અશ્લીલ વિચારોને કરો આ રીતે દુર….આ ૩ ઉપાયો કરો પછી ક્યારેય એવા વિચારો નહિ આવે.. જીવનમાં પ્રગતિ થશે

અશ્લીલ વિચારોને કરો આ રીતે દુર….આ ૩ ઉપાયો કરો પછી ક્યારેય એવા વિચારો નહિ આવે.. જીવનમાં પ્રગતિ થશે

મિત્રો કોઈ વ્યક્તિના મનમાં હંમેશા અશ્લીલ વિચારો આવતા હોય તો તેને કંઈ રીતે રોકવા તેના વિશે આજે અમે તમને જણાવશું. મનુષ્યના વિચારો પરિવર્તન શીલ હોય છે. જે સમયે સમયે માહોલના હિસાબે બદલતા રહેતા હોય છે. ઘણી વાર એવો સમય આવી જતો હોય છે. જ્યારે આપણી ચારેય બાજુ બધી વસ્તુ નકારાત્મક થઇ રહી હોય છે. જેનાથી આપણા મનમાં ખોટા વિચારોનું આગમન થયા કરતુ હોય છે.

આવા ભાવ મનુષ્યની પ્રગતિમાં બાધા બને છે. નકારાત્મક વિચાર મનમાં જેટલા વધારે હોય એટલું જ ટેન્શન વધારે હોય છે. તો તેવામાં મનમાં ઉઠતા નકારાત્મક વિચાર અને અશ્લીલ વિચારોથી કેવી રીતે છુટકારો મેળવવો તેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમારા મનમાં દરેક સમયે અને દરેક ક્ષણે અશ્લીલ વિચાર આવ્યા કરતા હોય તો સૌથી પહેલા તો આપણા દિમાગમાં અશ્લીલ સામગ્રી નાખતા હોઈએ તે બંધ કરી દેવું જોઈએ. જેમ કે ઘણા લોકો એવી અશ્લીલ પુસ્તક વાંચતા હોય, ઈન્ટરનેટના માધ્યમથી લેતા હોય. સૌથી પહેલા નકારાત્મક વસ્તુ વાંચવી નહિ, જોવી નહિ અને સાંભળવી નહિ. કમે કે જ્યાં સુધી આપણે તેનાથી છુટકારો ન મેળવી શકીએ ત્યાં સુધી આપણા દિમાગમાં એવા વિચારો આવ્યા જ કરતા હોય છે.

બીજો રસ્તો સૌથી શ્રેષ્ઠ છે. અશ્લીલ અને નકારાત્મક વિચરોને દુર કરવા માટે આધ્યાત્મ તરફ વળવું જોઈએ. જો સંસારમાં કોઈ શક્તિનું ઉચ્ચતમ રૂપ હોય તો એ સ્વયં ભગવાન છે. ભલે કોઈ પણ ધર્મ સાથે વ્યક્તિ જોડાયેલું હોય પરંતુ તે આધ્યાત્મ તરફ વળે તો દરેક નકારાત્મક વિચારોથી દુર ભાગે છે. કેમ કે આધ્યાત્મિક વિચારો આપણા મગજમાં આવે તો આપણામાં સંયમ આવે છે.

ભગવાનનું ધ્યાન આપણને દરેક પ્રકારની નકારાત્મકતાથી દુર રાખે છે. જેમ જેમ ભગવાન અને આધ્યાત્મિકતા તરફ તમે તમારા મગજને લઇ જશો તેમ તમારા દિમાગમાં સારા વિચારોનું સંસ્થાપન થશે. જે તમારી પ્રગતિ માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થશે. અને નકારાત્મક અને અશ્લીલ વિચારો મનમાંથી બિલકુલ દુર થઇ જશે.

આધ્યાત્મ સિવાય હજુ એક ઉપાય છે. તે ઉપાય છે ખુદને કોઈ એવા સારા કામમાં વ્યસ્ત રાખો જેનાથી કોઈની મદદ થાય, અથવા બીજાનું ભલું થાય. જો એવું ન બને તો ખુદને કોઈ પણ કામમાં વસ્ત રાખવા જોઈએ. જો તમે સારા કર્મ કરશો અને તમારા મનને હંમેશા સારા કર્મોમાં લગાવી રાખશો, તો તમારું મન ધીમે ધીમે સારી વાતોને ગ્રહણ કરશે અને તમરા મનમાં સારી વાતોનો પ્રવેશ થશે.

સારા કર્મ અથવા પોતાને કોઈ કામમાં વ્યસ્ત રાખવાથી આપણા મનમાં જે ખરાબ અને અશ્લીલ વિચારો હોય છે તે બહાર જાય છે અને મનમાં સારા વિચારોનું ગમન થાય છે. અને પછી સમય રહેતા એક સમય એવો આવશે કે નકારાત્મક વિચારો તમારાથી ખુબ જ દુર રહેશે અને સકારાત્મક વિચારો નજીક આવશે.

મિત્રો સારા વિચારો બનાવી રાખવા માટે આપણે ખોરાકનું પણ ખુબ જ ધ્યાન રાખવું જોઈએ જો મનમાં સારા અને સકારાત્મક વિચારો લાવવા હોય અને નકારાત્મક અને અશ્લીલ વિચારોથી મુક્તિ મેળવવી હોય તો હંમેશા સાત્વિક ભોજન લેવું જોઈએ. રાજસી અને તામસી ભોજન તમારા મનને વિચલિત કરે છે. જે આપણા દિમાગમાં રાજસી અને તામસી ગુણ ભરે છે. એટલા માટે હંમેશા શુદ્ધ સારા વિચારો રાખવા હોય તો સાત્વિક ભોજન જ કરવું જોઈએ.

પોઝીટીવ લોકો. સૌથી પહેલા તો આપણે મળતા હોઈએ એ દરેક વ્યક્તિમાંથી આપણે એક પોઝીટીવ વસ્તુ હોય એ શોધવાની. તેનાથી પણ આપણા મનમાં સકારાત્મકતા આવે છે. જે વ્યક્તિ સારા વિચાર ધરાવતા હોય તેવા લોકોને વધારે મળવું જોઈએ. તેનાથી પણ આપનામાં સારા વિચારોનું ગમન થાય છે અને નકારાત્મક અને અશ્લીલ વિચારો દુર ભાગવા લાગે છે.

આ ઉપર જણાવેલી વસ્તુને એક વાર અનુસરશો એટલે તમને ખુદને જણવા મળશે કે નકારાત્મક વિચારો કેવી રીતે જાય છે અને સકારાત્મક વિચાર કેવી રીતે આવે છે. અને જો તમારું મન અશ્લીલ અને નકારાત્મક વિચારોથી મુક્ત થઈ જશે ત્યારે જ તમે તમારા જીવનમાં આગળ વધવા માટે વિચારી શકો છો.

તો મિત્રો કોમેન્ટ કરો અને જણાવો કે શું જીવનમાં આગળ વધાવા માટે સકારાત્મક વિચારો જોઈએ કે નકારાત્મક…..? જરૂર જણાવો…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ  

 

Leave a Comment