જાણો ગુજરાતના આ કલાકારોને મળે એક પ્રોગ્રામના લાખો રૂપિયા…. કમાઈ લે છે બીઝનેસમેં કરતા પણ વધારે પૈસા…
મિત્રો આપણા ગુજરાતીઓ ડાયરો અને ભજન કરવાના ખુબ જ શોખીન હોય છે. તે ભલે ગુજરાતમાં હોય કે ગુજરાત બહાર વિદેશમાં પણ ડાયરો અને ભજનની જમાવટ ગમે ત્યાં કરે અને આમ પણ ડાયરો અને ભજન આપણી ગુજરાતી સંસ્કૃતિ જાળવી રાખે છે. જેનો અત્યારે સારો એવો ક્રેઝ છે.આજે અમે તેના કલાકારો વિશે જણાવીશું. જેના વિશે જાણીને તમે હેરાન રહી જશો.
હમણાં જ થોડાક સમયથી ગુજરાતમાં થતાં ડાયરા અને ગુજરાતી ગીતો પ્રતિ લોકો પોતાનો રસ દાખવી રહ્યાં છે. જેથી ડાયરો કરતા ગુજરાતી કલાકારોની માંગ પણ વધી રહી છે. આમ પણ દરેક કલાકારની કલાની કદર થવી જ જોઈએ. તેથી આ કલાકારોને પોતાની કલા દર્શાવવા માટે તેમને પૈસા મળે છે. તો મિત્રો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે આ ગુજરાતી કલાકારોને એક ડાયરો કે પ્રોગ્રામ કરવાના કેટલા રૂપિયા મળે છે.તો ચાલો જાણીએ. સૌથી પહેલા છે કિર્તીદાન ગઢવી જે પોતાના ડાયરા અને સંતવાણી જેવા પ્રોગ્રામ માટે વખણાય છે ગુજરાતના લોક ગીતો અને પોતાના સુરીલા કંઠના માધ્યમથી લાખો લોકોના દિલમાં વસેલા તેમજ દેશ વિદેશ માં પણ જેમનું નામ ગુંજે છે. કિર્તીદાન ગઢવી વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ કોલેજમાં તમને સંગીત અને ગાયનનો અભ્યાસ કર્યો છે. કિર્તીદાન ગઢવી એક પ્રોગ્રામ કરવાના 3 થી 4 લાખ રૂપિયા મળે છે. જેમાં તે માત્ર લગભગ 4 થી 5 કલાક જ ગાય છે.
ત્યારબાદ ઓસામણ મીર જે ભજન ડાયરા કરે છે. ઓસામણ મીર કે જેના ગીતો અને અવાજ પર સૌ કોઈ મોહિત છે. તે પહેલા માત્ર તબલા જ વગાડતા હતા પરંતુ ધીમે ધીમે તેણે ગાવામાં પણ પ્રભુત્વ મેળવ્યું અને ખુબ જ સારા કલાકાર તરીકે આપણી સામે છે. તેમનો ચાર્જ જાણીને તમે આશ્ચર્ય પામશો. તમને જણાવી દઈએ કે ઓસામણ મીરને ભજન ડાયરા કરવાના 3 થી 4 લાખ રૂપિયા મળે છે.
ત્રીજુ નામ છે ફરીદામીર કે જેને માત્ર 14 વર્ષની ઉંમરથી જ ભજનો ગાવાનું અને સ્ટેજ પરફોર્મન્સ આપવાનું શરૂ કર્યું હતું. ફરીદા મીર એક મુસ્લિમ પરિવારમાંથી છે અને તેમણે હિંદુ હિંદુ યુવક સાથે લગ્ન કર્યા છે. આજે ફરીદા મીરને ભજન ડાયરા કરવાના 2 લાખ 25 હજાર રૂપિયા મળે છે.
ત્યારબાદ ચોથો નામ છે માયાભાઈ આહીર. માયાભાઈ આહીર બધાના લોકપ્રિય સાહિત્યકાર છે. મિત્રો આજે લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર તરીકે પોતાનું આગવું સ્થાન ધરાવતા માયાભાઈ પહેલા ડ્રાઈવિંગ કરતા હતા અને ડાયરાના ખુબ જ શોખીન હતા. પરંતુ તેમણે તેમના આ શોખને અંજામ આપીને આજે ખુબ સારા લોકસાહિત્યકાર અને હાસ્યકાર પણ છે. તો મિત્રો ડ્રાઈવિંગથી ડાયરા સુધીની સફર ખેડનાર માયાભાઈને આજે ડાયરો કરવાના 1 લાખ 75 હજાર રૂપિયા મળે છે.
ત્યારબાદ છે ગુજરાતી લોક સાહિત્ય કળાને આગવું સ્થાન અપાવનાર લક્ષ્મણ બારોટ કે જે પોતાના ભજન સંતવાણીથી આજે પણ લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. લક્ષ્મણ બારોટ નારાયણ સ્વામી પછી ભજનની પરંપરાને સાચવતા આવ્યા છે. હાલમાં તેવો ભરૂચ પાસે તેમના આશ્રમમાં રહે છે. તેને પણ સંતવાણી ભજન કરવાના 1 લાખ 75 હજાર રૂપિયા મળે છે.
છઠ્ઠું નામ છે સૌરાષ્ટ્રના લોક લાડીલા અને સૌને હસાવનાર હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા. જે બધાને ખિલખિલાટ હસાવવાનું કાર્ય કરે છે. તેથી જ તે ઘણા લોકોના ચહિતા કલાકાર પણ છે અને લોકો તેમના જોક્સના ખુબ જ દીવાના છે. જોક્સનો પ્રોગ્રામ કરવાના ધીરુભાઈને 1 લાખ 60 હજાર રૂપિયા મળે છે.
ત્યારબાદ છે જાણીતા હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર સાયરામ દવે. જે એક શિક્ષક પણ રહી અને તેમને એક ડાયરો કરવાના 1 લાખ 50 હજાર રૂપિયા મળે છે.ચુક્યા છે. મિત્રો સાયરામ દવે એ 9 વર્ષના બાળકથી લઈને 99 વર્ષના વૃદ્ધને હસાવી શકે તેવા એક માત્ર હાસ્ય કલાકાર છે. તેવો મૂળ અમરનગરના રહેવાસી છે અને હાલ તેમનું નિવાસ રાજકોટમાં આવેલ છે. જે ડાયરાઓ પણ કરે છે
આઠમું નામ છે કિંજલ દવે કે જે પોતાના ગુજરાતી ગીતો માટે ખુબ પ્રખ્યાત છે. મિત્રો કિંજલ દવેએ ચાર ચાર બંગળીના ગીત દ્વારા પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. જોકે કિંજલ દવેએ ચાર ચાર બંગડી વાળું ગીત કોપી કર્યું હતું અને તેના પર હમણાં સુધી કેસ પણ ચાલતો હતો. કિંજલ દવે એ કેસ કોર્ટમાં હારી ગયા છે. પરંતુ તેમના નામના એટલી વધી ગઈ કે તેમનો ચાર્જ પણ ખુબ જ વધી ગયો છે. પહેલા નાના મોટા કાર્યક્રમો કરતી કિંજલ દવેને એક પ્રોગ્રામ કરવાના 1 લાખ 50 હજાર રૂપિયા મળે છે.
ત્યારબાદ ગુજરાતી કલાકારનું નામ છે ગીતા રબારી. જે અનેક ગીતો ગાઈને ખુબ પ્રખ્યાત થઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કે પોતાની શાળાના પ્રોગ્રામમાં પોતાની ગાયકી શરૂ કરનાર ગીતા રબારી ગુજરાતનું એક જાણીતું નામ બની ગયું છે અને લોકો તેમણે ગયેલા ગીતોને ખુબ જ પસંદ કરે છે. ગીતા રબારીને કચ્છની કોયલ પણ કહેવામાં આવે છે. તે મૂળ કચ્છના છે. ગીતા રબારીને એક પ્રોગ્રામ કરવાના 1 લાખ 50 હજાર રૂપિયા મળે છે.
દસમું નામ છે હેમંત ચૌહાણ. જે તેના ભજનોના ઢાળ અને રાગો માટે ખુબ જ પ્રખ્યાત છે. મિત્રો હેમંત ચૌહાણ ભણવાનું લુ કર્યું તે પહેલા તેમણે જાતે સંગીત શીખવાનું ચાલુ કરી દીધુ હતું. મોટા થયા બાદ તેમણે ગામડે ગામડે ફરીને સંતો તેમજ ભજનીકો પાસેથી ભજનો અને શાસ્ત્રીય સંગીત શીખ્યું. આ ઉપરાંત તેમણે આકાશવાણીમાં આવતા ભજનો પરથી પણ શીખ્યું અને જ્ઞાન મેળવ્યું. પરંતુ આખરે તેમની મહેનત રંગ લાવી અને આજે તે ખુબ જ પ્રખ્યાત ભજનિક બની ગયા છે અને આજે તેમને ભજન સંતવાણી કરવાના 1 લાખ 50 હજાર રૂપિયા મળે છે.
ત્યારબાદ ખુબ જ જુનાં અને જાણીતા કલાકાર ભીખુદાન ગઢવી. આ વ્યક્તિએ ભજન અને લોકસાહિત્ય માટે પોતાની સરકારી નોકરીને પણ છોડી દીધી હતી. પરંતુ સરકારી નોકરી છોડીને કલાકાર બનવાનું તેમનું સપનું આખરે સાકાર થયું. તે ખુબ જ પ્રસિદ્ધ અને દેશવિદેશમાં તેમનું નામ ખુબ જ પ્રખ્યાત છે અને આજે તેમને ભજન ડાયરા કરવાના 1 લાખ 40 હજાર રૂપિયા મળે છે.
ત્યારબાદ નામ છે રાજભા ગઢવી કે જે આજના યુવાન અને સારા સાહિત્યકાર છે. મિત્રો પિતાના પ્રભાતિયા, અને રેડિયો પર ભજનો સાભળીને પ્રેરણા મેળવનાર એક માત્ર કલાકાર એટલે રાજભા ગઢવી છે. કહેવાય કે આ કળા તેમને વારસામાં જ મળેલી છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક સમયે રાજભા ગાયો ભેંસો ચરાવતા હતા. પરંતુ તેમને ડાયરા અને ચારણી સાહિત્યનો ખુબ જ શોખ હતો અને આજે તે ખુબ સારા કલાકાર બની ગયા છે અને તેમને ભજન ડાયરો કરવાના 1 લાખ 30 હજાર રૂપિયા મળે છે.
ત્યારબાદ સોળમું નામ છે જીગ્નેશ કવિરાજ કે જેમણે માત્ર 13 વર્ષની ઉંમરે જ સંગીતનો સફર ચાલુ કર્યો હતો. તે ઉત્તર ગુજરાતના રહેવાસી છે અને તેવોએ લગ્ન ગીતોથી તેમની નામના બનાવી અને આજે એટલા છવાય ગયા છે કે બધી જ જગ્યાએ તેમના પ્રોગ્રામ થાય છે. સૌરાષ્ટ્રમાં તેમને પ્રસિદ્ધ કરવાનાર કોઈ હોય તો એ છે કિર્તીદાન ગઢવી. જીગ્નેશ કવિરાજે પોતાના ઘણા બધા આલ્બમ પણ બનાવ્યા છે. આજે તેઓ લગભગ આશરે 150 થી 200 આલ્બમ ગીતો અને ભજનો બનાવી ચુક્યા છે અને તેઓ ડાયરાઓ પણ કરે છે અને આજે તેમને એક ડાયરો કરવાના 70 હજાર રૂપિયા મળે છે.
તો મિત્રો તમને આ અમારી માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવશો અને તમારા મનપસંદ ગુજરાતી કલાકાર કોણ છે તે કમેન્ટમાં જરૂર જણાવશો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google