શું તમે જાણો છો કે વૃક્ષો પણ એકબીજા સાથે વાતો કરે છે…જાણો ક્યાં સમયે અને કેવી વાતો કરે છે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 શું તમે જાણો છો કે વૃક્ષો પણ એકબીજા સાથે વાતો કરે છે… 💁

🌱 મિત્રો આપણે મનુષ્યો એક બીજા સાથે વાત કરીએ છીએ તેમાં કોઈ નવાઈ નથી. તમે કદાચ ભણતા હશો ત્યારે સાંભળ્યું હશે કે વૃક્ષો પણ એક સજીવ પદાર્થ છે પરંતુ અમે આજે જે વાત કરવા જઇ રહ્યા છીએ તે વાત તો આપણા અભ્યાસક્રમમાં પણ નથી કહેલી. આશ્ચર્યજનક વાત છે કે વૃક્ષો પણ એકબીજા સાથે વાત કરે છે.Image Source :

🌳 મિત્રો વૃક્ષમાં જીવ હોય છે અને તે સજીવ છે તેવું તો આપણા વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે સાબિત કરી દીધું છે. પરંતુ સવાલ એ થાય કે શું વૃક્ષોને પણ માણસોની જેમ પોતાની ફીલિંગ્સ હશે ? શું તેમને પણ દુઃખ થતું હશે ? શું તેમને પણ ઈજા થાય છે ? તો આજે આપણે વૃક્ષ વિશે એવી રોમાંચક વાત કરવા જઇ રહ્યા છીએ જે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ કારણ કે વૃક્ષો આપણા જીવનનો આધાર છે. વૃક્ષ વગર આપણે ઓક્સિજનની કલ્પના પણ ન કરી શકીએ.

🌳 એક ખુબ જ મોટા ફોરેસ્ટ એક્સ્પીરીમેન્ટ એટલે કે જંગલના સાઈન્ટીફિક રીસર્ચમાં એ જાણવા મળ્યું કે છોડો અને વૃક્ષોમાં પણ એક સામાજિક સ્કીલ હોય છે. તેઓ પોતાની અલગ અલગ રીતોથી એકબીજા સાથે વાતો કરતા હોય છે. જ્યારે તમે કોઈ જંગલમાંથી પસાર થાવ ત્યારે તમારા પગની જમીનની નીચે જે વૃક્ષના મૂળો છે તેના દ્વારા વૃક્ષો વાતો કરતા હોય છે.Image Source :

🌳 મિત્રો તમને આ વાત સાંભળીને કદાચ ખોટી લાગે પરંતુ આ વાસ્તવિક છે. કારણ કે વૃક્ષો આપણી જેમ કોઈ ભાષા દ્વારા વાતો નથી કરતા પરંતુ તેઓ એક વસ્તુથી વાત કરે છે જેને Electrical Impulse કહેવાય છે. મતલબ કે વૃક્ષો પોતાના મૂળ દ્વારા વાત કરે છે. જે રીતે એક કોમ્પ્યુટર માંથી બીજા કોમ્પ્યુટરમાં ઈલેક્ટ્રીકલ સિગ્નલ જાય છે તે જ રીતે વૃક્ષો પોતાના મૂળ દ્વારા સિગ્નલ મોકલે છે.

🌳 મતલબ જે રીતે એક કોમ્પુટર બીજા કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ હોય છે તે જ રીતે એક વૃક્ષ બીજા વૃક્ષ સાથે કનેક્ટેડ હોય છે. વૃક્ષ જેટલું જમીનની ઉપર લાંબુ અને વિશાળ હોય છે અંદર પણ તેના મૂળ પણ એટલા જ લાંબા અને ફેલાયેલા હોય છે. એક વૃક્ષ પોતાના મૂળથી બીજા વૃક્ષના મૂળને સિગ્નલ આપે છે અને તે રીતે તે વાતો કરે છે.

🌳 હવે આપણને નવાઈ એ લાગે કે વૃક્ષો આખરે વાતો શું કરતા હશે ? પણ મિત્રો વૃક્ષો જરૂરી વસ્તુની વાતો કરતા હોય છે જેમ કે તેને પાણી, રસાયણ, કાર્બન ન મળતો હોય તો તે અન્ય વૃક્ષ સાથે આ વાત શેર કરે છે અને તે અન્ય વૃક્ષ તેની મદદ પણ કરે છે. તે પોતાને મળેલું પાણી, રસાયણ અથવા કાર્બન પોતાના મૂળ દ્વારા અન્ય જરૂરીયાતમંદ વૃક્ષ સુધી પહોંચાડે છે. મિત્રો અમુક કિલોમીટર દુર સુધી પણ વૃક્ષો પોતાનો આ મેસેજ પાસ કરી શકે છે અને એકબીજાની મદદ કરી શકે છે.Image Source :

🌳 હવે તમને એવું થાય કે એક વૃક્ષના મૂળ દસ કિલોમીટર દુર આવેલ વૃક્ષ સુધીના તો ન હોય તો કંઈ રીતે વાત કરે ? તો મિત્રો એક વૃક્ષ તેની પાસેના વૃક્ષને સિગ્નલ આપે તો તે બીજા વૃક્ષને પહોંચાડે છે આમ કરીને તે મેસેજ પાસ કરે છે. મિત્રો તમને એક વાત જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે જંગલમાં કોઈ વૃક્ષને સૂર્ય પ્રકાશ ન મળતો હોય તો અન્ય વૃક્ષ પોતાની ડાળખીઓને એવી રીતે સેટ કરી દે છે જેથી તે વૃક્ષને સૂર્ય પ્રકાશ મળી રહે.

🌳 મિત્રો હજુ એક રહસ્યમય વાત કે એક માતા પિતામાં પોતાના બાળકને ઉછેરવાનો ગુણ હોય તે વૃક્ષોમાં પણ હોય છે. કંઈ રીતે તે પણ જાણીએ. જ્યારે કોઈ મોટા વૃક્ષની બાજુમાં નાનો છોડ વાવીએ. ત્યારે તે છોડને ઝડપથી મોટો કરવા માટે વિકસિત વૃક્ષ પોતાના રસાયણો મૂળ દ્વારા આ છોડને આપે છે જેથી તે ઝડપથી મોટું થઇ જાય. છે ને નવાઈની વાત!Image Source :

🌳 તો મિત્રો વૃક્ષો પાસેથી આ એકબીજાને મદદ કરવાની વાત સમજવી જોઈએ કારણ કે આપણે તો એક સમજદાર પ્રાણી છીએ. પરંતુ આજ કાલ લોકો વૃક્ષોને કાપીને પોતાના જ વિનાશને આમંત્રણ આપે છે. માટે વૃક્ષ વિશેની આ જરૂરી માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચાડજો.

🌳 મિત્રો વૃક્ષો આપણા જીવનનો આધાર છે. આજે આપણે જાણીએ છીએ કે વૃક્ષોનું ખુબ જ છેદન થાય છે ત્યારે આપણે બધા એક વૃક્ષને ઉછેરવાનો નિર્ણય કરીને પર્યાવરણ જગતમાં એક મહત્વનો ભાગ આપીએ અને કુદરતની જે સુંદરતા છે તે વૃક્ષ છે. તો બને તો તમારા જીવનમાં એક વૃક્ષને ઉછેરીને યોગદાન આપો તેવી વિનંતી છે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment