મિત્રો, મગજને તેજ કરવા માટે તમે ઘણા બધા અખતરાઓ કરતા હશો. ઘણી પ્રકારની કસરતો પણ કરતા હશો. હવે વિચાર એવો આવે કે મગજને તેજ કે પાવરફુલ કરવા માટે એવી તે કંઈ કસરતો હશે. તો અમે તમને એ જણાવી દઈએ કે મગજને પાવરફુલ કરવા માટે તમે જે વિડીયો ગેમ રમો છો, તે મગજને પાવરફુલ બનાવવામાં તમારી મદદ કરી શકે છે. પણ આ ગેમ પણ સીલેક્ટ કરવાની આવડત પણ હોવી જોઈએ.
મિત્રો, તમે બરાબર સાંભળ્યું કે વિડીયોગેમ દ્વારા પણ તમે તમારા મગજને તેજ કરી શકો છો. કારણ કે તેમાં સતત અગાઉથી જ આવનારી મુશ્કેલી સામે લડવા માટે તૈયાર થઈ જાવ છો. અને જો તમે તમારી લાઈફમાં પણ આવનારી મુશ્કેલી સામે લડવા અગાઉથી તૈયાર હો, તો કેવી મજા પડે. એ વાત બરાબર છે કે જીવનમાં ક્યારે અને કેવી મુશ્કેલી આવે તે નક્કી નથી પરંતુ તમે જો તમારું મગજ સક્રિય હશે તો તમે આવનારી દરેક મુસીબતનો સામનો કરી શકશો.
આજે આપણે અહીં આ લેખમાં એવી જ ગેમ દ્વારા માઈન્ડને પાવરફુલ કરવાની કસરતો વિશે જણાવશું. આ ગેમ કુલ 7 પ્રકારની છે. જેના દ્વારા તમે બહુ સહેલાઈથી મગજ શાંત તેમજ પાવરફુલ કરી શકશો. ચાલો તો આ 7 ગેમ વિશે વિસ્તારથી વાત કરી લઈએ.
lumosity(લ્યુમોસિટી) : આ ગેમને એવી રીતે તૈયાર કરવામાં આવી છે, જે આપના મગજને તેજ, શાંત, તેમજ કોઈ પણ મુસીબત સામે લડવામાં મદદ કરે છે. જેમ કે આમાં તમારી સ્પીડ બનાવવા માટે એક ગેમ છે highway hazards જેમાં તમે તમારી સ્પીડ વધારી શકો છો. આ ગેમમાં આપણે આગળ આવતી મુશ્કેલી સામે અગાઉથી જ સતર્ક રહેવું એવું જણાવે છે. આ સિવાય આમાં river ranger ગેમ છે. જેમાં તમારે river માં પ્રાણીઓને સપોર્ટ કરવાનું હોય છે અને પાછળના એનીમલને યાદ રાખવાના હોય છે. આમ મગજને પહેલેથી સતર્ક કરવા માટે trouble brewing ગેમ છે. એમાં તમારે કોફીના મલ્ટીપલ ઓર્ડર લેવાના હોય છે. આ સિવાય આ ગેમમાં color match ની પણ ગેમ છે જેમાં તમારે ઉપર અને નીચે બંને કલરને match કરવાના હોય છે. હવે તમને વિચાર આવશે કે આ ગેમ દ્વારા તમે શું શીખી શકો. તો તેનો જવાબ છે કે, જ્યારે તમે કોઈ એક્ઝામ દેવા જાવ ત્યારે તેમાં કોઈ ગણિતનો દાખલો આવે જેનો જવાબ 2 હોય અને તમે ઓપ્શન 2 સીલેક્ટ કરો છો. આમ નાની એવી મિસ્ટેકને કારણે તમે એક આખો દાખલો ખોટો ગણી નાખો છો.
Brain lt on(બ્રેઈન ઈટ ઓન) : આ ગેમ ખુબ જ રસપ્રદ છે. જેમાં તમારે ફીઝીકની પઝલ સોલ્વ કરવાની હોય છે. એમાં ખુબ નાના એવા ટાસ્ક તૈયાર કરવાના હોય છે. જેમાં તમારે વિવિધ શેપ ડ્રો કરવાના હોય છે, જે ખુબ સહેલા હોય છે. આ ગેમ એવી છે જેને બાળકોથી લઈને કોઈ પણ રમી શકે છે.
Moneybhai(મોનીભાઈ) : આ ગેમ એવી છે જેમાં તમારા પૈસા નકલી છે પણ તેમાં આપેલ બધા જ ઓપ્શન અસલી હોય છે, એટલે કે કોઈ માણસ જ્યારે શેર બજારમાં પૈસા રોકે છે. તેને હંમેશા ડર રહે છે કે પૈસાની ખોટ આવશે તો ! રોકાયેલા પૈસા પાછા આવશે કે નહિ ! અને આમ તે પોતાના પૈસાથી હાથ ધોઈ બેઠે છે. તેથી આખો દિવસ પબ્જી રમવા કરતા જો તમે આ ગેમમાં પોતાના પૈસાનું રોકાણ કરો છો, તો તમારું માઈન્ડ પાવરફુલ થશે. આ ગેમમાં કંપની તમને 1 કરોડ રૂપિયા આપે છે જેમાં તમે ધારો તો 30 કરોડ કરી શકો છો અથવા તો 0 પણ થઈ શકે છે. જે તમારા પર આધાર રાખે છે.
Monopoly(મોનોપોલી) : મોનોપોલી એટલે કે વ્યાપાર. જેને આપણે આપણી સાદી ભાષામાં વ્યાપાર કહીએ છીએ. આ ગેમ હવે તમે એન્ડ્રોઇડ મોબાઈલમાં પણ મળી શકે છે. શરૂઆતમાં એટલા માટે બનાવવામાં આવી હતી કે અમીર વધારેને વધારે કેમ અમીર બને છે અને ગરીબ કેમ ગરીબ રહે છે. વાસ્તવમાં આ ગેમ રમીને તમે અમીર બનવાના પોતાના સપનાને સાકાર કરી શકો છો.
Cashflow(કેશફ્લો) : આ ગેમ એવા પ્રકારની છે જેમાં તમે એક વિદ્યાર્થી તરીકે રમો છો. આ ગેમમાં કુલ બે ટ્રેક હોય છે. એક અંદરનો રસ્તો જેમાં ડોક્ટર, એન્જીનીયર, અને એકાઉન્ટન્ટ તેમજ તમારા માતા-પિતા બધા જ ફસાયેલા છે. જ્યારે બહારનો રસ્તો છે fast track. આ ગેમમાં વિદ્યાર્થી પર પહેલેથી જ લોન હોય છે. આ લોન પૂરી કરીને તેને બહારના fast track પર આવવાનું હોય છે. આ આખી ગેમ તમને પાવરફુલ કરવામાં મદદ કરે છે.
Brain test(બ્રેઈન ટેસ્ટ) : જો તમારું માઈન્ડ પાવરફુલ છે અને તમે કોઈ પઝલ ખુબ સહેલાઈથી રમી શકો છો, તો તમે આ ગેમ ડાઉનલોડ કરી શકો છો. આ એવી રસપ્રદ ગેમ છે જે તમને મગજ તેજ કરવામાં મદદ કરશે. જેમ કે શું તમે આ ગેમમાં આ સોડાની બોટલ ખોલી શકો છો, તમે આ ટીવીને on કરી શકો છો, કે પછી આ બોડી બિલ્ડરને મદદ કરી શકો છો, શું તમે આ હાથીને ફ્રીઝમાં નાખી શકો છો, કે પછી શું તમે આ ભૂખી બિલાડીને ભોજન સુધી પહોંચાડી શકો છો. આવા રીતે અનેક પઝલ આ ગેમમાં છે.
Gigl(ગીલ) : આ એક એવી એપ છે જેમાં તમે સફળ થયેલા લોકોની લાઈફ વિશે વાંચી તેમજ સાંભળી શકો છો. જે ખરેખર રીયલ હીરો છે. જે પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને આગળ આવ્યા છે. આવા હજારો લોકોની કહાની સાંભળીને તમને પ્રેરણા મળશે. એવું બની શકે છે કે, કોઈ બુક વાંચવાનો તમારી પાસે સમય નથી તો તમે આવી કહાનીઓ સાંભળી પણ શકો છો. અને સફળતા તરફ આગળ વધવા માટે ખરેખર જોઈએ તો તમારે આવા રીયલ હીરોની કહાનીઓ વાંચવી અથવા તો સાંભળવી જોઈએ.
આમ આજે આપણે આ લેખમાં એવી ગેમ વિશે વાત કરી જે રમવાથી ખરેખર તમને ફાયદો થશે. આ ગેમ એવી છે જેમાં તમારે પોતાના માઈન્ડને પાવરફુલ કરવાના ઉયાયો કરવાના છે. આ ગેમ રમીને મગજને તેજ તેમજ શાંત અને પાવરફુલ કરવાનું છે. તેથી કોઈ આડીઅવળી ગેમ રમવા કરતા અહીં આપેલ આ 7 ઉપાયો કરી જુઓ જેનાથી તમને ખરેખર ફાયદો થશે. આ એવી ગેમ છે જેનો ઉપયોગ રીયલ લાઈફમાં રીયલ હીરો એ પણ કર્યો છે. તો એક વખત તમે પણ આ ગેમ રમી જુઓ.