એક અનોખી લવ સ્ટોરી

 

બપોરનો તપતો તેજ સૂર્ય ધીમે ધીમે પોતાના તેજ કિરણોને શમાવતો સૂર્ય રંગને બદલતો કેસરી થવા લાગ્યો. તેને આથમવાના એ રોજ આવતા અવસર તરફ વળતો હતો. આકાશમાં જાણે કેસરી સાધુતા ફેલાય ગઈ હોય તેમ સૂર્ય પોતાના એ કેસરી રંગથી મનને પ્રફૂલ્લિત કરતો હતો.

બે પ્રેમીએ તે નમતા સૂર્યની સાંજે મળવાનું વચન આપ્યું હતું સાંજના છ વાગ્યા પછીનો સમય હતો અક્ષિત શહેરનનું ફરવા લાયક અને નામાંકિત એવા તળાવની પાળે જઈને બેઠો હતો રજનીની રાહમાં, થોડી જ વારમાં રજની અક્ષિત પાસે આવીને બેસી ગઈ. દેખાવે બંને સામન્ય પણ પ્રેમીઓની સંજ્ઞામાં વિશ્વાસની કિરણ જોવા મળે તેવા પ્રેમી.

અક્ષિતે વાતની શરૂઆત કરતા સહજ ભાવે રજનીને પૂછ્યું, શું વિચાર કર્યો? રજનીએ જવાબ આપતા અટકીને કહ્યું… આજે મારા પપ્પાને વાત કરવાનું વિચારું છું. અક્ષિતે વિનંતીના ભાવ સાથે બોલ્યો, તું યાર તારા પપ્પાને વાત કર મારૂ ફેમેલી મારા પર પ્રેશર કરે છે લગ્ન કરવાનું. રજની બોલી હા, આજે પપ્પા સાથે બેસીને કન્ફર્મ કરી લઈશ. બંને પ્રેમીઓની વાતો ચાલુ રહી અને સમય રાત્રી તરફ વેગ પકડતો હતો. બંનેને હવે ઘર તરફ જવું જઈએ તેવું લાગતું હતું. પણ જતા પહેલા અક્ષિતે રજનીને કહ્યું કાલથી છ દિવસ માટે ઓફીસના કામથી બહાર જવાનું છે. છ દિવસ પછી અહિયાં આજ સમયે મળીશું અને તું નક્કી કરી સાંજે પપ્પા સાથે વાત કરી લેજે. આમ પણ રાત્રી થવાને થોડી જ ક્ષણોની વાર હતી ને બંને અલગ રસ્તે ઘર તરફ જવા નીકળી ગયા.

રજની ઘરે પહોંચી ગઈ અને આવતા જ તેની મમ્મી એ જમવા માટે બોલાવી જમવાનું તૈયાર હતું. રજની જમીને તરત જ પોતાના રૂમમાં ચાલી ગઈ અને વિચારોના ઘેરાયેલા વાદળોમાં ખોવાય ગઈ, વિચારતી હતી કે મારા અને અક્ષિતના લગ્ન વિશે પપ્પા કેવું રીએક્ટ કરશે. આવું વિચારતી હતી ત્યાંરે  રજનીના પપ્પા ઘરે આવી ગયા હતા અને તે પણ જમીને તેના નિત્ય ક્રમ પ્રમાણે ટી.વી. જોવા બેઠા હતા. રજની પણ આજની કરવાની વાત માટે અંદર દ્રઢ થઇને તેના પપ્પા પાસે બેસી ગઈ.

રજની ગભરામણના ભાવ સાથે બધીજ તાકાત એકઠી કરી બોલી પપ્પા, મારે તમને એક છોકરા વિષે વાત કરવી છે. અશોકભાઈ નું ધ્યાન ટી.વી.માંથી સીધું રજનીની વાત પર આવી ગયું. અંદરથી થોડા આશ્વર્યના ભાવને કાબુમાં લઈ સ્વસ્થ થઇ શાંતિથી અશોકભાઈએ પૂછ્યું કોણ છોકરો?  રજનીએ જવાબ આપતા કહ્યું, હું અને અક્ષિત છેલ્લા બે વર્ષથી પ્રેમમાં છીએ અને હવે અમે લગ્ન વિશે વિચારીએ છીએ. તેથી હું તમને અને અક્ષિત તેના ફેમેલીને જાણ કરવાનો છે. જો તમારી સમંતિ હોય તો તમારી અને અગ્નિની સાક્ષીએ ફેરા ફરવા માંગીએ છીએ.

તે દિવસે અશોકભાઈએ રજની પાસેથી બધી માહિતી શાંતિ પૂર્વક મેળવી લીધી અને ત્યારે  અશોકભાઈએ કશો ઉત્તર ના આપ્યો પણ રજનીની જાણ કાર્ય વગર બીજા જ દિવસથી અશોકભાઈએ રજની માટે છોકરો શોધવાનું સારું કરી દીધું. તે શનિવાર નો દિવસ હતો સાજે અશોકભાઈએ રજનીને બોલાવી કહ્યું, કાલે બપોરે બે વાગ્યે મોટા ખાનદાનમાંથી છોકરાવાળા તને જોવા માટે આવવાના છે તૈયાર રહેજે. રજની કશું બોલે તેની પેલા જ અશોકભાઈએ કહ્યું મારે કોઈ પણ દલીલ નથી સંભાળવી અને હા એ છોકરો ખુબજ મોટા એમ્પાયર નો માલિક છે આવું ઠેકાણું નસીબદારને જ મળતું હોય છે.અશોકભાઈએ રજનીને બોલવાનો સમય જ ન આપ્યો અને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. રજની પણ તેના રૂમમાં બોલ્યા વાર ચાલી ગઈ, એ રાત્રે રજની ખુબ રડી પણ તેના પપ્પા સામે બોલવાની હિંમત  ન કરી શકી.

રવિવારે સવારથી જ મહેમાન આવવાના હતા એટલે અશોકભાઈ અને વીણાબેન તૈયારીમાં લાગી ગયા હતા, બપોરે ૨ વાગ્યાના ટકોરે છોકરા વાળા આવી ગયા અને ઔપચારિક વાતો બાદ રજનીએ નિરસતા સાથે તેના પિતાના સ્વમાન માટે હા પાડી દીધી. બીજી તરફ પાંચ દિવસનો સમય વીતી ગયો અને છઠ્ઠા દિવસે અક્ષિતતે સમયે તળાવની પાળ પર આવીને બેસી ગયો.

થોડીવાર રાહ જોયા પછી રજની પણ આવી અને અક્ષિતને પાંચ દિવસ માં બનેલી બધી વાત જણાવી અને કહ્યું મારા લગ્નની તારીખ પણ લેવાય ગઈ છે, આજ પછી આપણે ફરી ક્યારેય નહિ મળીએ આ આપણી છેલ્લી મુલાકાત છે. રજની હૃદય ઉપર પથ્થર રાખીને જેમ-જેમ બોલતી ગઈ અને અક્ષિત તેમ-તેમ સાંભળતો ગયો અને દુ:ખના દરિયામાં ડૂબતો ગયો. પછી રજની અચાનક ઉભી થઇ ગઈ અને કહ્યું મારે જવું પડશે કેમકે કાલે પપ્પાની સાથે જ્વેલરી ખરીદવા જવાનું છે આપણે કદાચ હવે ફરી ક્યારેય નહીં મળીએ બને તો મને ભૂલીને સારી છોકરી શોધીને પરણી જજે…. આમ કહીને રજની મનને મક્કમ કરી ચાલી ગઈ અક્ષિત ત્યાં જ બેઠો રહ્યો.

સોમવારે સવારના આઠ વાગ્યે અશોકભાઈ શહેર સમાચાર વાંચતા હતા ત્યારે અનાયાસે રજનીની નજર ન્યુજ પેપરની એક હેડ લાઈન પર ગઈ, “કાલે રાત્રે અક્ષિત વ્યાસ નામના વ્યક્તિએ શેહેરમાં આવેલા તળાવમાં પડી આત્મહત્યા કરી” વાંચતાની સાથેજ રજનીની આંખોમાંથી આંસુઓની ધાર સાથે દીઢમુગ્ધ બની બેસી ત્યાંજ બેસી ગઈ.      

સમયની ઉપર વર્ષોના થર જામતા ગયા અચાનક ૨૦ વર્ષ પછી એક દિવસ રજનીના મોબાઈલ ફોન પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો, હેલ્લો નો શબ્દ કાને પડતા જ રજનીના મનમાં એ આવાજ પર શંકા ઉભી થઇ. આ અવાજ તેને ભૂતકાળમાં ખેચીને લઇ જતો હોય એવું લાગ્યું, કાન ભારે ભારે થઇ જતા હોય તેમ મગજ પર એ અજાણ્યા અવાજનું પ્રભુત્વ છવાઈ ગયું. સામેથી તે પુરુષના અવાજે પોતાની ઓળખાણ કરાવતા કહ્યું “ અક્ષિત વ્યાસ બોલું છું.” મીસિસ રજની બોલે છે ? રજનીની આંખોમાંથી વર્ષો જુનો પ્રેમ એજ પળે વહેવા લાગ્યો. અને પછી સાંજે છ વાગ્યાના સમયે એજ તળાવની પાળે મળતા હતા ત્યાં મળવાનું નક્કી થયું અને ફોન કટ થયો.

અક્ષિત એજ સમયે હાજર હતો અને રજની પણ સમયસર આવી ગઈ. બંનેના ચેહરા ઉપર અનુભવ નામની ઉમર દેખાય આવતી હતી, બંને હજુ એક બીજાની આંખોમાં આંખો પરોવે તે પહેલા જ  રજનીએ તેના મનમાં કુદકા મારતો સવાલ પૂછી લીધો “તો પેપરમાં જે સમાચાર હતા એ? “ અક્ષિતે કહ્યું, એ સમાચાર મેં જ અપાવ્યા હતા કારણ કે આ તરફ આપણો પ્રેમ હતો અને બીજી તરફ તારા પિતાની આબરૂ હતી.

 

આ સાંભળી રજની મૂર્તિની જેમ બેસી ગઈ પણ એના મનના સાતેય ઘોડા પુર ગતિથી વિચારોના વમળોમાં  દોડતા હતા કે અક્ષિતે જે કર્યું એ બંને ના જીવન માટે યોગ્ય હતું ?

મિત્રો તમને શું લાગે છે? અક્ષિતનું આ પગલું યોગ્ય હતું?

 

અમારીસાથે જોડવા નીચેની લીંક પર ક્લિક કરવાનું ભૂલતા નહિ https://www.facebook.com/gujaratdayro/

Leave a Comment