વિક્રમ-વૈતાળ (વાર્તા- ૪)…મહાન ત્યાગી કોણ ? પતિ, પ્રેમી કે ચોર….વાંચો સમ્રાટ વિક્રમ આ પ્રશ્નનો શું જવાબ આપે છે.

(વાર્તા- ૪) મહાન ત્યાગી કોણ ? પતિ, પ્રેમી કે ચોર….વાંચો સમ્રાટ વિક્રમ આ પ્રશ્નનો શું જવાબ આપે છે.

 

મિત્રો વેતાળ ફરી ઝાડ પર લટકાય ગયો હતો. પણ રાજા વિક્રમાદિત્ય થોડા કઈ હાર માને તેમ હતા. માટે તેણે ફરી પોતાના પ્રયત્નથી વેતાળને પોતાના ખંભા પર ઉપાડયો. અને ફરી પાછી નવી એક વાર્તાની શરૂવાત કરી.

માનપુર નામનું નગર હતું. ખુબ જ સુંદર અને સંસ્કારી નગર હતું. ચારેય બાજુ તળાવ અને સુંદર બગીચાઓ હતા. ત્યાં એક ધર્મગત નામનો યુવક ફરતો હતો ત્યાં તેણે એક સુંદર યુવતી જોઈ. જેનું નામ મદનસેના હતું. ધર્મગત તે કન્યાને અત્યંત ચાહવા  લાગ્યો. અને તેનો પીછો કરવા લાગ્યો.

મદનસેના એ આ જોઈ ધર્મગતને તેનો પીછો ન કરવા કહ્યું. પરંતુ ધર્મગત માન્યો નહિ અને મદનસેનાને તેની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, તે તેને ખુબ જ ચાહે છે અને જો તે નહિ માને તો તે પાણીમાં કુદી પોતાનો જીવ આપી દેશે. પરંતુ મદનસેના ન માની.

આ ચર્ચામાં ધર્મગત પાણીમાં કુદી પડ્યો. ત્યારે તેને પાણીમાં ડૂબતો જોઈ મદનસેના પાણીમાં કુદી પડી અને ધર્મગતનો જીવ બચાવ્યો. અને તેણે ધર્મગતને જણાવ્યું કે તે તેની સાથે વાત કરવા નથી માંગતી. ત્યારે ધર્મગતે કહ્યું કે, હું પૂનમની રાત્રે તારી રાહ જોઇશ. જો તું નહિ આવે તો હું ફરી જીવ ત્યાગવા પાણીમાં કુદી પડીશ. અને ત્યારે તો તું પણ નહિ હોય મને બચાવવા માટે.

ત્યાં બીજી બાજુ મદનસેનાના ઘરે એક છોકરો મદનસેનાને જોવા માટે આવ્યો હતો. મદનસેનાના પિતાએ જોયું કે સારા પરિવારનો છોકરો છે. તેણે મદનસેનાની માતાને કહ્યું, ત્યારે મદનસેનાને તૈયાર કરી લાવવા કહ્યુ. પણ ત્યારે મદનસેના ઘરે ન હતી. મદનસેનાની માતાએ તેની સહેલીને બોલાવવા માટે મોકલી. સહેલીએ મદનસેનાને જણાવ્યું કે તેના ઘરે આજે છોકરા વાળા જોવા આવ્યા છે  માટે જલ્દીથી ઘરે જા.

ઘરે હજુ છોકરાની માતાએ પૂછ્યું કે તમારી દીકરી છે ક્યાં. ત્યાં મદનસેના  ઘરે આવી મદનસેનાને જોવા માટે આવેલ છોકરાએ તેને ભીના કપડે જોઈ અને તે મોહિત થયો. તેની માતાએ ભીના કપડાનું કારણ પૂછ્યું. મદનસેનાએ જણાવ્યું કે તેનો પગ નદીમાં લપસી ગયો હતો તે માટે ભીની થઈ ગઈ.

છોકરા વાળાને લગ્નની ખુબ જ ઉતાવળ હતી માટે ત્યારે જ સગાઇ નક્કી થઇ. અને લગ્નની તિથી પણ ત્યારે જ નક્કી થઇ.

નક્કી કરેલી  તિથિના દિવસે મદનસેનાના લગ્ન થયા. અને વાજતે ગાજતે પરણીને  મદનસેના ડોલીમાં બેસીને તેના સસરાના ઘરે પહોંચી. ત્યાં મદનસેના સુહાગરાતના શણગારવાના બાકી એવા એક  રૂમમાં સુતી હતી ત્યાં બે ચોર આવ્યા તેમાંથી એક ચોર મદનસેનાના રૂપથી ઘાયલ થઇ ગયો. અને બંને ચોર તેના રૂપ પર ચર્ચા કરવા લાગ્યા. ત્યાં બહારથી અન્ય સ્ત્રીઓનો  અવાજ આવ્યો. ત્યાં ચોર ખાટલા નીચે સંતાઈ ગયા.

તે સ્ત્રીઓએ મદનસેનાને બહાર મોકલી અને તેઓ ઘર શણગારી રહ્યા હતા. ત્યાં ધ્યાન ચોર પર પડ્યું અને ચોર નાસી છૂટ્યા. આમ ચોર ભાગી ગયા. પરંતુ તે ચોરના મનમાં હજુય મદનસેનાની તસ્વીર આવી રહી હતી. અને તે તેને પ્રાપ્ત કરવાના સપના જોઈ રહ્યો હતો.

બીજી બાજુ મદનસેના ખુબ જ ચિંતિત  હતી. ધર્મગતને લઈને, કારણ કે, આજ દિવસે પૂનમ હતી. ને રાત પડી ગઈ હતી માટે તે ચિંતિત હતી કે તે નહિ જાય તો ધર્મગત આત્મહત્યા કરશે. ત્યાં તેનો પતિ આવ્યો  અને તેને ચિતાનું કારણ પૂછ્યું અને કહ્યું કે મને અત્યારે ધર્મગતને મળવા માટે જવા દો. જો હું નહિ જાવ તો તે પોતાનો જીવ આપી દેશે. માટે મને જવા દો. તેનો પતિ ગુસ્સે થયો પણ જવા દીધી. મદનસેના ધર્મગતને મળવા નીકળી પડી. પરંતુ તેનો પતિ પણ તેની પાછળ પીછો કરતો રહ્યો. મદનસેનાને આગળ તે ચોર મળ્યો જે તેને પ્રાપ્ત કરવાના સપના જોઈ રહ્યો હતો. તેના મદનસેનાને રોકી.

પરંતુ મદનસેનાએ વિંનતી કરી કે તેને અત્યારે જવા દે. ત્યારે ચોરે  કહ્યું પતિના ઘરેથી પરણ્યાની પહેલી જ રાત્રે તું આમ એકલી જાય છે. ત્યારે મદનસેનાએ જણાવ્યું કે તે પોતાના પતિની આજ્ઞા લઈને આવી છે. ત્યારે ચોરે વિચાર્યું જો તેનો પતિ રાહ જોઈ શકતો હોય તો હું કેમ ન જોઈ શકું. એવો વિચાર કરી ચોરે મદનસેનાને જવા દીધી.અને કહ્યું, વળતા હું તને નહી જવા દવ આમ, મદનસેના આગળ વધી અને ચોરે પણ તેનો પીછો કર્યો.  

મદનસેના ધર્મગતને ત્યાં પહોંચી અને તેની સાથે વાત કરવા જઈ રહી હતી ત્યારે ચોર અને તેનો પતિ બંને સંતાયને તેની વાતો સાંભળી રહ્યા હતા. ધર્મગતે કહ્યું કે, “મને ખબર  હતી કે તું જરૂર આવીશ” પરંતુ તેણે મદનસેનાની માથે સિંદુર જોઈ આશ્વર્યથી પૂછ્યું ત્યારે મદનસેનાએ જણાવ્યું કે આજે જ મારા લગ્ન થયા છે. ત્યારે ધર્મગતે કહ્યું કે તો પાછી શા માટે આવી. ત્યારે મદનસેનાએ કહ્યું કે, કોઈનો જીવ બચાવવો તે મારો ધર્મ છે માટે હું આવી છું. ત્યારે ધર્મગતે કહ્યું કે, “જા મદનસેના તું તારા  ઘરે પાછી જતી રહે. તારા લગ્ન થઇ ગયા છે.” ત્યારે મદનસેનાએ કહ્યું કે તું જે વાત કહેવાનો હતો તે મને કહે, ત્યારે ધર્મગતે જણાવ્યું હવે તે અર્થહીન છે માટે તું તારી ઘરે જતી રહે.

મદનસેના પાછી  ઘરે જવા નીકળી ત્યારે ચોર મળ્યો અને કહ્યું કે તારા પતિને અને તારા આવા સ્વભાવને જોઈ મેં મારી જાતને સુધારી લીધી તને જોઈ જે પાપ જાગ્યું હતું તે પાપ અત્યારે તને જોઈને મટી ગયું. આટલું કહી ચોરે મદનસેનાને જવા દીધી. ઘરે પહોંચી ત્યારે તેનો પતિ મદનસેનાની પવિત્રતા, દયા અને નિશ્વયતાથી ખુબ જ ખુશ થયો.

હવે વેતાળનો પ્રશ્ન એ હતો કે,  “સૌથી ત્યાગી કોણ ગણાય મદનસેનાનો પતિ  કે જેને મદનસેનાને અડધી રાત્રે ધર્મગતને મળવા જવા દીધી, ચોર કે જેણે તેને રોકી નહિ અને તેની સાથે કઈ ખરાબ કર્યું નહિ કે પછી ધર્મગત કે જેણે જોયું કે તેના લગ્ન થયા છે તો તેને ઘર તરફ જવાનું કહ્યું. કોનો ત્યાગ સૌથી મોટો પતિ, પ્રેમી કે ચોર ?”

રાજા વિક્રમાદિત્ય એ જવાબ આપવા માટે મજબુર તો હતા પણ ફરી તેનાથી ન્યાયની બાબતમાં રહેવાયું નહિ એટલે તેણે જવાબ આપ્યો. “સૌથી મહાન ત્યાગી ચોર ગણાય. કારણ કે,

મદનસેનાના પતિના મનમાં તેને પામવાની  ઈચ્છા હતી, કારણકે તે હવે તેનો પતિ હતો. અને મદનસેનાના પ્રેમીએ જોયું કે હવે તે પરસ્ત્રી છે અને તે સાચો પ્રેમી હતો. એટલે તે મદનસેનાનું નુકસાન ના કરી શકે માટે તેને પાછી જવા કહ્યું. જયારે ચોરને કોઈ ડર ન હતો, તે કોઈને વશ ન હતો. તે ઈચ્છે તો મદનસેનાને પ્રાપ્ત કરી શકે અને તેની સાથે જબરજસ્તી પણ કરી શકે પરંતુ, તેણે તેને જવા દીધી તેની પાછળ કોઈ કારણ ન હતું. માટે તે મહાન ત્યાગી ગણાય. કારણ કોઈ યશ, સંપત્તિ, ધન, લાલચ, લોભ વગર નિઃસ્વાર્થ ત્યાગ કરે તેને મહાન ત્યાગી કહેવાય.”

અને જવાબને સાંભળીને વિક્રમના વખાણ કરતા કરતા વેતાળ ફરી ઝાડ પર ચડી ગયો. જો આ વાર્તા  ગમી હોય તો  આગળની વાર્તા માટે લાઇક કરી લો અમારું આ પેજ..

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

Leave a Comment