મિત્રો આપણી પ્રબળ ઇચ્ચાઓ હોય તો આપણા માટે કંઈ પણ કરવું શક્ય બની જાય છે અને તેનું જ એક જીવંત ઉદાહારણ છે એક 10માં ધોરણમાં ભણતી કીશોરી. જે પ્રખ્યાત થઇ પોતાના લાંબા વાળ માટે તેમણે પોતાનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાવ્યું.
મિત્રો નારીની સુંદરતાનો એક ભાગ વાળને પણ ગણવામાં આવે છે. લગભગ દરેક સ્ત્રીની એવી ઈચ્છા હોય છે કે તેના વાળ લાંબા હોય. મિત્રો લાંબા વાળ સ્ત્રીના માથા પરનું એક આભૂષણ ગણાય છે. એટલુ જ નહિ સ્ત્રીઓ લાંબા વાળની ચાહમાં ઘણા મોંઘા પ્રોડક્ટ વગેરેનો ઉપયોગ કરતી હોય છે. તો ક્યારેક પ્રાકૃતિક ઉપચાર પણ કરતી રહેતી હોય છે. પરંતુ ભાગ્યે જ તેમને સંતોષકારક પરિણામ મળતું હોય છે. પણ મિત્રો 10 માં ધોરણમાં ભણતી કિશોરી નીલાંશી પટેલના વાળ વિશે સાંભળીને રહી જશો હેરાન. નીલાંશી અરવલ્લીના શાયરા ગામમાં રહે છે. તેના વાળની લંબાઈ સાંભળીને તમે આશ્ચર્ય પામશો. તેના વાળ પોણા છ ફૂટ લાંબા છે એટલે કે 1.65 મિટર લાંબા વાળ રાખીને એક રેકોર્ડ બનાવ્યો છે.
તેમના આટલા લાંબા વાળને કારણે તેણે લિમ્કા બૂક ઓફ રેકોર્ડ અને બેસ્ટ ઓફ ઇન્ડિયામાં પોતાનું નામ નોંધાવ્યું છે. આવો અનોખો રેકોર્ડ બનાવનાર નીલાંશી પટેલના લાંબા વાળ જોઇને સૌ કોઈ કુતુહલ પામે છે. મિત્રો તેના વાળ પહોંચે છે તેના પગની પાની સુધી માટે તેને જોનાર દરેક વ્યક્તિને નવાઈ તો લાગે જ ને. દરેક વ્યક્તિ તેના વાળને જોઇને આકર્ષણ પામે છે. અને તેની સાથે સેલ્ફી લેવા માટે તત્પર થઇ જાય છે. તેમજ તેમના લાંબા વાળના કારણે તેમના મિત્રો પણ વધી ગયા છે.પરંતુ મિત્રો તેનાથી પણ આશ્ચર્યની વાત તો એ છે કે તેના આટલા લાંબા વાળ હોવા છતાં પણ રમત ગમત અને અન્ય પ્રવૃતિમાં ખુબ જ એક્ટીવ રહે છે. આટલા લાંબા વાળની સાથે પણ તે ટેબલ ટેનીશ જેવી રમત રમે છે તેમજ સ્વીમીંગ પણ કરે છે. અચંબાની વાત તો એ છે કે આપણા આટલા પ્રયત્નો છતાં પણ ક્યારેક વાળ લાંબા નથી થતા તો પછી 10 માં ધોરણમાં ભણતી કિશોરીના આટલા લાંબા વાળનું રાઝ શું છે તે જાણવા માટે સૌ કોઈ આતુર રહે છે.
તેમના લાંબા વાળમાં સૌથી મહત્વપૂર્ણ મદદરૂપ જો હોય તો તે છે તેમના માતા પિતાની. અને ખાસ કરીને તેમના માતાની કે જે નીલાંશીના વાળની માવજત રાખવામાં ખુબ જ મદદ કરે છે. તેને નિયમિત શેમ્પુ વગેરે કરવું તેમાં તેની માતા તેને ખુબ જ મદદરૂપ બની રહે છે. પરંતુ મિત્રો ખાસ વાત તો એ છે કે આટલા લાંબા વાળ હોવા છતાં પણ કોઈ એવું કામ નથી કે જે નીલાંશી ન કરી શકે.તેમના પિતા બ્રિજેશ ભાઈ પટેલ માટે તો દીકરી એટલે વહાલનો દરિયો. તેમની એક માત્ર સંતાન છે નીલાંશી પટેલ. તેઓનું કહેવું છે કે નીલાંશી તેમના માટે તેમનુ ગૌરવ છે જેથી તેમણે નીલાંશીનું નામ લિમ્કા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ તેમજ બેસ્ટ ઓફ ઇન્ડિયામાં નોંધાવ્યું છે. અને તેમની માતા પણ આટલા લાંબા વાળને એક સિદ્ધિ માને છે.
તો મિત્રો નીલાંશીએ લાંબા વાળ રાખીને આપણી લાંબા વાળની સંસ્કૃતિને જીવંત કરે છે. અને તેને આગળ પણ ટકાવી રાખવા માટે તેના માતા પિતા પૂરેપૂરો પ્રયાસ પણ કરે છે. તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google