ભગવત ગીતા આજથી ૫૦૦૦ વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા લખાયેલી છે. તેમાં અત્યાર સુધીના લગભગ તમામ પ્રશ્નોના ઉત્તર અપાયેલા છે. કેટલો મોટો પ્રશ્ન કેમ ના હોય પણ ગીતામાં તેનો ઉત્તર હંમેશા મળી રહેતો હોય છે. ફક્ત આપણે ઊંડાણપૂર્વક તેમજ ધ્યાનપૂર્વક ગીતાનું અધ્યયન કરવાનું રહે છે.
આજકાલ સૌ લોકો ઉતાવળે કોઈ પણ બાબતનો નિર્ણય લેતા હોય છે અને પછી તે જ લીધેલા નિર્ણય પર તેમને પસ્તાવાનો વારો આવે છે. એ બાબત પર કોઈ લોકોએ ભાર નથી આપ્યો કે કોઈ નિર્ણય લેતા પહેલા એવું શું વિચારવું કે ક્યાં પગલા લેવા જેથી આપણો લીધેલો નિર્ણય યોગ્ય રહે. તેથી આજ ગુજરાતી ડાયરો તમારા માટે લઈને આવ્યો છે, ભગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કહેવાયેલા એ 8 વાક્યો કે જે તમને નિર્ણય લેવામાં મદદ કરશે.
(1 ) ક્યારેય તમારી લાગણીને વશ થઈને કોઈ નિર્ણય ના લો.
જયારે પણ આપણે કોઈને કોઈ નિર્ણય લઇ રહ્યા હોઈએ ત્યારે આપણે વિચારવું જોઈએ કે, શું આપણે આ નિર્ણય કોઈ લાગણીને વશ થઇને તો નથી લેતા ને…ઉદાહરણ તરીકે, કોઈ પણ કોલેજનો વિદ્યાર્થી હોય તો તેને બહાર ફરવું, પાર્ટી કરવી, સોશિયલ મીડિયા પર રહેવું તે વસ્તુ તેને સારી ફીલીંગ(લાગણી) આપાવે પણ તેને આ લાગણીને દુર કરીને તેના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. ભલે આ અભ્યાસ વાળો નિર્ણય તેને સારી ફીલીંગ ના કરાવે છતાં પણ આ નિર્ણય પર અડગ રહીને આ નિર્ણય લેવો જોઈએ. તે તેના ભવિષ્ય માટે ઉત્તમ છે.
તેથી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હંમેશા ભવિષ્યનું વિચારીને ચાલવું જોઈએ અને કોઈ પણ નિર્ણય લેતી વખતે લાગણીને વશ ના થવું જોઈએ.
(2) કોઈ પણ નિર્ણય તમે વધુ ખુશીમાં કે વધુ દુઃખમાં હો ત્યારે ના લેવો.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આપણે ત્યારે નિર્ણય ના લેવો જોઈએ કે જયારે આપણે બહુ ખુશ હોઈએ કે બહુ દુખી હોઈએ. કેમ કે, મનુષ્ય જયારે બહુ ખુશ હોઈ છે ત્યારે તે કંઈ પણ આપી દેતા હોય છે. અને જયારે બહુ દુખી હોય છે ત્યારે આનાથી ઉલટું તે કોઈ પણ વાત પર ગુસ્સે થઇ જાય છે. એટલા માટે આપણે જયારે બહુ ખુશ કે બહુ દુખી હોઈએ ત્યારે કશો નિર્ણય લેવો નહિ અને ત્યારે શાંત રહેવું.
(૩) કોઈ પણ નિર્ણય લેતી વખતે પોતાની જાતને પૂછો… કે હું આ નિર્ણય કોઈ મોહ કે ક્રોધને વશ થઈને નથી લઇ રહ્યો ને.
કોઈ પણ નિર્ણય મોહમાં ના લેવો હોઈએ કેમ કે, જયારે આપણે કોઈના મોહમાં હોઈએ એટલે કે કુટુંબી જન કે બીજા કોઈ કારણોસર તમે કોઈ પર મોહ ધરાવતા હો તો તેના પક્ષમાં નિર્ણય લેવામાં આવે તો હંમેશા તમને નિષ્ફળતા જ મળશે.
તેમજ ક્યારે પણ ક્રોધમાં કોઈ નિર્ણય લેવો નહિ કેમ કે, ક્રોધમાં લેવાયેલો નિર્ણય હંમેશા આપણને પાછળ થી પસ્તાવો જ આપે છે કેમ કે, જયારે આપણે ક્રોધમાં હોઈએ ત્યારે આપની વિચારશક્તિ હંમેશા બંધ થઇ ગયેલી હોય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, તમે ક્રોધ તેમજ મોહમાં થોડા રોકાઈ જાવ પછી જ નિર્ણય લો.
(૪) કોઈ પણ નિર્ણય ખાલી પરિણામને ધ્યાનમાં લઈને ના લો.
જી હા, મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, તમે કોઈ પણ નિર્ણય તેમાંથી મળવા વાળા પરિણામને ધ્યાનમાં લઈને ના લો. ભગવત ગીતામાં પણ ભાર દઈને કહેવામાં આવ્યું છે કે નિષ્કામ કર્મ કરો ક્યારેય ફળની ચિંતા ના કરો. જો તમે ફળની આશા સાથે જ કામ કરશો તો તમે નિષ્કામ કર્મ નહિ કરી શકો અને અંતે તમારે તમારા કરેલા નિર્ણય પર પસ્તાવાનું જ રહેશે.
ભગવાને પણ ગીતામાં કહે છે કે, હે મનુષ્ય કર્મ કરવું તારો હક છે, અને કર્મનું ફળ આપવું એ મારો હક છે.
(5) બદલાવથી ક્યારેય ના ડરો. નવી શરૂઆત કરો. (પરિવર્તન જ સંસારનો નિયમ છે.)
હંમેશા આપણે નિર્ણય લેતી વખતે બદલાવથી ડરવું જોઈએ નહિ અને નવી ચીજો કરવાનો આગ્રહ રહ્વો જોઈએ. કેમ કે આ સંસારમાં કોઈ વસ્તુ કાયમી નથી બધા પોતાના સમય અનુસાર કર્મ કરે છે. તેથી નવી શરૂઆત કરવામાં આગળ વધવું કેમ કે, પરિવર્તન જ સંસારનો નિયમ છે.
હંમેશા તમારા વિચારોથી આગળ કામ કરવાનો આગ્રહ રાખો.
(6) નિર્ણય પોતાના પર સંપૂર્ણ ભરોસો રાખીને લો.
કોઈ પણ નિર્ણય લેતી વખતે તમારા પોતાના પર ભરોસો રાખો અને પછી જ નિર્ણય લો. તમારા લીધેલા નિર્ણયમાં જો તમને ભરોસો ના હશે તો તમે તે નિર્ણય યોગ્ય રીતે પૂરો નહિ કરી શકો કે તે નિર્ણય પર કાયમ નહિ રહી શકો. સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ એવા પગલા છે કે જેના વગર તમારો નિર્ણય યોગ્ય સાબિત થઇ જ નહિ શકે.
(8) સારા અનુભવી લોકો પાસે થી સલાહ લઇ નિર્ણય કરો.
ખુદ અર્જુન પણ જ્ઞાની હતા તો પણ યુધ્ધમાં તે પોતે નિરાશ થઇ ગયા હતા એટલે તેમને ભગવાન શ્રીકૃષ્ણએ મદદ કરી હતી. જો તે મદદ ભગવાન શ્રીકૃષ્ણએ ના કરી હોત તો યુધ્ધનો નિર્ણય કદાચ કૌરવો ના પક્ષમાં હોત. માટે જો આવા અનુભવી માણસો આપની સાથે હોય તો આપને નિર્ણય લેવામાં ખુબ મદદ મળે છે. તે અનુભવી લોકો માતા પિતા, મોટા ભાઈ બહેન, શિક્ષકો માંથી કોઈ પણ હોઈ શકે.
(7) કોઈ નિર્ણય લેતી વખતે પરમાત્મા કે ઈશ્વર પર વિશ્વાસ રાખો.
કોઈ પણ નિર્ણય લેતી વખતે આપણે પરમાત્મા કે ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ. તેનાથી આપણને તે નિર્ણય પૂરો કરવામાં ગજબની આંતરિક શક્તિ મળે છે. આ જ શક્તિ દ્વારા આપણે લીધેલા નિર્ણય પર પરમાત્માનો સાથ તમને ત્યારે કામ આવશે કે જયારે તમે કોઈ મુસીબતમાં હશો. એટલે કોઈ પણ નિર્ણય લેતી વખતે હંમેશા યાદ રાખી નિર્ણય લો કે, પરમાત્મા આપની સાથે જ છે.