આ લેખને અવશ્ય વાંચો… | ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધી જશે | અશક્ય ને પણ શક્ય બનતા વાર નથી લગતી

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 જે લોકો ભગવાન પર વિશ્વાસ નથી કરતા એ લોકો આ લેખને અવશ્ય વાંચો….. 💁

💁 આજે અમે તમને જણાવશું એક ખુબ જ મહત્વની વાત અને તેને જાણવી બધા માટે જરૂરી છે. જે લોકો ભગવાન પર વિશ્વાસ નથી કરતા એવા લોકો માટે આ લેખ ખુબ જ ઉપયોગી છે. પરંતુ જે લોકો ભગવાન પર વિશ્વાસ કરે છે તે લોકો માટે પણ ઉપયોગી જાણકારી છે. જે લોકોને ભગવાન પર વિશ્વાસ નથી કરતા તેવા લોકો આ લેખને વાંચીને ભગવાન પર વિશ્વાસ કરવા લાગશે. આજે એક વ્યક્તિ વિશે અમે જણાવશું અને તેનો આત્મવિશ્વાસ વાંચીને તમે પણ આશ્વર્યમાં પડી જશો અને ભગવાન પર ભરોસો કરવા લાગશો.

Image Source :

👩‍💼 આજે જે વાત અમે કરવા જઈ રહ્યા છીએ તે એક સત્ય ઘટના છે. તે વ્યક્તિ અમેરિકાના મીનીસોટામાં રહેતા હતા. તેનું નામ હતું ગ્રેક થોમસ અને તેની ઉમર 56 વર્ષ હતા છે. આ ઉમરમાં એક સાધારણ જિંદગીમાં ગ્રેકને અસાધારણ બીમારી થઇ હતી. ગ્રેકને કેન્સર થયું અને તેનું શરીર ત્રણ વર્ષમાં એકદમ ખોખલું થઇ ગયું હતું.

👩‍💼 ગ્રેકનું કેન્સર ચોથા સ્ટેઝમાં પહોંચી ગયું હતું. ડોક્ટરોએ પણ ગ્રેકને કહી દીધું હતું કે જો તેની છેલ્લી ઈચ્છા હોય તો તે પૂરી કરી દે. લગભગ આજ સુધી મેડીકલ હિસ્ટ્રીમાં આવા ચમત્કાર ક્યારેક જ થતા હોય છે. પરંતુ લગભગ ચોથા સ્ટેઝના કેન્સરથી કોઈપણ વ્યક્તિ બચી શકતું નથી. કિમોથેરાપીથી ગ્રેકનું શરીર વધારે કમજોર થવા લાગ્યું અને ડોક્ટર પણ આનાથી વધારે કંઈ કરી શકતા ન હતા. એટલા માટે ડોક્ટરે ગ્રેકને ખી દીધું કે તું તારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દે. તારી પાસે હવે વધારે સમય નથી. થોડા જ મહિનામાં તારું મૃત્યુ થઇ જશે.

👩‍💼 ગ્રેક પછી એકલો પડી ગયો હતો અને એ એકલો એકલો તેની બીમારી વિશે જ વિચારતો હતો. પછી તેના થોડાક સમય વીત્યા બાદ તેને એક સાથી મળ્યો અને તેની હાલત પણ ગ્રેક જેવી જ હતી. ગ્રેકના ઘર પાસેની જગ્યામાં એક બંધ પડેલું ચર્ચ છે અને તેની હાલત ખંડેર જેવી થઇ ગઈ હતી.

Image Source :

👩‍🔬 ગ્રેકે એ ચર્ચને હંમેશા બંધ જ જોયું હતું. ગ્રેકનું માનવું એવું હતું કે તેની જિંદગીનું આ છેલ્લું કામ બાકી છે. ગ્રેક તે ચર્ચમાં સમારકામ કરાવવા માંગતો હતો. ગ્રેકનું કહેવું છે કે તેને ભગવાનની પાસે જલ્દી જવાનું છે તો છેલ્લું કામ આ ચર્ચનું સમારકામ કરીને આ દુનિયા માંથી વિદાય લવ.

👩‍🔬 ગ્રેકને ચાલવામાં, હરવાફરવામાં મુશ્કેલી થતી હતી. ભોજન પણ નળીઓ દ્વારા દેવામાં આવતું હતું. મોટા ભાગના પૈસા કેન્સરના ઇલાજમાં વપરાય ગયા હતા. પરંતુ છતાં ગ્રેક પાસે જે કંઈ વધ્યું હતું તેનાથી ગ્રેકે ચર્ચનું સમાર કામ ચાલુ કરાવ્યું. ગ્રેક ધીરે ધીરે ચર્ચને સુધારતા જતા હતા તેમ તેમ તેનું શરીર પણ સુધરવા લાગ્યું. ડોક્ટરે ગ્રેકને જીવન માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો પરંતુ સમય તેના કરતા પણ વધારે થઇ ગયો અને ગ્રેક જીવિત હતો.

Image Source :

👩‍🔧 ગ્રેક ત્રણ વર્ષ સુધી ચર્ચનું સમારકામ કરતા રહ્યા અને ડોક્ટર પણ હેરાન રહી ગયા આ વાત જાણીને. ત્યાર બાદ ડોક્ટરોએ એવું જણાવ્યું ગ્રેકને કે, તમે જે કાર્ય કરી રહ્યા છો એ કરતા રહો તેનાથી શરીરમાં સુધાર આવી રહ્યો છે. ત્રણ વર્ષ પછી ચર્ચનું સમારકામ પૂર્ણ થયું અને ગ્રેકનું શરીર પણ પૂર્ણ સ્વસ્થ થઇ ગયું હતું.

👩‍🔧 ગ્રેકે ચોથા સ્ટેઝના કેન્સરને હરાવી દીધું. ગ્રેકને ડોક્ટરે જીવે ત્યાં સુધી નળી દ્વારા ભોજન કરવાનું કહ્યું હતું. પણ ચર્ચના સમારકામ કર્યા બાદ ગ્રેક પોતાના હાથે ભોજન કરતા હતા. હરવાફરવા, ચાલવામાં, કામમાં કોઈ મુશ્કેલી નથી આવતી અને ગ્રેક પૂરી રીતે સ્વસ્થ થઇ ગયા હતા.

Image Source :

👩 આ ઘટના એકદમ સાચી છે અને આને ભગવાનનો ચમત્કાર કહો કે એક સંયોગ ગ્રેક પૂરી રીતે ઠીક થઇ ગયો હતો. ગ્રેકને જ્યારે પૂછવામાં આવ્યું કે ચર્ચના સમારકામના લેધી તેનું કેન્સર મટ્યું તો ગ્રેકનું કહેવું હતું કે વાત ચર્ચના સમારકામની ન હતી. ભગવાન આપણને કંઈક કામ કરવા મોકલે છે એ કાર્ય આપણા જ દ્વારા પૂરું થાય છે પછી ભલે કંઈ પણ હોય. ઈશ્વરે જે નિર્ધારિત કર્યું હોય એ તમારા જીવનમાં થાય જ છે.

👩 તો આ લેખમાં એવું જણાવવામાં આવ્યું છે કે ગ્રેક જેવો આત્મવિશ્વાસ અને તેની સાચી શ્રદ્ધાએ કેન્સરના ચોથા સ્ટેઝને પણ હરાવી દીધું. ગ્રેકને સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હતો એટલા માટે ભગવાને પણ તેનો સાથે ખુબ જ બખૂબી નિભાવ્યો.

Image Source :

💁 આ લેખ પરથી આપણને જાણવા મળે છે ક્યારેય પણ જીવનથી હાર ન માનવી જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં સામનો કરવો જોઈએ. આપણો વિશ્વાસ અને આપણી શ્રદ્ધા એક દિવસ જરૂર સફળતા અપાવે છે અને તેના માટે ભગવાન પણ મદદ કરે છે. એટલા માટે ક્યારેય આપણે ભગવાન પર ભરોસો કરવાનું ન છોડવું જોઈએ. આ લેખ વિશે તમારો અભિપ્રાય કોમેન્ટ કરીને જણાવો.. જય શ્રી કૃષ્ણ……

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી         Image Source: Google

1 thought on “આ લેખને અવશ્ય વાંચો… | ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધી જશે | અશક્ય ને પણ શક્ય બનતા વાર નથી લગતી”

Leave a Comment