હોળી પર કરો આ ઉપાય… 7 પ્રકારના દુઃખોથી મળશે છુટકારો…. જાણો શું છે એ ઉપાય…

આપણા હિંદુધર્મમાં હોળી એક પવિત્ર તહેવાર છે. હોળીનો તહેવાર આપણને એવું સૂચવે છે કે હંમેશા બુરાઈનો અંત હોય છે સકારાત્મકતાનો વિજય હોય છે. તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જન્માષ્ટમી, શિવરાત્રિ, હોળી, દિવાળી વગેરેનું વિશિષ્ટ એક આગવું મહત્વ હોય છે. મિત્રો હોળી જેવો પવિત્ર તહેવાર આપણે ત્યાં વર્ષમાં એક જ વાર આવે છે.

એવું કહેવામા આવે છે કે હોળીના દિવસે કરવામાં આવેલા ઉપાયો આપણને તરત જ ફળ આપે છે. આજ અમે તમને એવા ઉપાયો વિશે જ જણાવીશું કે જેને કરવાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારું જીવન સુખ, સમૃધ્ધિ, હર્ષથી ભરાઈ જશે. ચાલો તો હોળીના દિવસે આ સરળ ઉપાય કરવાથી તમારી વિપત્તિઓનો અંત આવશે. તો વાંચો આ લેખ અને આ હોળી એ અજમાવી જુઓ આ ઉપાયો અને જીવનની મુશ્કેલીઓને દૂર કરો.

1) જ્યારે હોળી પ્રગટાવવામાં આવે ત્યારે પરિવારના દરેક સભ્યે હોલિકા દહનના દર્શન કરવા જવું જોઈએ. જ્યારે હોળી પ્રગટાવવામાં આવે ત્યારે તેમાં ચણા, વટાણા, ઘઉં અને અલસી વગેરે પધરાવવું જોઈએ. આ વસ્તુ પધરાવીને હોળીની ત્રણ કે સાત પરિક્રમા કરવી. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. તેમજ હોળીની જ્વાળાથી અનેક રોગોને પણ દૂર કરી શકાય છે. આથી વાતાવરણની શુદ્ધતા માટે હોળીમાં થોડું કપૂર પણ નાખવું.

2) પરિવારના દરેક વડીલે હોળીના દર્શન કરવા માટે ખાસ જવું જોઈએ. તેમજ ઘરની શાંતિ માટે ઘીમાં પલાળેલા બે લવિંગ, એક પતાસું અને એક પાન પણ અવશ્ય હોળીમાં ચડાવવું જોઈએ. હોળીની આ રીતે પુજા કર્યા પછી તેની ત્રણ પરિક્રમા કરવી અને છેલ્લે એક નારિયેળની આહુતિ પણ આપવી જોઈએ. તેનાથી ઘરના બધા જ કષ્ટ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

3) એવું કહેવાય છે કે જે લોકોને જીવનસાથી મળવામાં વિલંબ થતો હોય તેમણે હોળી દહનના દિવસે સવારે એક સાબૂત પાન(ખંડિત ના હોય એવું ) લઈ તેમાં સોપારી અને હળદરનો એક ગાઠિયો મૂકી શિવ મંદિરમાં શિવલિંગ પર ચડાવવો અને ભગવાન શિવને પોતાના માટે યોગ્ય જીવનસાથી માટેની પ્રાર્થના કરવી અને પ્રણામ કરી ઘર તરફ પરત આવતા રહેવાનું. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાછળ વળીને ન જોવું જોઈએ. આ પ્રયોગને હોળીથી સતત સાત દિવસ કરવો જોઈએ. જેના લીધે તુરંત જ વિવાહ થવાની સંભાવના વધી જાય છે.

4) કોઈપણ વ્યક્તિએ પોતાની મનોકામના પૂરી કરવા માટે હોળીના દિવસે જો આ પ્રયોગ કરવામાં આવે તો વ્યક્તિની બધી જ ઈચ્છા પૂરી થાય છે. હોળી દહનના રાત્રિના 12 વાગ્યે પીપળાના વૃક્ષ નીચે ઘીનો દીવો કરવો અને હાથમાં સફેદ તલ લઈ પીપળાના વૃક્ષની સાત પરિક્રમા કરવી અને હાથના તલ ધીમે-ધીમે નીચે છોડતા જાવા. પછી પીપળાને અડયા વગર પ્રણામ કરીને પાછળ જોયા વગર ઘરે આવી જવું. આ ઉપાય મનની દરેક ઈચ્છાને પૂર્ણ કરનાર છે.

5)હોળીકા દહનના બીજા જ દિવસે ધૂળેટી રમાય છે. ત્યારે તે દિવસે સવારે સ્નાન કરીને લાલ ગુલાલ એટલે જે કંકુ લઈને ઘરના મંદિરમાં દેવી કે દેવતા પર ગુલાલ લગાડવો અને પછી આ ગુલાલના પેકેટમાં એક ચાંદીનો સિક્કો મૂકી તેને લાલ કપડામાં વિટોળી ઘરની તિજોરીમાં મૂકી દેવું. આમ કરવાથી ધનમાં વૃદ્ધિ થશે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થશે.

6) કોઈપણ મુશ્કેલ કાર્યની સફળતા માટે હોલિકા દહન થઈ ગયા પછી તેની થોડી ભસ્મ અવશ્ય ઘરે લાવવી અને જ્યારે તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જઈ રહ્યા હો. ત્યારે આ ભસ્મને પુરુષોએ પોતાના મસ્તક પર અને સ્ત્રીઓ એ પોતાના ગળામાં લગાડવી જોઈએ. આ ઉપાય કરવાથી કોઈપણ કાર્યમાં સફળતાની સાથે ધન સંપત્તિમાં વધારો થશે.

7) જો તમારા શત્રુઓ વધારે હોય અને તેનાથી છુટકારો મેળવવા ઈચ્છતા હોવ તો આ ઉપાય ખાસ કરવો જોઈએ. હોળીના દિવસે આખો દિવસ પોતાના ખિસ્સામાં કાળો રૂમાલ કે કપડાંમાં કાળા તલ રાખો અને રાત્રે તેને હોળીની આગમાં નાખો. આમ કરવાથી જો તમારા દુશ્મને કોઈ કાળું જાદુ કર્યું હશે તો તે સમાપ્ત થઈ જશે.

તો મિત્રો આ ઉપાય કરીને તમે તમારા માનસિક દુઃખથી પણ છુટકારો મેળવી શકશો. તમારો અભિપ્રાય કોમેન્ટ કરજો 

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

Leave a Comment