જો તમને મળે છે આવા સંકેત તો સમજી જાવ…. બે વ્યક્તિ વચ્ચે છે આત્મીય સંબંધો….
મિત્રો આજનો અમારો આ લેખ તમારા માટે ખુબ જ મહત્વનો અને રસપ્રદ રહેશે. દરેક લોકોને પોતાના જીવનમાં એકવાર તો પ્રેમ થતો જ હોય છે. પછી ભલે તે લગ્ન પહેલા થતો હોય કે લગ્ન બાદ આપણા જીવનસાથી સાથે થતો હોય. ક્યારેક પ્રેમ વધારે ગાઢ થતા તે લોકો આગળના જન્મમાં પણ એ જ જીવનસાથીની માંગ કરતા હોય છે. મિત્રો તમને જણાવી દઈએ કે અમુક પ્રેમ ખરેખર એવો હોય છે કે જન્મોથી ચાલ્યો આવતો હોય છે.
મિત્રો આજે અમે તમને ખુબ જ મહત્વના અને ખાસ એવા સંકેતો જણાવશું કે જે જણાવે છે કે તમે એક બીજા માટે બન્યા છો. આવો અનુભવ તમે પણ કદાચ કરેલો હશે માટે આ લેખ ખાસ વાંચવો ખુબ જ રસપ્રદ માહિતી લાગશે.
આ બાબત માટે સૌથી જરૂરી છે Universe-connection આ એક એવો આત્મિક અને આધ્યાત્મિક સંકેત છે કે જેને વિજ્ઞાન પણ માને છે. જો તમે આ કનેક્શનને સમજી લીધું તો તમને ખબર પડી જશે કે તમે તે વ્યક્તિ માટે બન્યા છો કે નહિ. મતલબ તમારે જેની સાથે આવો Universe-connection છે તો તેનો મતલબ એવો છે કે તમે બંને એકબીજા માટે બન્યા છો. પછી તે કોઈ વ્યક્તિ હોય કે વસ્તુ હોય.
ઉદાહરણ તરીકે તમારા જીવનસાથી અથવા તો પ્રેમી અને તમારી વચ્ચે Universe-connection બને છે તો તમે એક બીજા માટે બન્યા છો. હવે તમને એવું થાય કે આખરે આ Universe-connection છે શું. મિત્રો તમે ઈત્તફાક શબ્દ તો સાંભળ્યો હશે. અચાનક જ જે ઘટના બની જાય તેને ઇત્તેફાક કહેવાય છે. ઉદાહરણ તરીકે ક્યારેક એવું બને કે તમે કોઈ વસ્તુ વિશે વિચારી રહ્યા હોય અને અચાનક તે થઇ જાય. તો તેને તમે ઇત્તેફાક કહી શકો.
હવે જ્યારે કોઈ ઇત્તેફાક એકથી વધારે વખત થાય તો તેને Universe-connection કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમજાવીએ તો માની લો કે તમે તમારા જીવનસાથી કે પ્રેમી વિશે વિચારી રહ્યા હોય અને તે જ સમયે તમારા જીવનસાથી કે પ્રેમીનો ફોન આવી જાય. તો આ એક ઇત્તેફાક થયો અને આ રીતે એકથી વધારે વખત આવું થાય તો નક્કી તમારી વચ્ચે Universe-connection છે.
ક્યારેક એવું પણ બને છે કે જ્યારે આપણે આપણા જીવનસાથી કે પ્રેમી વિશે વિચારી રહ્યા હોઈએ અને તે જ સમયે તે આવી જાય અને આવું તમારી સાથે વારંવાર ઘટિત થતું હોય તો તે પણ એક સંકેત છે કે તે વ્યક્તિ તમારા માટે અને તમે તેના માટે બન્યા છો. તો ક્યારેક એવું પણ થતું હોય છે કે આપણે અનુમાન લગાવીએ અને તે અનુમાન સાચું પડે, જેમ કે તમે તમારા પાર્ટનર વિશે વિચારી રહ્યા હોય કે તે શું કરી રહ્યા હશે, તેણે કેવા રંગના કપડા પહેર્યા હશે.
તમે અનુમાન લગાવો અને તે સાચું પડે મતલબ તમે એમ વિચાર્યું હોય કે મારો પાર્ટનર અત્યારે કામ કરી રહ્યો હશે અને તેવું જ બને અથવા તમે એવું અનુમાન લગાવ્યું હોય કે તેણે લાલ રંગના કપડા પહેર્યા હશે અને તેવું જ બને. જો આવી રીતે વારંવાર તમારા અનુમાનો સાચા પડે તો તમારી વચ્ચે Universe-connection છે તેવું સાબિત થાય છે.
જેમકે તમે ઘરમાં બેઠા હોવ અને અચાનક તમને એવો અહેસાસ થાય કે તમે જેને ચાહો છો એ તમારા ઘર નજીક થી બહાર પસાર થઈ રહ્યું છે. અને તમે જટ કરતા ઉભા થઈને બારી ખોલીને જુઓ અને સાચે એજ વ્યક્તિ ની ત્યાં મોજુદગી હોય. છેને કમાલ, તમે ક્યારેય વિચાર્યું કે એ વ્યક્તિની મોજુદગી તમને કોણે સૂચવી? આ છે universal connection જે તમારી અને એ વ્યક્તિ વચ્ચે રહેલું છે. ઘણીવાર એવું થતું હોય છે કે તમે જેને ચાહતા હોવ જેમકે તમે રસ્તા પર જઈ રહ્યા હોવ અને કોઈ છોકરી ને તમે જોવો અથવા કોઈ છોકરી છોકરાને જુએ અને બધું જ કામ ભૂલી ને ધ્યાન તેની સામે કેન્દ્રિત થાય. ઓટોમેટીક મગજના વિચાર શૂન્ય થઈ જાય જાણે એવું લાગે બધુજ સ્થંભી ગયું છે. આવું વારંવાર થવું એ પણ એક Universal connection હોય શકે.
મિત્રો જો તમારી વચ્ચે એક મજબુત Universe-connection હોય તો જ આવા ઇત્તેફાક વારંવાર બનતા હોય છે. આ તો માત્ર ઉદાહરણ તરીકે ત્રણ ઇત્તેફાક જણાવ્યા છે પણ આ રીતના અન્ય ઘણા ઇતેફાક પણ હોય શકે છે. તો મિત્રો આવા ઇત્તેફાક જ્યારે વારંવાર બને તો તેનો મતલબ એવો થાય કે તમારી વચ્ચે Universe-connection છે એટલે કે આત્મીયતા વાળો સંબંધ છે. અને જો તમારી વચ્ચે Universe-connection હોય તો તમે એક બીજા માટે જ બન્યા છો.
તો મિત્રો જો તમે પણ તમારા જીવનસાથી કે પ્રેમી સાથે આવા Universe-connection નો અનુભવ કર્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તેમજ તમારી વચ્ચે કયો ઇત્તેફાક વારંવાર બન્યો એ પણ જણાવજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google