અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ,અને પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
હોળાષ્ટકના દિવસોમાં શા માટે નથી કરવામાં આવતા શુભ કાર્ય…. શું છે તેની પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ.
મિત્રો, તમને વડીલોને એવું કહેતા જોયા હશે કે હવે હોળી નજીક આવી રહી છે એટલે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય નહિ થાય. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે, શા માટે હોળી આવે ત્યારે શુભ કામ ન થાય ? પરંતુ મિત્રો હોળી અગાઉના આઠ દિવસોને અશુભ માનવામાં આવે છે. આપણા વડીલો દ્વારા કહેવામાં આવતું કે આ આઠ દિવસો ખુબ જ ભારે હોય છે. આ સમય દરમિયાન અશુભ શક્તિઓ ખુબ જ વિચરતી હોય છે. અને જો તે સમયમાં કોઈ શુભ કાર્યનો આરંભ કરવામાં આવે તો આ શક્તિઓ તમારા પર હાવી થઈ જાય છે અને આપણા શુભ કામને બગાડી પણ શકે છે. પરંતુ શું તમે અશુભ ગણાતા આ આઠ દિવસો પાછળનું સાચું રહસ્ય ખુબ જ ઓછા લોકો જાણતા હશે. તો આજે અમે તેના વિશેનું સાચું રહસ્ય જણાવશું આ લેખમાં એટલા માટે આ લેખને અંત સુધી વાંચો.
મિત્રો, આ વર્ષે 14 માર્ચથી હોળાષ્ટક શરૂ થઈ ગયું છે. હોળીના અગાઉના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ જાય છે. આ વર્ષે હોળી 21 માર્ચ છે, ત્યારે હોળીના આઠ દિવસ પહેલા એટલે ફાગણ મહિનાની શુક્લ પક્ષની આઠમથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે. આપણી પૌરાણિક માન્યતાઓ અનુસાર હોળીના આ આઠ દિવસ દરમિયાન કોઈપણ શુભ કાર્ય ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે હોળાષ્ટકમાં જો કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો કંઈક અશુભ અથવા તો બનતું કાર્ય પણ અટકે છે. આથી હોળીના આઠ દિવસોમાં હિંદુધર્મ પ્રમાણે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ આઠ દિવસોમાં ગ્રહો પોતાનું સ્થાન બદલતા હોય છે. અર્થાત ગ્રહોની બદલવાની ગતિને કારણે આ સમયમાં કોઈ શુભ કાર્ય થઈ શકતું નથી. કહેવામા આવે છે કે હોળાષ્ટકમાં શુભકાર્ય જેવા કે ગર્ભાધાન, વિવાહ, નામકરણ, ગૃહ પ્રવેશ/નિર્માણ, ગૃહ શાંતિ, હવન, યજ્ઞ કર્મ વગેરે થઈ શકતા નથી. હોળાષ્ટકને જ્યોતિષની દ્રષ્ટિએ દોષ માનવામાં આવે છે. તેમાં ગ્રહોની ચાલ બદલતી હોય છે. જેના કારણે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ તો તેમાં વિઘ્નો ઉભા થાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળાષ્ટકના પ્રથમ દિવસ એટલે કે ફાગણ મહીનાની શુક્લ પક્ષની આઠમે ચંદ્ર, નવમી એ સૂર્ય, દશમે શનિ, અગિયારસે શુક્ર, બારસે ગુરુ, તેરસે બુધ, ચૌદશે મંગળ અને પૂનમે રાહુ. આ સર્વ ગ્રહ હોળાષ્ટક દરમિયાન ખુબ જ ઉગ્ર રૂપમાં હોય છે. આ કારણે માનવનું મગજ આ આઠ દિવસોમાં બધી પ્રકારની શંકાઓ, વિકારો, દુવિધાઓ વગેરેથી ઘરાયેલું રહે છે. જેના કારણે શરૂ કરેલું કોઈપણ શુભ કાર્ય સારું થવાને બદલે બગડતું જાય છે. જ્યારે હોળીના બીજા દિવસે એટલે કે ફાગણ વદ એકમની ક્રુષ્ણ પક્ષથી ગ્રહોની નકારાત્મક શક્તિઓ ઓછી થવા લાગે છે અને લોકો કંકુ, અબીલ ગલાલથી પોતાની મનની ખુશી માટે હોળી મનાવે છે.
હોળાષ્ટક પાછળની બીજી એક પૌરાણિક માન્યતા પણ છે. ભગવાન વિષ્ણુ પાસેથી વરદાન મેળવીને હિરણ્યકશ્યપ ખુબ જ અત્યાચારી થઈ ગયો હતો. તે પોતાના પુત્ર પ્રહલાદને પણ ખુબ જ કષ્ટ આપતો હતો. પરંતુ પ્રહલાદ પર ભગવાન વિષ્ણુની કૃપા હોવાથી તેને કંઈ ન થયું. ત્યારે તેણે પોતાની બહેન હોલિકાને આદેશ આપ્યો કે તે પ્રહલાદને બાળીને ભસ્મ કરી દે. હોલિકાને એવું વરદાન હોય છે કે તેણે અગ્નિ બાળી નથી શકતી. પરંતુ પ્રહલાદને બાળીને મારવાના પ્રયત્નમાં પોતે જ મરી જાય છે. આ ઉપરાંત એવું પણ કહેવામા આવે છે કે પ્રહલાદને બાળીને મારવાની કોશિશમાં પ્રહલાદને આઠ દિવસ અગાઉ બધા જ પ્રકારની શારીરિક પીડાઓ આપવામાં આવી હતી. આથી આ આઠ દિવસોને હિંદુધર્મમાં અશુભ ગણવામાં આવે છે.
આમ અશુભ ગણાતા આ દિવસો માનવીને શારીરિક, માનસિક રૂપે કષ્ટ આપે છે. તેમજ શુભ કાર્યોમાં અનેક વિઘ્નો ઊભા કરે છે. આથી હોળાષ્ટકના આઠ દિવસોમાં કોઈ શુભ કાર્ય થતું નથી. પરંતુ જ્યારે અસૂરી શક્તિઓ પર ભક્તનો વિજય થાય છે ત્યારે રંગોથી રમીને મનુષ્ય પોતાનો આનંદ વ્યક્ત કરે છે.
વૈજ્ઞાનિક રીતે આ સમય દરમિયાન વ્યક્તિનું મગજ ખુબ જ ઉગ્ર હોય છે. જેના કારણે તેનાથી કોઈ ભૂલ અથવા કોઈ નુકશાન થઇ જતા હોય છે. તેના કારણે આ સમયે મગજમાં ટેન્શન ખુબ જ હોય છે. તેનાથી મન મોટાભાગે વ્યગ્ર જ રહેતું હોય છે. તો મિત્રો આ હતું હોળાષ્ટકનું વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણે.. કેવું લાગ્યું આ કારણ એ અમને કોમેન્ટમાં જણાવો. તમારી કોમેન્ટ અમે ધ્યાનથી વાંચીએ છીએ અને તે મુજબ અમને તમારો અભિપ્રાય પણ મળી રહે છે, તો પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? આવી જ બીજી જાણકારી મેળવવા લાઈક કરી લો SOCIAL GUJARATI પેજ… અને નીચે મુજબનું સેટિંગ કરી નાખો.. એટલે તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા