણ આવે છે. પણ તજ આપણા શરીરના શુગર લેવલને કંટ્રોલ કરવામાં ખુબ જ ઉપયોગી છે. તજનું સેવન કરવાથી આપણા શરીરનું બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. અને આપણી ઈમ્મ્યુંન સીસ્ટમને વધારે છે. ડાયાબીટીસ ટાઇપ ૧ અને ટાઇપ 2 બંને માં કામ આપે છે .સવારના નાસ્તા અને રાત્રીના ભોજન બાદ ૫ થી 10 ગ્રામ તજનો પાવડર ગરમ પાણીના ગ્લાસમાં નાખી પીવાથી શુગર લેવલ જળવાય જાય છે. પણ તેનું નિયમિત સેવન ખુબજ મહત્વનું છે.

૨] આમળા –  આમળા એક સુપર ફૂડ તરીકે જાણીતું અને ઘણા બધા રોગોનું નિવારણ કરતુ એક હેલ્દી ફૂડ કહેવાય છે. આમળાને હળદર સાથે લેવાથી પણ અસરકારક રીઝલ્ટ મળે છે. આમળાનો રસ કાઢી અને હળદરના પાવડરને પાણીમાં નાખી અને આમળાના રસને તેમાં નાખો એટલે ડાયાબીટીસની દવાના રૂપમાં જોવા મળે છે. આમળાની અંદર ક્રોમીઅમ નામનું મિનરલ જોવા મળે છે. જે આપણા શરીર કાર્બોહાઈડ્રેટ મેટાબોલીજમને આગળ વધારે છે અને ઇન્શુલંસ બનવાની શક્તિને વધારે છે. રોજ સવારે ખાલી પેટે પાણી પીવાના અડધો કલાક પછી ૨૦ થી ૩૦ ML આમળાનો રસ અને બે ચપટી હળદર પાણીના એક ગ્લાસ સાથે લેવાથી માત્ર ૭ દિવસમાં ડાયાબીટીસનો આંક નીચો આવી જાય છે.

3] બારમાસી –  બારમાસી એક સાધારણ અને સુંદર ફૂલ છોડ છે, તેવી રીતે તેના ગુણો ખુબજ મોટા છે. બારમાસી ડાયાબીટીસની સાથે સાથે હાઈબ્લડપ્રેશર અને કેન્સર જેવી બીમારીઓની દવા છે. બારમાસીનો નિયમિત ઉપયોગ કરવાથી આપણા શરીરનું લોહી સાફ થાય છે. અને ચામડીના રોગોમાં પણ તુરંત રાહત અપાવતી વનસ્પતિ છે. ડાયાબીટીસની દવા માટે બારમાસીના ૫ ફૂલ અને તેના છોડના ૨ પાન, ટમેટું અને કાકડી લઇ તેનું જ્યુસ બનવી અને દિવસમાં એક વાર ખાલી પેટ અથવા તો જમીને એક કલાક પછી લેવાનું. કાકડી અને ટામેટાનું જ્યુસ બનાવતી વખતે તેનો વચ્ચેનો ગર્ભ કાઢીને જ્યુસ બનવાનું અને ગાળીને પી જવાનું. બારમાસીના ફૂલની અસર શુગર લેવલે અને આપણી પેન્ક્રિયાની કાર્ય ક્ષમતાને પણ વધારે છે. આ દવા ખુબજ આસન અને ઝડપથી અસર કરતી ડાયાબીટીસની સંજીવની માનવામાં આવે છે.

૪] મીઠોલીમડો –  મીઠોલીમડો એક એવી ઔષધી છે જે શરીરના ઘણા રોગોનું જડપથી નિવારણ લાવી દે છે. ઔષધ વિજ્ઞાનીકો અને હેલ્થ સ્પેશિયલિસ્ટો નું કહેવું છે કે, મીઠાલીમડાની અંદર ઘણા એવા ગુણ છે જે શરીરનું શુગર લેવલ સંતુલિત થાય છે. જે ડાયાબીટીસને વધવા નથી દેતું. સાથે સાથે ફેફસાના કેન્સર અને ઘણા રોગોનો ઈલાજ કરી આપે છે. ૮ થી ૧૦ મીઠાલીમડાના પાનની ચટણી બનવવાની અને પછી ૧ ગ્લાસ પાણી લેવાનું તેમાં આ ચટણી નાખીને ઉકાળવાનું, ત્યાં સુધી ઉકાળવા દેવાનું કે તે પાણી અડધું થઇ જાય. ત્યારબાદ અઠવાડિયામાં 3 વાર જમીને અથવાતો સાંજના સમયે પીવાનું.

૫] એલોવેરા –    એલોવેરા આપણા વાળ અને ચામડી માટે ઉપયોગી છે તેનાથી પણ વધારે આપણી સેહદ માટે ગુણકારી છે. નિષ્ણાંતોએ એલોવેરા ઉપર રિચર્ચ કરીને તેમાંથી ડાયાબીટીસની દવા શોધી કાઢી છે. એલોવેરાથી ડાયાબીટીસ, હાઈબ્લડપ્રેશર, અસ્થમા, ગ્લોકોમાં અને પેટની ઘણી બીમારીઓનો ઈલાજ છે. જે લોકોને ૨૦૦ થી વધારે ડાયાબીટીસનું લેવલ હોય તેને અલોવેરા ખાસ ઉપયોગમાં લેવું જોઈએ. એલોવેરાને ખાલી પેટે સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. શુગરનું લેવલ વધારે હોય તો એલોવેરાને ખાલી પેટે દરરોજ સવારે ૨૦ થી ૩૦ ml એલોવેરાનું જ્યુસ ગરમ પાણી સાથે લેવાનું. અને આમળાના જ્યુસની સાથે પણ એલોવેરાના જ્યુસને લેવાથી પણ શરીર પર અસર કરે છે.

૬] આંબો – કેરી આપણા શરીરના શુગર લેવલને ખુબ વધારે છે. જયારે આંબાના પાંદડા ડાયાબીટીસની સામે રક્ષણ આપે છે.આંબાના પાંદડા આપણા શરીર ઉપર ગ્લાઈકોસીરીમીકો ઈફેક્ટ થાય છે જેનાથી આપણા આંતરડામાં રહેલી ખાંડ સુકાવાની ગતિને ધીમી કરે છે. આવું થવાથી આપણા શરીરનું ગ્લુકોઝ ઘટાડે છે. ૫ થી ૬ આંબાના પાન લેવાના તેને પીસીને તેની ચટણી બનાવવાની અને એક ગ્લાસ પાણી તેમાં નાખી સવાર સુધી પલાળેલું રેહવા દેવાનું. અને સવારે ખાલી પેટે ગાળીને પીય જવાનું. તેનાથી આપણા શરીરનું ઇન્શુલંસ બનતા વધારે અને શુગર ઘટાડે છે.

૭] જાસુદ –   જાસુદના પાન ડાયાબીટીસ માટે અધિક ઉપયોગી અને ફાયદાકારક છે. રિચર્સ દ્વારા જાણવા મળ્યું કે, જાસુદના પાનમાંથી મળતું તત્વ ફાયટોકેમીકલ ઇન્શુલંસ બનાવે સાથે સાથે આપણા શરીરમાં ફરતા લોહીમાંથી શુગરને બાળી નાખે છે. જાસુદના પાનમાં ફેલોરિકએસિડની માત્રા  વધારે હોય છે જે, ડાયાબીટીસ ઘટાડવામાં દવાની જગ્યાએ કામ કરે છે. જાસુદના પાનને પણ ૪ થી ૫ લેવાના અને પીસીને તેની પણ ચટણી બનાવવાની અને ગરમ પાણીમાં પલાળીને પૂરી રાત માટે મૂકી દેવાનું પછી સવારે અને સાંજે ગાળીને પિવાનું. અને જસુદના પાનને સુકવીને તેનો પાવડર પણ બનાવી શકાય અને તેનું પણ સેવન કરી શકાય છે.

૮] જાંબુડા – જાંબુડામાં સૌથી વધારે માત્રામાં વિટામીન સી. અને વિટામીન એ. હોય છે. આયુર્વેદમાં ડાયાબીટીસ માટે જાંબુડાનો ઉપયોગ ઋષિઓના સમયમાં પણ કરવામાં આવતો હતો. જાંબુડા ડાયાબીટીસ, આંખો અને ત્વચાને પણ ગુણ કારી છે. ડાયાબીટીસમાં જાંબુડા અને તેના બીજનો ઉપયોગ કરવા કહ્યું છે. આનું સેવન કરવાથી બ્લડશુગર, ડાયાબીટીસ ઉપર આસાનીથી કંટ્રોલ મળે છે. જાંબુડા આમ તો સીજનેબલ ફળ છે. પરંતુ તેના બીજનો ઉપયોગ પુરા વર્ષ દરમિયાન કરી શકાય છે. જાંબુની સીજનમાં તેનો ઉપયોગ સવારે નાસ્તાની સાથે લેવો જોઈએ. અને તેના બીજને સુકવીને તેનો પાવડર બનાવીને દિવસમાં બે વાર ભોજન પછી એક ચમચી ગરમ પાણી સાથે પીવાથી ૭ થી ૮ દિવસમાં જ ડાયાબીટીસ કંટ્રોલમાં આવી જાય છે.

9] કાળીજીરી –  કાળીજીરી ઘણા બધા અમીનોએસીડથી ભરપુર હોય છે. જે લોકો ડાયાબીટીસ ટાઇપ ૧ કે ટાઇપ ૨ હોય છે તે પોતાના ડાયટમાં કલીજીરીનો ઉપયોગ કરે તો ડાયાબીટીસની  સાથે ઘણા રોગોમાં રાહત મળે છે. કાળીજીરીને ડાયાબીટીસ માટે એન્ટીડાયાબીટીક પણ કહેવાય છે. તેનો ઉપયોગ પાવડર બનાવીને ગરમ પાણીમાં ઉકાળીને ચાની જેમ પી શકાય .

અપનાવો આ આયુર્વેદિક વસ્તુઓના નુસ્ખાઓ અને ડાયાબીટીસથી કાયમી છુટકારો મેળવો.- જો આ માહિતી સારી અને ઉપયોગી લાગે તો બીજા લોકોને પણ શેર કરવા વિનંતી. 

        મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો. 

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro  

  

                                    મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ.

 

4 thoughts on “આ ચીજો કરે છે ડાયાબીટીસમાં જાદુઈ અસર… આપશે સચોટ પરિણામ…અજમાવી જુઓ .”

  1. Good article But how can you share with others where by one cannot print the info page???
    You must be clever to make people do some good deeds by telepathy, “”Keep up the good work””

    Reply

Leave a Comment