મિત્રો તમે બધાએ સિકંદરનું નામ તો સાંભળ્યું જ હશે અને ઇતિહાસમાં લખાયેલા તેના કારનામાઓ અને સાહસની કહાનીઓ પણ તમે વાંચેલી જ હશે. સિકંદરે માત્ર 19 વર્ષની ઉંમરે જ રાજપાટ સંભાળ્યું હતું. ત્યાર બાદ 21 વર્ષે મેશેટોનીયાનો રાજા બન્યો અને પોતાની તાકાતથી તે એક પછી એક પ્રાંતો પર કબજો મેળવતો ગયો. કહેવાયને કે સિંકદર આખી દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કરવા માંગતો હતો અને આખી દુનિયા પર કબજો મેળવવા ઈચ્છતો હતો. પરંતુ તેની અ ઈચ્છા પ્રમાણે તેનું સામર્થ્ય પણ એવડું જ હતું.
સિકંદર કોઈ સમાન્ય વ્યક્તિત્વ ધરાવતો ન હતો. એ જ્યારે 28 વર્ષનો થયો ત્યારે લડતા લડતા પૌરષ સુધી પહોંચી ગયો હતો અને બે વર્ષ સુધી ભારતમાં પણ રહ્યો. ભારતમાં તેણે યુદ્ધો કર્યા અને તક્ષશિલા વિસ્તારમાં રહ્યો. તે સમયે સિકંદરનાં એક સૈનિકે સિકંદરને જણાવ્યું કે ત્યાં ભારતના 5 થી 10 દિગંબર સાધુઓ રહે છે. ત્યારે આ જાણી યુદ્ધમાં જીતીને આવેલો સિકંદર દિગંબર સાધુઓને ભેગા કરે છે અને કહે છે કે તમારા ગુરુને બોલાવો.
ત્યાર બાદ સિકંદરની સામે તે દિગંબર સાધુઓના ગુરુ આવે છે અને સિકંદર ગુરુને જણાવે છે કે, “હું પ્રશ્ન પૂછીશ તેના જવાબો આપવાનો રહેશે” અને તેણે એક શરત પણ મૂકી કે જો જવાબ સાચો પડે તો બચી ગયા અને ખોટો પડે તો શીશ પણ કપાઈ જશે. ત્યાર બાદ મિત્રો જે પ્રશ્નો સિકંદરે ભારતના સાધુને પૂછ્યા તે ખુબ જ રોચક હતા અને સાધુ દ્વારા અપાયેલા તેના જવાબ તેના કરતા પણ વધારે રોચક હતા. જે જાણવા માટે આ આખો લેખ જરૂર વાંચો. જેમાંથી તમારા જીવનને ઉપયોગી પણ ઘણું બધું જાણવા મળશે. જે આગળ જતા ખુબ જ ઉપયોગી પણ નીવડશે.
સિકંદરે પહેલો સવાલ કર્યો કે, “આ દુનિયામાં કોની સંખ્યા વધારે છે, મરેલાની કે જીવતાની ?” મિત્રો આપણે આ સવાલનો જવાબ કદાચ કરોડો કે અબજોમાં વિચારતા હોઈએ, પરંતુ સાધુએ જે જવાબ આપ્યો તે જાણીને સિકંદર પણ ચોંકી ગયો હશે. સાધુએ જણાવ્યું કે મરેલા લોકો જીવિત નથી હોતા, એટલા માટે તેની ગણતરી કરવામાં આવતી નથી. એટલા માટે હંમેશા જીવતા લોકોની જ સંખ્યા વધારે હોય છે.
ત્યાર બાદ સિકંદર બીજો પ્રશ્ન પૂછે છે કે, “સૌથી વધારે શું છે, સમુદ્ર કે જમીન ? ત્યારે સાધુએ સચોટ અને સાચો જવાબ આપતા જણાવ્યું કે જમીન વધારે છે. કારણ કે, “સમુદ્રની નીચે પણ આખરે છે તો જમીન જ. જેના કારણે સમુદ્ર ટકેલો છે. તેથી જમીન વધારે છે.” મિત્રો આ સાંભળીને સિકંદરને પણ નવાઈ લાગે છે કે ભારતના દિગંબર સાધુઓ પાસે આટલું બધું જ્ઞાન કંઈ રીતે !
સિકંદર ત્યાર બાદ ત્રીજો પ્રશ્ન પૂછે છે કે, “વધારે મજબુત શું છે ? જીવન કે મરણ ?” મિત્રો આ સવાલનો જવાબ સાધુએ એટલો સુંદર આપ્યો કે જેને સાંભળીને તમને તમારા અસ્તિત્વનો ગર્વ થશે. સાધુએ જવાબ આપ્યો કે “સૌથી મજબુત જીવન છે.” કારણ કે ઘણા દુઃખો પડવા છતાં પણ માણસ જીવે છે, એટલે જીવન મજબુત કહેવાય. જ્યારે મૃત્યુ તો દુઃખ ભોગવી જ નથી શકતું. માટે તમારા જીવનમાં જો દુઃખો આવે તો તે તમારી નબળાઈ નહિ પરંતુ તમારી મજબૂતી દર્શાવે છે.
ચોથો સવાલ સિકંદર સાધુને એ પૂછે છે કે, “સૌથી વધારે લુચ્ચું પ્રાણી કયું છે ?”
ત્યારે સાધુએ સમ્રાટ સિકંદરને મુંજવણમાં મૂકી દે તેવો જવાબ આપ્યો. સાધુએ સિકંદરની સામે જોતા કહ્યું કે, “એ સૌથી લુચ્ચા પ્રાણી સામે હું અત્યારે જોઈ રહ્યો છું એ જ છે.” આ સાંભળી સિકંદર પણ વિચારમાં પડી જાય છે કે હું આવડો મોટો સમ્રાટ અને આ ભિખારી કે જેની પાસે કંઈ જ નથી તે આટલી નિર્ભયતાથી અને સ્પષ્ટ રીતે મને આવો જવાબ જણાવે છે !
ત્યાર બાદ સિકંદર તરત જ એક પ્રશ્ન પૂછે છે કે, “તો પછી કોઈ પણ વ્યક્તિ કંઈ રીતે સૌથી પ્રિય બની શકે ?” ત્યારે સાધુ ખુબ જ સરસ જવાબ આપે છે કે, “વધુમાં વધુ શક્તિશાળી તું બને, પરંતુ બીજા લોકોમાં ભય ઓછા પેદા કર. તું આપોઆપ બધા જ લોકોનો પ્રિય બની જઈશ.
ત્યાર બાદ સિકંદર સાધુને પૂછે છે કે, દુનિયામાં સૌથી પહેલા શું આવ્યું દિવસ કે રાત ?
ત્યારે સાધુ ખુબ જ સ્માર્ટલી જવાબ આપે છે કે, Night by half a day, નાઈટ બાય હાફ અ ડે એટલે કે રાત અને દિવસની મધ્યમાંથી શરૂઆત થઇ હતી. એટલે કે સાધુનું કહેવું એવું હતું કે જ્યારે દિવસની શરૂઆત થઇ ત્યારે દિવસ અને રાત્રીની વચ્ચેનો જે સમય હતો. એટલે કે ભારતીય શાસ્ત્રો પ્રમાણે બ્રહ્મમુહુર્તનો સમય હતો. આ જવાબ સાંભળીને બધા અચંબિત રહી ગયા હતા.
આ સાંભળ્યા બાદ અંતે સિકંદર પોતાના મનની ઈચ્છા દર્શાવતો એક પ્રશ્ન પૂછે છે ક, “કોઈ વ્યક્તિ ભગવાન કંઈ રીતે બની શકે ?” આ પ્રશ્નનો જવાબ સાંભળીને દુનિયાને મુઠ્ઠીમાં કરવા વાળો સિકંદર પણ અચંબિત રહી ગયો. તેને સરસ જવાબ આપતા સાધુએ કહ્યું કે, માણસ ત્યારે ભગવાન બની શકે જ્યારે તે અસંભવ કામ કરી જાણે, એટલે કે અમુક વસ્તુ એવી હોય છે જે માત્ર ભગવાન જ કરી શકતા હોય છે. જેમ કે વરસાદ, તડકો, ઠંડી એ બધું ભગવાન દ્વારા આપવામાં આવેલું છે. પરંતુ જો કોઈ માણસ એક કહે કે હું વરસાદ લાવ્યો તો એ ભગવાન બની જાય. પરંતુ માણસ ક્યારેય પણ વરસાદ ન લાવી શકે. એટલા માટે માણસ હંમેશા માણસ જ રહે એ ક્યારેય ભગવાન ન બની શકે.
તો મિત્રો આ રીતે એક ભારતના સાધુએ સિકંદરને ટક્કર આપી હતી. તેના દરેક સવાલોનો તર્ક અને આધ્યાત્મિકતાથી જવાબ આપીને સિકંદરને પણ વિચારતો કરી દીધો હતો. તો આવા મહાજ્ઞાની સાધુઓ અને સંતોની ભૂમિ પર આપણો જન્મ થયો છે તેનો આપણને ગર્વ થવો જોઈએ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
શું તમને પણ ગર્વ છે ? તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને તેની સાથે આજનો આ લેખ કેવો લાગ્યો તે પણ જરૂર જણાવજો.
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
Very helpful
Very helpful
Good
Proud to be indian..
good
The knowledge was and still lingers in Bharat. But there is not much of their recognisation. People still see India as poor, under slaveness and ill educated.?!!??!