આઝાદ થે…આઝાદ હે…આઝાદ રહેંગે….
“ચંદ્રશેખર આઝાદ”
મિત્રો આપની ભારત ભૂમિ એક વીર ભૂમિ છે. આ ભૂમિ પર ઘણા શુરવીરો થઇ ગયા અને હજી પણ થતા રહેશે. ભારતમાં અનેક ક્રાંતિ વીરો થઇ ગયા. દરેક ક્રાંતિવીર એકથી એક ચડિયાતા હતા. અને તેમની બધાની આગવી ખાસિયતો ને કારણે તેમજ દેશ માટે આપેલા તેમના બલિદાનના લીધે આજે પણ તે ક્રાંતિવીરોને કોઈ ભૂલી શક્યા નથી. મિત્રો આવા શૂરવીરોની ક્રાંતિકારી ગાથા સાંભળીને આપની છાતી ગજ ગજ ફૂલી જાય છે.
આજના યુગમાં અત્યારની જનરેશન બોલીવૂડ ના હીરો હિરોઈન પાચલ પાગલ થતા હોય છે. પરંતુ ખરા અર્થમાં જોઈએ તો અસલી હીરો તો આપના ક્રાંતિવીરો જ કહેવાય. અત્યારની યુવા પેઢી લવ સ્ટોરીના ચક્કરમાં પડી કે મોજ શોખ માનીને પોતાની યુવાની વેડફી નાખે છે. આજ નો આ લેખ ખાસ યુવાનો માટે છે. કે દેશ માટે ના સહી પરંતુ પોતાના પરિવાર તેમજ તેની આસપાસના રહેતા લોકો માટે પોતાની મનમાં નકામી અને વ્યર્થ વસ્તુ છોડીને ક્રાંતિકારી વિચારો જન્માવો. મિત્રો આજે અમે એક એવા ક્રન્તીવીરની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેનું નામ સંભાળતા જ આપણે ભારતીય હોવાનું ગર્વ અનુભવીએ છીએ.તેની વાત સુધ્ધા સાંભળીને આપણા મનમાં થોડી વાર શક્તિની અનુભૂતિ થાય છે. મિત્રો, આ લેખ ખાસ વાંચજો યુવાનો ખાસ તેમજ વડીલો પણ જેથી તે પોતાના સંતાનને પણ આવા ક્રાંતિવીર વિષે વાત કહીને તેમનું જીવન વિર્તામય બનાવી શકે છે.
આજે આપના બીજા કોઈ નહિ પરંતુ મહાન ક્રાંતિવીરોમાંના ચંદ્રશેખર આઝાદ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે મૃત્યુ પામીને પણ આઝાદ થઇ ગયા.અને આપના ભારતીય ક્રાંતિવીરોની યશગાથામાં એક આગવી છાપ છોડતા ગયા.
ચંદ્રશેખર આઝાદનો જન્મ ભાવરા ગામ, (હાલનું ચંદ્રશેખર આઝાદનગર) માં ૨૩ જુલાઈ ૧૯૦૬ ના રોજ થયો હતો. ત્યાંજ તેમનું નાનપણ વીત્યું હતું. તેમના પિતા સીતારામ તિવારી તેમજ માતા જગરાની દેવીઓ હતા. આઝાદનું શરૂવાત નું જીવન આદિવાસી બહુમુલ્ય્ત સ્થિત ભાબર ગામમાં વીત્યું જ્યાં આઝાદે ભીલ જાતિના બાળકો સાથે ખુબ ધનુષ બાણ ચલાવ્યા. ચંદ્રશેખર કટ્ટર સનાતન ધર્મ પાળતા બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા ધર્મ નિષ્ઠા અને ધર્મના ચુસ્ત હતા. તેમને પોતાના પાંડિત્યનો કોઈ પણ પ્રકારનો ઘમંડ ન હતો. ચંદ્રશેખરની પ્રારંભિક શિક્ષા મનોહર લાલ ત્રીવેદીજી પાસે ઘરે બેઠા મેળવી કારણ કે તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તેમેણ પિતાના મિત્ર મનોહરલાલ ત્રીવેદીજી એ આઝાદને ભણાવવાની જવાબદારી લીધી. પરંતુ આઝાદને ભણવા પ્રત્યે લગાવ ઓછો હતો. ચંદ્રશેખરના માતા પિતા તેમને સંસ્કૃતના વિદ્વાન બનાવવા માંગતા હતા. પરંતુ ચાર ધોરણ સુધી પહોંચતા આઝાદનું મન ઘર છોડીને ભાગી જવા માટે મક્કમ થયું. તે માત્ર ઘરથી ભાગી જવાની તક શોધતા રહેતા મનોહરલાલજીએ તેમને એક સાધારણ નોકરી પર લગાવ્યા એવું વિચારી આઝાદનું ધ્યાન આ બધી વાતોથી હટી જાય. પરતું શેખરનું મન નોકરીમાં નહોતું લાગતું. તે માત્ર નોકરી છોડવાની તરકીબો વિચારતા હતા. આઝાદના દિલમાં તો દેશ પ્રેમની ચિનગારી સળગતી હતી. આ ચિનગારી ધીમે ધીમે આગનું રૂપ ધારણ કરતી ગઈ. અને એક દિવસ યોગ્ય તક મળતા તે ઘરે થી ભાગી ગયા.
નાનપણથી જ ભરતમાતાને આઝાદ કરવાની અને સ્વતંત્રતા આપવાની અખૂટ ભાવના ભરેલી હતી. મિત્રો આંનંદ થશે કે આ જ ભાવનાઓના ચાલતા ચંદ્ર શેખરે પોતાનું નામ “આઝાદ” રાખી દીધું. તેમન જીવનમાં બનેલી એક ઘટના એ તેમને સદાય ક્રાંતિના રસ્તા પર ચાલવા અગ્રેસર થયા. ૧૩ એપ્રિલ ૧૯૧૯ ના જલિયાવાલા બાગ અમૃતસારમાં જે જનરલ દાયરે નરસંહાર કર્યો, તેના વિરહમાં તથા રોલેકટ એક્ટના વિરુદ્ધ જે જન અંદોલન પ્રારંભ થયો હતો તે દિવસે દિવસે જોર પકડતું ગયું.
૧૯૨૨માં જયારે ગાંધીજીએ આઝાદને અસહકાર આંદોલન માંથી કાઢી મુક્યા ત્યારે આઝાદ ખુબ ગુસ્સે થયા. હતા.ત્યારે તેમની મુલાકાત ક્રાંતિકારી પ્રન્વેશ ચેટરજી મુલાકાત સાથે થઇ જેમને આઝાદની મુલાકાત રામપ્રસાદ બિસ્મિલ સાથે કરાવી. કે, જેમણે હિન્દુસ્તાન રીપબ્લીકન એસોસીએશનની સ્થાપના કરી હતી. આઝાદને જોઇને રામપ્રસાદ ખુબ જ પ્રભાવિત થયા હતા. ત્યાર બાદ તે લગાતાર તેના માટે ફાળો એકઠો કરતા તેમને વધારે પડતો ફાળો સરકારી તીજોરીયોથી લૂટીને ભેગો કર્યો હતો.
આઝાદની જીંદગીમાં ખુબ ઘણા બધા ક્રાંતિકારી કિસ્સાઓ થયા જેમાં તેમને પોતાની શૂરવીરતા દેખાડી હતી. તેમને અમુક આ લેખ દ્વારા તમારા સુધી પહોંચાડવા ઈચ્છીએ છીએ.
આઝાદ પ્રખર દેશ ભક્ત હતા. ઠાકોરી કાંડમાં ફરાર થઇ ગયા બાદ તેમને સંતવા માટે સાધુનો વેશ ધારણ કર્યો હતો. જેમાં તે ખુબ માહિર બની ગયા. તેમને તે વેશનો ઉપયોગ ઘણી વાર કર્યો હતો. એક વાર તે પોતાના દળ સમુદાય માટે ધન પ્રાપ્તિ કરવા ગીજપુરના એક મરણાસન સાધુ પાસે ગયા. તેમના ચેલા બનીને પણ રહ્યા હતા. જેથી સાધુના મૃત્યુ પછી મઠની સંપતિ પોતાના હાથ લાગી જાય. આવી તો અનેક ઘટનાઓ છે. પરંતુ તેમના મૃત્યુ સંબંધિત ઘટના ખુબજ વીરતાથી ભરેલી છે.
જાણકારો પાસેથી જાણકારી મેળવી બ્રિટીશરોએ પોલીસને મોકલી આઝાદને અને તેના સહકર્મચારીઓને ચારેય બાજુથી ઘેરી લીધા હતા. પોતાનો બચાવ કરતા કરતા તે ખુબ જ ઘાયલ થયા હતા. અને તેવી ઘાયલ હાલતમાં પણ આઝાદે ઘણા પોલીસકર્મીઓને મારી નાખ્યા હતા. ચંદ્રશેખરે ખુબ જ બહ્દુરી થી બ્રિટીશ સેનાનો સામનો કર્યો જ્રના કરને સુખદેવ રાજ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા. લાંબા સમય સુધી ગોળીઓ વરસ્યા બાદ અંતે આઝાદ એવું વિચારતા હતા કે તે બ્રિટીશરો ના હાથમાં ન આવે અને જયારે તેમની પિસ્તોલમાં છેલ્લી ગોળી વધી હતી ત્યારે તેમણે બ્રિટિશરોના હાથ લાગવાને બદલે શહીદ થવાનું વિચાર્યું અને છેલ્લી ગોળી પોતે પોતાને મારીને શહીદીને ભેટી ગયા. આમ આવા મહાન શહીદ પુરુષનું મૃત્યુ આલ્ફ્રેડ પાર્કમાં ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧માં થયું હતું આજે પણ ચંદ્રશેખર આઝાદની તે પિસ્તોલ અલ્હાબાદના મ્યુઝીયમમાં જોવા મળે છે.
આમ, આઝાદ મર્યા પછી પણ તેને કરેલા કર્યો થી દરેક હિન્દુસ્તાની દિલોમાં આજે પણ જીવંત છે.
જો તમે પણ એક સાચે હિન્દુસ્તાની છો, અને આપણા ક્રાંતિકારીના બલીદાનની કિંમત તમે સમજતા હોવ તો આ લેખ જરૂર શેર કરી બીજા લોકો સુધી પહોચાડજો… જેથી બીજા લોકો પણ આ મહાન ક્રાંતિકારી વિશે અને તેમને કરેલા મહાન કર્યો વિશે અને તેના માતૃભૂમિના બલિદાન વિશે જાની શકે…
મિત્રો આઝાદના આ બલિદાન માટે કોમેન્ટમાં જય હિન્દ લખી તેમને શ્રદ્ધા સાથે માં આપો કે જેને આપણા સૌ માટે બલિદાન આપી દીધું , આ માતૃભુમી માટે બલિદાન આપી દીધું……..જય હિન્દ
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
Image Source: Google