શું દિશા પટણી અને ટાઇગર શ્રોફ એક ઘરમાં સાથે રહે છે ? બહેન કૃષ્ણા શ્રોફે કર્યો ખુલાસો

હાલ લોકડાઉનના કારણે બધા જ સ્ટાર્સ પોતાના ઘરની અંદર બંધ થઇ ગયા છે. બધા જ બોલીવુડ સ્ટાર્સ તેના ફેન્સને પણ ઘરની અંદર બંધ રહેવા માટે અપીલ કરી રહ્યા છે. તો મિત્રો આપણે બધા જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફ વિશે જાણીએ છીએ અને તેની ગર્લફ્રેન્ડ દિશા પટનીને પણ લગભગ ફેન્સ ઓળખતા હશે. આ બંનેની વચ્ચેના રીલેશનને લઈને ખુબ જ ચર્ચા થઇ હતી. પહેલા એવી ખબર સામે આવી હતી કે દિશા પટની અને ટાઈગર શ્રોફ બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે. પરંતુ હાલ લોકડાઉન ચાલતા ટાઈગર શ્રોફની બહેન દ્વારા આ બંનેનો એક ખુલાસો કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ શું છે એ ખુલાસો. 

જ્યારે પહેલું લોકડાઉન લાગુ પડ્યું ત્યારે માર્ચના અંતિમ દિવસો હતા. એ સમયે દિશા પટનીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર ટાઈગર શ્રોફની બહેન સાથે એક ડાન્સિંગ વિડીયો શેર કર્યો હતો. એ વિડીયો વાયરલ થયા બાદ બધાએ અંદાજો લગાવી લીધો હતો કે, દિશા પટની ટાઈગર શ્રોફના પરિવાર સાથે રહે છે. કૃષ્ણા શ્રોફ દ્વારા તેના પર એક ઈન્ટરવ્યુંમાં ખુલીને વાત કરવામાં આવી હતી.


મુંબઈ મિરરની સાથે વાત કરતા કૃષ્ણા શ્રોફે જણાવ્યું કે, ‘દિશા અમરી સાથે તો નથી રહેતી, પરંતુ તે અમારી બાજુમાં જ રહે છે. તો અમે ગ્રોસરી શોપિંગ માટે ક્યારેક ક્યારેક સાથે જઈએ છીએ. કૃષ્ણા શ્રોફે જણાવ્યું કે, દિશા પટની અને ટાઈગર શ્રોફ ખુબ જ લાંબા સમયથી સારા મિત્ર છે. અમારી મુલાકાત ફિટનેસને લઈને થઇ હતી. દિશા પટની એક સારી છોકરી છે, અને જો મારો ભાઈ તેની સાથે વધારે સમય વિતાવવા ઈચ્છતો હોય તો બરોબર છે. 

કૃષ્ણાએ કહ્યું કે, ‘મેં ફિલ્મોથી પહેલા ટાઈગર પર વધારે ધ્યાન નથી આપ્યું, પરંતુ હવે અમારી બોન્ડીંગ ખુબ જ સારી છે, અમે રોજ સાથે ડિનર કરીએ છીએ. અમે લોકડાઉન પહેલા ઘણા સમયથી સાથે ડિનર કર્યું ન હતું. પરંતુ હવે રાત્રે સાથે ડિનર કરીએ છીએ અને બોર્ડ ગેમ પણ સાથે રમીએ છીએ. 

કૃષ્ણાએ આગળ પણ જણાવ્યું કે, ‘ટાઈગર અને મારો એક સામાન્ય ભાઈ-બહેનનો સંબંધ છે, એટલે કે ટાઈગર મને તંગ પણ કરે છે. ટાઈગરનું સેન્સ ઓફ હ્યુમર ખુબ જ કમાલનું છે. ઘરમાં તે તેની માતાને કામમાં મદદ પણ કરે છે. 

તો તમને જણાવી દઈએ કે કૃષ્ણા અને ટાઈગર શ્રોફના પિતા જેકી શ્રોફ પરિવારથી દુર તેના ફાર્મહાઉસમાં ફસાય ગયા છે. કૃષ્ણાએ કહ્યું હતું કે તે, થોડા સમય પહેલા જ ત્યાં ગયા હતા, આ સ્થિતિ થોડી અઘરી છે, પરંતુ અમે તેના ટચમાં છીએ, તે ત્યાં સુરક્ષિત છે અને ફાર્મહાઉસ રોકાણ માટે ખરાબ જગ્યા નથી. 

Leave a Comment