મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે લોકો બીજા લોકોને ગાળો/અપશબ્દો શા માટે આપે છે ? ઘણા લોકો એવું કહેતા હોય છે કે સભ્ય લોકો ગાળો નથી બોલતા. પરંતુ તમને જણાવી દઈએ કે એવું નથી હોતું. આ દુનિયામાં લગભગ જ કોઈ એવું વ્યક્તિ હશે જે અપશબ્દો ન બોલતું હોય અને કોઈને ગાળો આપતું ન હોય. પુરુષ, સ્ત્રી, બાળકો, વૃદ્ધ, પ્રોફેસર, સાધુ, મહાત્મા, નેતા અભિનેતા, અમીર, ગરીબ, વિદ્વાન, મુર્ખ વગેરે માનવ જાતિમાં આવતા લગભગ લોકો અપશબ્દ બોલતા હોય છે. તો આજે અમે તમને ગાળો વિશેના ઈતિહાસ અને ક્યારે ગાળો બોલવાનું શરૂ થયું અને દુનિયાની સૌથી ખરાબ અપશબ્દ કયો છે? સમાજ અને ગાળો વચ્ચે શું સમાનતા છે તેના વિશે આજે અમે તમને આ લેખમાં જણાવશું.
મિત્રો આ દુનિયામાં લગભગ મોટાભાગના અપશબ્દો સ્ત્રીઓને સંબોધીને બનેલ છે એ વાત આપણે બધા જ જાણીએ છીએ. અપશબ્દોને લઈને ઘણા બધા સામાજિક મુદ્દા ઉદ્દભવે છે. પરંતુ આજે આ લેખમાં અમે અપશબ્દો વિશે ખાસ અને વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ,માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. મિત્રો ઈતિહાસકાર સુસન બ્રાઉનમિલરે બળાત્કારના ઈતિહાસ પર એક પુસ્તક લખ્યું છે. ‘Against Our Will: Men, Women And Rape’.તેમનું કહેવું છે કે બળાત્કારની શરૂઆત પ્રાગેતિહાસિક કાળમાં થઇ હતી. જીવવિજ્ઞાનીઓના અધ્યયનની ચર્ચા કરતા તે જણાવે છે કે, પોતાના પ્રાકૃતિક વાતાવરણમાં કોઈ પણ પશુ બળાત્કાર નથી કરતુ. કેમ કે પોતાના અનુકુળ વાતાવરણમાં કોઈ પણ વ્યક્તિ આ પગલું નથી ભરતા. પરંતુ માણસ જાતિમાં પુરુષમાં રેપ કરવાની શરીર વિજ્ઞાનનો મૂલાધાર છે. કેમ કે તે પુરુષ અને મહિલાઓના લૈંગિક બનાવટ સાથે જોડાયેલું છે. જેમાં મહિલાઓની બનાવટ કમજોર હોય છે. જ્યારે પુરુષની બનાવટ થોડી મજબુત હોય છે. જેના કારણે બળાત્કારની સંભાવના બની શકે છે. તેવું અનુમાન છે. ત્યાંથી અપશબ્દોની શરૂઆત માનવામાં આવે છે. કેમ કે બળાત્કાર એ સહમતિથી બાંધવામાં આવેલ સંબંધ નથી હોતો. માટે તે અપમાનજનક સ્થિતિ માનવમાં આવે છે.
પરંતુ સમાજમાં પ્રચલિત ગાળો એવું જણાવે છે કે કોઈનું સૌથી વધારે અપમાન કેવી રીતે થાય. દરેક સામાજિક વ્યવહારની એક સીમા હોય છે. અપશબ્દોમાં છુપાયેલી લૈંગિક હિંસા એવું જણાવે છે કે આપણે કોઈ વ્યક્તિને કેવી રીતે નીચું દેખાડી શકીએ. જેમાં સ્ત્રીઓનું શરીર આ અપશબ્દોની કેન્દ્ર હોય છે. કોઈ પણ યુદ્ધ કે સાંપ્રદાયિક દંગા અથવા ઝગડાઓમાં સૌથી પહેલા મહિલાઓના નામની ગાળોને નિશાન બનાવવામાં આવે છે. પરંતુ ઘણા શોધકર્તાઓનું એવું કહેવું છે કે,દરેક સંદર્ભમાં અપશબ્દોનું મકસદ એક જેવું અપમાનજક નથી હોતું. પરંતુ આજના સમયમાં લોકો ગુસ્સામાં પણ ગાળો બોલે છે અને સામાન્ય સ્થિતિમાં પણ ગાળો બોલતા જોવા મળે છે. મનો વિશ્લેષણ અને ઇતિહાસકાર સુધીર કક્કર એવું માને છે કે, ભારતીય અને યુરોપિયન ગાળોમાં ફર્ક હોય છે. કેમ કે ભારતીય સગા-સંબંધી સાથે યૌન સંબંધ બનાવવામાં આવે તેની ગાળોને ખરાબ માનવામાં આવે છે. પરંતુ યુરોપમાં મળ અને ટટ્ટી જેવી ગાળોને ખરાબ સમજવામાં આવે છે. જેમાં ઉદાહરણ તરીકે જોઈએ તો બહેનના નામ પર દેવામાં આવતા અપશબ્દો ભારતમાં સૌથી લોકપ્રિય છે પણ યુરોપમાં આ અપશબ્દ જોવા નથી મળતો. પરંતુ માં ના નામ પર ત્યાં પણ અપશબ્દ જોવા મળે છે. તો ભારતમાં અને અલગ અલગ દેશોમાં પણ ગાળોનો અલગ અલગ વેશ જોવા મળે છે. દરેક દેશમાં પોતાની અલગ અલગ પ્રકારની વિશિષ્ટ ગાળોને લોકો મહત્વ આપતા હોય છે.
તમે કયારેય એ વાત પર ધ્યાન આપ્યું છે કે આપણા પ્રાચીન ગ્રંથ અને મહાકાવ્યોમાં અપશબ્દનો એક શબ્દ પણ જોવા નથી મળતો. જેમ કે મહાભારતમાં એટલી બધી મારકાટ થઇ રક્તપાત થયો પરંતુ તેમ છતાં પણ તેમાં કોઈ અપશબ્દનો ઉપયોગ નથી થયો. પરંતુ એટલું જરૂર નક્કી છે કે જન-જીવનમાં અપશબ્દની જરૂર અવશ્ય રહી હશે. પરંતુ તેમાં છતાં પણ આપણા શાસ્ત્રો અને ગ્રંથોમાં ક્યાંય પણ અપશબ્દ જોવા નથી મળ્યા.કાલિદાસ અને બીજા સંસ્કૃતના મહાકવિઓ દ્વારા પોતાના કાવ્યોમાં સ્ત્રીઓના શરીરનું અંગ અંગ વર્ણવેલું છે. પરંતુ તેમ છતાં પણ તેમાં કોઈ અપશબ્દ જોવા મળ્યો નથી. લગભગ ભારતીય શાસ્ત્રોમાં કોઈ પણ એવી ગાળ જોવા મળતી નથી. લગભગ ગાળો માટે એવું માનવામાં આવે છે કે ગાળો એક પશ્વિમી સંસ્કૃતિમાંથી આવેલી વસ્તુ છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google