મિત્રો, મોબાઈલ ફોન વિશે તો તમારી પાસે ઘણી માહિતી હશે. પરંતુ જ્યારે તમે કોઈ મોબાઈલ સાચે જ ખરીદવા માંગો છો, ત્યારે વિચારવા લાગો છો કે હવે ક્યો મોબાઈલ ખરીદવો ? કારણ કે બજારમાં એટલા મોબાઈલ ઉપલબ્ધ છે કે ઘણી વખત વિચાર માંગી લે છે. આવા સમયે જો તમારી પાસે મોબાઈલ ફોન વિશે પુરતી માહિતી હોય તો મોબાઈલ ખરીદવામાં સહેલાઈ રહે છે.
આજકાલ જો તમે મોબાઈલ ફોન લેવાનું વિચારી રહ્યા છો. તો તમે જાણો જ છો કે બજારમાં અનેક વાત થાય છે કે, ચાઈનીજ ફોન ન ખરીદવા અથવા તો જે આઈટમ ચાઈનાની છે એટલે કે made in chaina છે તેનો હાલ ખુબ વિરોધ થઈ રહ્યો છે. તો શું કરવું ? બજારમાં અનેક મોબાઈલ કંપનીઓ છે જેમ કે red mi, vivo, અને samsung વગેરે. આ પૈકી જો તમે samsung મોબાઈલ લેવા ઈચ્છો છો તો તેમાં પણ ઘણા મોડેલ છે અને દરેકની અલગ અલગ ખાસિયત છે. તેથી તેમાં પણ કન્ફયુઝન થાય છે. તો આજે અમે આ લેખમાં થોડ એ મોબાઈલ વિશે જાણકારી આપશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
samsung galaxy A 51 : આ ફોન સારો છે. તેમાં સારી એવી બેટરી, કેમેરા તેમજ દેખાવમાં ખુબ સારો છે. તેમાં કલર પણ સારા આવે છે. તેનું પેકેજ ખુબ સારું છે. તેની ડિઝાઇન પોલી કાર્બનની સાથે આવે છે. આ સિવાય તે ખુબ સારો એવો સ્લીમ ફોન છે. તેનો સ્કાઈ બ્લુ કલર લોકોને ખુબ ગમ્યો હતો. તેની ડિઝાઇન પ્રીઝમ ટાઈપ છે, જે લોકોને ખુબ ગમે છે. લોકોનો એવો આગ્રહ પણ હોય છે કે મોબાઈલમાં ત્રિપલ કાર્ડ નાખવાની સુવિધા હોવી જોઈએ. તો આમાં તમને એ સુવિધા મળી રહે છે. જેમાં તમ એબે સીમ કાર્ડ અને એક મેમરી કાર્ડ નાખી શકે. આ મોબાઈલમાં તમને ચાર કેમેરા જોવા મળે છે. જેનું રીઝલ્ટ ખુબ સારું છે. બેક તેમજ ફ્રન્ટ બંને કેમેરાનું રીઝલ્ટ સારું છે. જો તેની બેટરીની વાત કરવામાં આવે તો તે તેની ચાર્જીંગ સ્પીડ ધીમી છે. એટલે કે તે પૂરી બે કલાક ચાર્જ થવામાં લે છે. જે તેનો વિક પોઈન્ટ છે.
samsung galaxy A50S : સેમસંગ A51 નું નાનું વર્જન આ મોબાઈલને કહી શકાય છે. કેમ કે જો તમને A51 મોબાઈલ ખરીદવામાં તમારું બજેટ વધુ લાગે છે તો તમે તેના ઓપ્શનમાં આ મોબાઈલ લઈ શકો છો. તેમાં પણ 48 pixel કેમેરા જોવા મળે છે. તેનું કેમેરાનું રીઝલ્ટ પણ સારું છે. તેમજ વિડીયોનું પણ ખુબ સારું રીઝલ્ટ છે. તેની બેટરી પણ 15 વોલ્ટની છે. તેમાં માત્ર ત્રિપલ કેમેરા જોવા મળે છે જ્યારે માઈક્રોએક્સેસ જોવા નથી મળતું. તેની વેલ્યુ લગભગ 20000 આસપાસ છે. આમ તમે આ મોબાઈલ પણ ખરીદી શકો છો.
samsung galaxy A 70s : તેની ડીઝાઇન ખુબ લાઇટલી છે. પોલી કાર્બન બોડી સાથે તે ઉપલબ્ધ છે. તેમાં પણ ત્રિપલ કાર્ડની સુવિધા છે. તેની ડિસ્પ્લે ખુબ જ મોટી છે, એટલે કે ફૂલ સ્કીન જોવા મળે છે. તેની પ્રાઈઝ છે 26000 છે. તેના કલર પણ સારા એવા મળી રહે છે.
samsung galaxy A 71 : આ મોબાઈલની પ્રાઈઝ છે 33000. જે કદાચ તમારા બજેટની બહારની વાત હોઈ શકે છે. આ મોબાઈલમાં પણ જે ફેસેલીટી samsung A 70s છે તે જ જોવા મળે છે. પણ તેની પ્રાઈઝ તેને સાચી રીતે જજ નથી કરી શકતી. પણ જો તમે વધુ સારી ક્લીયારીટી ઈચ્છો છો, તો જરૂરથી આ મોબાઈલ ફોન તરફ નજર કરી શકો છો. તેની ડિઝાઇન, કલર, તેમજ બોડી ખુબ સારા અને આકર્ષક છે. તેની બેટરી બેકઅપ પણ ખુબ સારું છે. તેમાં માઈક્રોલેન્સ સુવિધા સારી છે.
samsung galaxy A31 : આ મોબાઈલની પ્રાઈઝ 21000 છે. તેનો કેમેરા સારો છે પણ આ મોબાઈલ તમને નાઈટમોડ જોવા નથી મળતો. તેની ડીઝાઇન સારી છે. તેમાં કોઈ પણ ફરિયાદ નથી. આ મોબાઈલ પણ પ્રીઝમ ડિઝાઇનમાં મળી રહે છે.
samsung galaxy A21 : આ મોબાઈલની પ્રાઈઝ છે 16000. આમ પ્રાઈઝ ઓછી હોવાને કારણે કદાચ આ ફોનમાં જે ફીચર નહિ હોય જે samsung ના બીજા ફોનમાં જોવા મળે છે. આ મોબાઈલ ડિસ્પ્લે એટલી નથી સારી જેટલી બીજા ફોનમાં જોવા મળે છે. આમ જો તમે samsung ના મોબાઈલ ફોન ખરીદવા માંગો છો તો આ માહિતીને ધ્યાન રાખીને મોબાઈલ ફોન ખરીદી શકો છો.