હાલ આખા દેશમાં એક મહામારીના કારણે ખુબ જ હડકંપ મચી ગયો છે. જેના કારણે સરકાર દ્વારા પહેલા લોકડાઉન બાદ ફરીવાર 3 મે સુધીનું લોકડાઉન કરવામાં આવ્યું છે. તો લોકડાઉન થયા બાદ ઘણા લોકોને ભોજનની પણ મુશ્કેલીઓ ઉભી થઇ હતી. તો તેવામાં આપણા દેશમાં ઘણા એવા લોકો આગળ આવ્યા છે જે જરૂરિયાત વાળા લોકોની મદદ કરી રહ્યા છે.લોકડાઉન જેવી સ્થિતિમાં પણ ઘણા બધા લોકોએ માણસાઈ દેખાડી છે.
પરતું તમને જણાવી દઈએ કે દેશની પોલીસ સુરક્ષા દ્વારા પોતાની ફરજ નિભાવવામાં કોઈ કસર નથી છોડી. દેશમાં ઘણી જગ્યાઓ પર પોલીસ કર્મીઓ દ્વારા પણ લોકોની ભૂખ સંતોષાય રહી છે. કોઈ માણસોને ભોજન કરાવે છે તો કોઈ પોલીસ મૂંગા જાનવરોને ખાવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છે. તો હાલમાં જ એક એવો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક પોલીસ કર્મી પોતાના હાથથી એક ભૂખ્યા વાંદરાને કેળું ખવડાવી રહ્યા છે.
આ વિડીયોને ટ્વિટર પર ખુશ્બુ સોની નામની એક મહિલાએ શેર કર્યો હતો. વિડીયોમાં પોલીસ કર્મી ખુદ હાથથી નિરાધાર વાનરને કેળું ખવડાવી રહ્યો છે. આ વિડીયોમાં સૌથી ઈમોશનલ કરી નાખે તેવો પાર્ટ એ છે કે, વાનરના બંને હાથ નથી અને તે પોલીસ કર્મીની પાસે બેસીને કેળું ખાઈ રહ્યો છે.
Police Officer feeding an amputee Monkey. pic.twitter.com/7IKBGLlAy6
— Khushboo S (@Khushboo_) April 17, 2020
જો કે પોલીસ કર્મી માસ્ક પહેરીને તેની ખુરશી પર બેઠેલા જોવા મળે છે, તે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. તેની સાથે જ ભૂખ્યા વાનરને કેળું પણ ખવડાવી રહ્યા હતા. તે કેળાની છાલ ઉતારી આપતા અને વાનર ફરી ખાવા લાગતો, ફરી કેળાની છાલ ઉતારી આપતા, અને ફરી તે ખાવા લાગતો.
આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ તેજી સાથે વાયરલ થઇ રહ્યો છે. એટલું જ નહિ લોકો આ વિડીયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે, અને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે. પોલીસ કર્મીએ નિર્દોષ પ્રાણીની આ રીતે કરી મદદ।