ગુજરાત માં પાણીનો હાઈએલર્ટ – શું ? ગુજરાત ખરેખર ખતરામાં છે?

શું ? ગુજરાત ખરેખર ખતરામાં છે? જી હા, ગુજરાત ઉપર પાણીનો ભય છે. હજી તો શિયાળાની ઠંડી સવારોએ વિદાય લીધી છે ત્યા ગુજરાતના ખૂણે ખૂણેથી જળાશયોમાંથી પાણીનો જથ્થો ખાલી થઇ ગયો. ઘણાબધા વર્ષોથી માતા નર્મદામૈયાના આશીર્વાદથી આપણને પાણી મળતું રહ્યું છે અને પાણીની મોટો અછત પણ ક્યારેક જ થઇ છે. હાલ ૨૦૧૮ માં પાણીની સમસ્યા ખુબજ વીકટ પરિસ્થિતિ આપની સામે આવી છે. પાણીને આપણે કેમ વાપરવું જોઈએ તેનો ખરેખર આપણને કે આપની સોસાયટીને ખબર જ નથી. પાણી એ ઈશ્વરે આપણને આશીર્વાદ રૂપે આપેલું વરદાન છે. પાણીનો ઉપયોગ અને તેનો દુરુપયોગ કરવો એ માણસના વ્યક્તિત્વના દર્શન કરાવે. પાણી હમેશા માટે વિવેક થી જ વાપરવું જોઈએ.ભગવાન નો પ્રસાદ આપણે વિવેક પૂર્વક ગ્રહણ કરીએ એ રીતે પાણીની વપરાશ દરેક માનવીએ સમજી વિચારીને  વિવેક પૂર્વક કરવી જોઈએ.

પાણી દરેક વ્યક્તિના જીવનમાં એક નજીકનો નાતો ધરાવતી અને ઉપયોગમાં આવતી વસ્તુ છે ત્યારે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો. તેમાં ઉત્તર ગુજરાતમાં જળાશયો ૧૩ થી ૧૫ માં માત્ર ૪૩%જેવું પાણી બચ્યું છે, જયારે મધ્ય ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૮%, ને દક્ષીણ ગુજરાતમાં ૧૩ જળાશયો ૪૩%, અને સૌરાષ્ટ્ર, કચ્છના ૧૩૮ જળાશયોમાં ૩૧% જ માત્ર પાણી હાલ ગુજરાતમાં છે. જયારે રાજકોટ અને સૌરાષ્ટ્ર ૭૫% ગામડાઓમાં પાણીનો કાપ ૫ દિવસનો કરાયો છે. જયારે પંચમહાલ જીલ્લાના પાવાગઢ અને તેના આજુ બાજુના ગામડાઓમાં માણસો ૧૫ લિટર પાણી માટે ૨૦ રૂપિયા ચુકવે છે. અને સૌરાષ્ટ્રના કુલ ૩૩ નાના મોટા શહેરો અને ૧૪૦૦ થી વધારે ગામડાઓમાં પાણીની ખેંચતાણ છે.

 

ગુજરાતના પાંચ એવા મહાનગરોમાં માથાદિઠ દેનિક એટલે કે રોજની વપરાશ એક વ્યક્તિ દીઠ ૧૭૫ લીટરની સરેરાશ આવે છે જેને આપણે કોઈ વ્યક્તિ ગંભીરતાથી નથી લેતા. આના પહેલાના વર્ષોમાં દરેક વ્યક્તિની ૧૦૯ લિટરની રોજની સરેરાશ હતી. જે વધીને અત્યારે ૧૭૫ થઇ ગઈ છે.

હાલની બધા મહાનગરોની પાણીની દૈનિક સરેરાશ નીચે મુજબ છે.

શહેર                લી/વ્યક્તિ.

ગાંધીનગર         ૩૧૦

અમદાવાદ         ૧૮૦

વડોદરા            ૧૭૦

સુરત               ૧૭૦

રાજકોટ             ૧૨૦

આ પાણી પુરવઠા  વિભાગનો સર્વે કરવામાં આવ્યો છે.  

ઉપર આપણે ગુજરાત રાજ્યના સર્વે પ્રમાણે જોયું તેમજ ભારત સરકારના સર્વે પ્રમાણે પાંચ એવા મોટા ભારતના શહેરો જે ગુજરાત બહારના છે તેનો સર્વે છે.

શહેર               લિટર

બેંગલોર           ૭૪ >આ શહેરોમાં કુલ પાણીની સરેરાશ ૧૨૩લી.

મુંબઈ             ૧૯૧ પર વ્યક્તિ લીટર છે.

ચંદિગઢ           ૧૪૭

ચેન્નાઈ             ૮૭

ભોપાલ            ૭૨

બીજા રાજ્યની સરેરાશે ગુજરાતમાં વ્યક્તિ દીઠ પાણીની વપરાશ વધારે છે જે ગુજરાત માટે સૌથી ગંભીર મુદ્દો છે. ગુજરાતની જીવાદોરી ૮૫% નિર્ભરતા નર્મદા નદી ઉપર છે. જેમાં હાલ ખુબજ પાણીની તંગી સર્જાણી છે.નર્મદા નદી માં ૮ વર્ષ માં કુલ પાણી ની આવક ૧૮ લાખ કરોડ લિટર ઘટી છે દર વર્ષે પાણીની આવકમાં ઘટડો નોંધાય છે.  

સૌથી વધારે પાણીનો બગાડ અમદાવાદમાં કરવામાં આવે છે. અમદાવાદમાં દરરોજનું ૩૮ કરોડ લિટર પાણીનો ખોટો દુરુપયોગ થાય છે. ગુજરાત માં સૌથી સારું ગણાતું સીટી જ પાણીને ખોટી રીતે વેડફે છે અમદાવાદ શહેરના દરરોજ ૩૯.૫% લોકોના ઉપયોગમાં આવે એટલા પાણીનો વ્યય થાય છે.

હમણાં રાજ્ય સરકારે પાણી ની બચત માટે ખુબ સારી ટેકનોલોજી લોન્ચ કરવાની છે. સરકારે વિવિધ વિભાગોમાં રીચર્સ દ્વારા ડ્યુઅલ ફ્લશ ટોઇલેટની શોધ કરવામાં આવી છે. જો ડ્યુઅલ ફ્લશ વાળા ટોઇલેટ રાજ્યમાં ફરજીયાત થાય તો દરરોજનું ૧૫ થી ૨૦ કરોડ લિટર પાણીની બચત થાય.પાણી બચાવવા સરકાર નવા બાંધકામને ડ્યુઅલ ફ્લશ વાળા ટોઇલેટ હશે તોજ NOC  મળશે. અને જુના મકાનો,ફ્લેટ વગેરેમાં ડ્યુઅલ ફ્લેશ ટોઇલેટ માટે જાગૃતિ અભિયાન કરશે. આ યોજના થી પાંચ જણાના પરિવાર હોય તો રોજનું ૬૦ લિટર પાણી એક પરિવાર દ્વારા બચે છે.

તો આ અમુલ્ય પાણીને આવનારી પેઢીઓ માટે બચાવીએ અને પાણી બચાવવાનો પ્રયાસ કરીએ અને ખોટો ઉપયોગ કરતા હોય તેને સમજાવીએ અને આ સંદેશો દરેક જગ્યાએ પહોચતો કરીએ કે “SAVE WATER, SAVE LIFE”.   

Leave a Comment