યુપીના સીએમ યોગી આદિત્યનાથ ખુબ જ સાધારણ પરિવારથી સંબંધ ધરાવે છે. તેનો પરિવાર ઉત્તરાખંડમાં રહે છે અને સામાન્ય લોકોની જેમ જિંદગી જીવે છે. તમને એ જાણીને ખુબ જ હેરાની થશે કે, સીએમ યોગી આદિત્યનાથની એક બહેન તો ચા વેંચીને પોતાનું ગુજરાન ચલાવે છે. સીએમની બહેન હોવા છતાં પણ એક સાધારણ માણસની જેમ તે પોતાની જવાબદારી ઉઠાવવા માટે આ કામ કરી રહી છે.
સીએમ યોગી આદિત્યનાથની બહેનનું નામ શશી દેવી છે. જે તેના પરિવારની સાથે પૌડીના કોઠાર ગામમાં રહે છે. લગ્ન બાદ શશી દેવી ત્યાં જ રહે છે અને ઋષિકેશમાં ચાની દુકાન ચલાવી રહી છે. આ દુકાનમાંથી થતી કમાણીથી તેનું ઘર ચાલે છે. શશી દેવી અનુસાર તેની કુલ બે દુકાનો છે. એક દુકાન ઋષિકેશના નીલકંઠ મંદિરની પાસે છે, જ્યાં તે ચા વેંચે છે. બીજી દુકાન ભુવનેશ્વરી મંદિરની પાસે છે. તે દુકાનમાં પણ ચા, પકોડા અને પ્રસાદ વેંચવાનું કામ કરે છે.
શશી દેવી અનુસાર તેનું સાસરું ઋષિકેશમાં છે. તેના પતિ પૂરણ સિંહ પયાલ પૂર્વ ગ્રામ પ્રધાન પણ રહી ચુક્યા છે. તેની સાથે જ નીલકંઠ મંદિરની પાસે તેની એક લોજ પણ છે. જે સારી રીતે ચાલી રહી છે. પોતાના ભાઈ યોગી આદિત્યનાથ વિશે વાત કરતા શશી દેવીએ જણાવ્યું કે તે તેના ભાઈને ખુબ જ ચાહે છે.
પરંતુ તેને મળવાનું નથી થતું. જ્યારે તેને ખબર પડી કે તેનો ભાઈ યોગી સીએમ બની ગયો છે તો તે દરેક સાધુમાં તેના ભાઈને જોયા કરતી હતી. શશી દેવીએ કહ્યું કે, તે પોતાના ભાઈ પાસેથી ઉત્તરાખંડનું પણ ભલું ઈચ્છે છે. તેનો તેના માટે કંઈ કરે કે ન કરે, પરંતુ પહાડની જનતા માટે કંઈક સારું જરૂર કરે.
શશીએ જણાવ્યું કે તે જ્યારે નાના હતા તો તેના ભાઈ યોગીને સ્કુલ લઈને જતા હતા અને સ્કુલ પર લેવા પણ જતા જતા. રક્ષાબંધન પર યોગીને જ્યારે પણ તે રાખડી બાંધતી હતી તો તેઓ કહેતા હતા કે અત્યારે મારી પાસે કંઈ નથી. પરંતુ જ્યારે હું કામ કરીશ તો જરૂર તને ભેટ આપીશ.
તમને જણાવી દઈએ કે, યોગી આદિત્યનાથનો પૂરો પરિવાર ઉત્તરાખંડમાં જ રહે છે. તેના પિતાનું નામ આનંદ સિંહ વિષ્ટ છે જે એક ફોરેસ્ટ રેન્જર હતા. 20 એપ્રિલ 2020 ના રોજ તેના પિતાજીનું મૃત્યુ થઈ ગયું. તેની માતાનું નામ સાવિત્રી દેવી છે. તે કુલ સાત ભાઈ બહેન છે. તેનાથી ત્રણ બહેન અને એક ભાઈ મોટા છે અને બીજા બે ભાઈ નાના છે.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી