ખુબ પૈસા અને નામ કમાવવા માંગો છો તો રોજ રાત્રે સુતી વખતે બોલો આ ચમત્કારિક મંત્ર..

ખુબ પૈસા અને નામ કમાવવા માંગો છો તો રોજ રાત્રે સુતી વખતે બોલો આ ચમત્કારિક મંત્ર..

આજના સ્પર્ધાત્મક યુગમાં વ્યક્તિ ભણેલો હોવા છતાં પણ ક્યારેક સારી નોકરી ન મળતી હોય અથવા તો નોકરી સારી હોય તો ખર્ચાઓ પણ તેટલા જ વધી જતા હોય. જેના કારણે આર્થિક સ્થિતિમાં સુધાર જ ન આવતો હોય તો આ પરિસ્થિતિના નિવારણ માટે અમે આજે એક ચમત્કારિક મંત્ર જણાવવા જઇ રહ્યા છીએ.

આ મંત્રનો જાપ કરવાથી તમને યશ, નામના, ધન-સંપત્તિ બધું જ મળશે. તમારી જિંદગી સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યથી પરીપૂર્ણ થઇ જશે. તેના માટે તમારે એક ચમત્કારિક માત્ર 7 અક્ષરનો જ મંત્ર રોજે સૂતા પહેલા બોલવાનો છે. તો કયો મંત્ર છે તે અને કંઈ રીતે તેનો જાપ કરવાનો છે. તેમજ તે મંત્રની ખાસિયત શું છે તે જાણીએ. તેના માટે પૂરો લેખ વાંચો.

મિત્રો આ મંત્ર ગણેશજીનો મંત્ર છે. હવે તમે જ વિચારો કે ગણેશજી એટલે બુદ્ધિના દાતા તેમજ રિદ્ધિસિદ્ધિ તેમજ આઠ સિદ્ધીઓ અને નવ નીધીઓના દાત્તા છે. માટે જ તો દરેક કાર્યના પ્રારંભમાં ગણેશજીની આરાધના કરવામાં આવે છે. તો આજે અમે જે મંત્રની વાત કરવા જઇ રહ્યા છીએ તે ગણેશજીના બધા મંત્રોમાંથી મહાન મંત્ર છે. કારણ કે આ સિદ્ધ મંત્ર બ્રહ્મદેવે પોતે ભગવાનની ભક્તિ માટે પ્રકટ કરેલો હતો.

 

માત્ર 7 જ અક્ષરનો ગણેશજીનો આ મંત્ર જો અમે કહીએ તે પ્રમાણે રટણ કરવામાં આવે તો જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી અને નામના પ્રાપ્ત થાય છે. તેમજ આપણા જીવનમાં આવતા વિઘ્નો પણ દુર થાય છે અને જીવનમાં અપાર સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. સુખ અને વૈભવની પ્રાપ્તિ થશે તો ચાલો મંત્ર જાણતા પહેલા તેનો કંઈ રીતે જાપ કરવાનો છે તેની વિધિ જાણી લઈએ.

મિત્રો જ્યારે તમે રાત્રે પથારીમાં સુતા હોવ અને તમને ઊંઘ આવવાની તૈયારી હોય તેના થોડા સમય પહેલા જ તમારે આ ચમત્કારિક મંત્રનો જાપ કરવાનું શરૂ કરી દેવાનું છે. અને ત્યાં સુધી સતત આ મંત્રનો જાપ કરતા રહેવાનું છે. જ્યાં સુધી તમને જાપ કરતા કરતા ઊંઘ ન આવી જાય. તમારે નિયમિત રોજે આ મંત્રનો જાપ કરવાનો છે ક્યારેય ભૂલવાનું નથી. તમે કોઈ પણ યાત્રા સ્થળે ગયા હોય કે મુસાફરીમાં હોવ, સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય ગમે તે સ્થિતિમાં હોવ તમારે સુતા સમયે જેટલી વધારે વાર થાય તેટલી વાર આ મંત્ર જાપ કરતા કરતા સુઈ જવાનું છે.

બીજી ખાસ મહત્વની વાત એ કે આ મંત્રનો જાપ તમારે આંખ બંધ કરીને કરવાનો છે. તેમજ મનમાં કોઈ ખરાબ વિચારો ન હોવા જોઈએ. એકદમ શાંત મનથી આ મંત્રનો માનસિક જાપ કરવાનો છે. એક પણ દિવસ ભૂલ્યા વગર રોજે કરવાનો છે. આવું કરવાથી એક દિવસ જ્યારે તમારો મંત્ર પરમ સિદ્ધિને પામશે ત્યારે તમારું નસીબ ખુલી જશે.

આ મંત્ર જાપના બીજા પણ ઘણા ફાયદાઓ છે. જેમ કે જો તમને મંત્ર જાપ કરતા કરતા જ ઊંઘ આવી ગઈ તો તે આખી રાત મંત્ર જાપ કર્યો તેટલું ફળ મળશે. તેમજ સુતી વખતે આ મંત્ર જાપ કરવાથી તણાવ પણ દુર થશે તેમજ ઊંઘ પણ સારી આવશે. કોઈ ખરાબ સપનાઓ નહિ આવે તેમજ કોઈ ડર નહિ રહે. જ્યારે તમે બીજા દિવસે ઉઠશો ત્યારે તમારામાં એક નવી ઉર્જાનો સંચાર થશે. જે તમને દિવસ દરમિયાન એક્ટીવ રાખશે અને સાથે સાથે આગળ જણાવ્યું તેમ શુભ ફળો પણ આપશે.

હવે મિત્રો તે મંત્ર આ પ્રમાણે છે “ઓમ વક્રતુન્ડાય નમ:” મિત્રો આમ જોઈએ તો આ મંત્ર ઓમને કાઢતા માત્ર 7 અક્ષરનો જ છે. પરંતુ ઓમ વગર કોઈ પણ મંત્ર સિદ્ધ નથી થતો માટે મંત્રની શરૂઆત ઓમથી જ કરવાની રહેશે.

તો મિત્રો જો તમે રોજ આ મંત્રનો સુતા પહેલા માનસિક જાપ કરશો તો તેનું પરિણામ અવશ્ય તમને તમારા જીવનમાં સફળતા પણ જોવા મળશે. ક્યારેય વચ્ચે ગેપ ન આવવો જોઈએ નહિ તો તેનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત નહી થાય. જો તમે “ઓમ વક્રતુન્ડાય નમ:” આ મંત્રનો જાપ કરતા હોવ તો કોમેન્ટ કરો… જય શ્રી ગણેશાય નમઃ….

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “ખુબ પૈસા અને નામ કમાવવા માંગો છો તો રોજ રાત્રે સુતી વખતે બોલો આ ચમત્કારિક મંત્ર..”

Leave a Comment