સવારે ઉઠીને જ પથારીમાં કરો આ કામ…… તમારો ચહેરો ચમકી જશે….. સુંદરતા સોળેકળા એ ખીલી ઉઠશે…..
મિત્રો આ દુનિયામાં લગભગ લોકોની એવી ઈચ્છા હોય છે કે તેઓ સુંદર અને આકર્ષક દેખાય. આ બાબત ખાસ કરીને સ્ત્રીઓમાં જોવા મળે છે. સ્ત્રીઓ પોતાના ચહેરાને સુંદર અને આકર્ષક બનાવવા માટે હંમેશા અવનવા પ્રયોગો કરતી રહેતી હોય છે. ક્યારેક કોઈ સાબુ, તો ક્યારેક કોઈ ક્રીમ, તો ક્યારેક કોઈ દ્વારા સૂચવેલ આયુર્વેદિક ઉપાયો અપનાવતી હોય છે. પરંતુ આજે અમે એવા ચાર કાર્ય જણાવશું જેમાં તમારે કોઈ જ ક્રીમ કે પેસ્ટ લગાવવાની જરૂર નથી. સવારે ઉઠ્યા બાદ પથારી પર બેઠા બેઠા માત્ર ચાર જ કામ કરવાના છે.તેનાથી સુંદરતા ખુબ જ ખીલી જશે.
જો આ એકસરસાઈઝ નિયમિત કરવામાં આવે તો ચહેરાની સુંદરતા પર ચાર ચાંદ લાગી જાય છે અને ચહેરાનો આકારતો આકર્ષક બને જ છે. પરંતુ સાથે સાથે આંખ નીચેના કાળા કુંડાળા દુર થશે તેમજ ચહેરામાં નવો ગ્લો પણ આવશે. તો ચાલો જાણીએ તે સરળ કાર્યો ક્યાં છે.
તો મિત્રો સવારે ઉઠ્યા બાદ તરત જ તમારે આંખો નથી ખોલવાની અને પથારીમાં બેઠા થવું પછી બંને હાથની હથેળી એક બીજા સાથે ઘસવી એક થી બે મિનીટ સુધી. ત્યાર બાદ હાથની હથેળી આંખ પર રાખવી ત્યાર બાદ હાથને ગાલ પર રાખવા. ત્યાર બાદ જ આંખ ખોલવી. તમને કદાચ એવું લાગે કે આ સામાન્ય કાર્ય કંઈ રીતે ચહેરાને સુંદર બનાવે !
તમને જણાવી દઈએ કે હાથની ગરમાહટ જો આ રીતે નિયમિત ચહેરા પર લગાવવામાં આવે તો ચહેરાની સુંદરતા વધે છે. તેવું કરવાથી આંખ નીચેના કાળા કુંડાળા પણ દુર થાય છે. તેમજ કોઈ લોકો સવારે ઉઠે તો આંખની આસપાસના ભાગમાં સોજો આવી જતો હોય છે તો તે નથી આવતો. આ ઉપરાંત આંખનું તેજ વધે છે અને ગાલ પર લગાવવાથી ગાલ હાઈલાઈટ થાય છે. જેના કારણે ચહેરો આકર્ષક દેખાવા લાગે છે.
મિત્રો તમારા ચહેરાને વધારે સુંદર અને ગ્લોઈંગ બનાવવા માટે બેઠા બેઠા ચહેરાની એકસરસાઈઝ કરવાની. જેમાં પહેલી એકસરસાઈઝમાં તમારે સ્પાઉટ કરવાનું છે. એટલે કે તમારા ગાલને અંદરની બાજુ ખેંચવાના છે અને એક સેકંડ તેમજ રાખવાનું અને ફરી પાછા ગાલને ખેંચવાના. આ એકસરસાઈઝ તમારે 10 થી 12 વખત કરવાની છે તેનાથી ચહેરાની વધારાની ચરબી દુર થશે અને ગાલની ઉપરનો ભાગ હાઈલાઈટ થશે. ચહેરામાં તેજ વધી જશે.
બીજી એકસરસાઈઝમાં તમારે મોંમાં હવા ભરીને મોં બંધ કરી હવાને થોડી સેકંડ અંદર ભરેલી રાખવી, ત્યાર બાદ મોં ખોલીને હવા બહાર કાઢી દેવી. અહીં તમારે ગાલ પુરેપુરા ફુલાઈ તેટલી હવા ભરવાની રહેશે. આવું કરવાથી ચહેરાનું બ્લડ સર્ક્યુલેશન વધશે અને ચહેરાને એક અલગ જ ગ્લો એટલે કે નિખાર મળશે અને ચહેરો ચમકવા લાગશે. આ ક્રિયા પણ 10 થી 12 વખત કરવી.
ત્યાર બાદ ત્રીજી એકસરસાઈઝમાં તમારે તમારા બંને હોઠને અંદરની બાજુ લઇ જવાના છે અને બહાર લાવવાના છે. બંને હોઠને ભેગા કરી એક સાથે અંદર લાવવા, થોડી સેકંડ પછી હોઠ હોય તે જ સ્થિતિમાં પાછા લાવવા. આ એકસરસાઈઝ પણ 10 થી 12 વખત કરવી જોઈએ. આવું કરવાથી ચાહેરામમાં દાઢીના ભાગમાં જો ફેટ હશે તો તે રીડ્યુસ થઇ જશે અને ચહેરો સુંદર બનશે.
ચોથી એકસરસાઈઝમાં તમારે મોઢાને થોડું ઉપરની બાજુ લઇ જવું, ત્યાર બાદ મોં તમારે તમે ઉંચેથી પાણી પીતા હોવ તે રીતે હલાવવાનું છે. આવું ચારથી પાંચ મિનીટ કરવું. આવું કરવાથી ગાળામાં જે વધારાની ચરબી હશે તે ઘટી જશે તેમજ ચહેરાની મસલ્સ પણ ટાઈટ બનશે અને ગાલની નીચેના ભાગમાં જે વધારાની ચરબી હશે તે પણ દુર થશે. જેના કારણે ચહેરાનો શેપ પણ ખુબ જ સારો થઇ જશે.
જો આ રીતે ઉઠ્યા બાદ પથારીમાં બેઠા બેઠા જો આટલી ખુબ જ સરળ એકસરસાઈઝ કરવામાં આવે તો ચહેરાની વધારાની ચરબી ઘટી જશે. જેથી ચહેરો એકદમ આકર્ષક બનશે. તેમજ જો તમારો ચહેરો ડલ પડી ગયો હોય તો તેને એક ગ્લો મળશે. આ કામ માત્ર 10 મિનીટનું જ. પરંતુ તેના ફાયદાઓ તમારા ચહેરાને ખુબ જ આકર્ષક બનાવે છે.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? આવી જ બીજી જાણકારી મેળવવા લાઈક કરી લો SOCIAL GUJARATI પેજ… અને નીચે મુજબનું સેટિંગ કરી નાખો.. એટલે તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા
source Google