મિત્રો આજે અમે જણાવશું રામાયણના એક રહસ્ય વિશે. રામાયણ તો દરેક વ્યક્તિ એ સાંભળી જ હશે. પરંતુ આજે અમે જ રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે. આ રહસ્ય જાણીને તમે આશ્વર્યમાં પડી જશો. તો ચાલો જાણીએ તે રહસ્ય વિશે.
રામાયણની એ વાત તો તમે સાંભળી જ હશે કે ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી 14 વર્ષ માટે વનવાસ કરવા માટે ગયા હતા. એ વનવાસ દરમિયાન લક્ષ્મણજી સુતા ન હતા. આ વાત તમને અવિશ્વસનીય લાગતી હશે. પણ આ પૂર્ણ રીતે સત્ય છે.
જ્યારે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન બધા નાના બાળ સ્વરૂપે હતા ત્યારે રોતા હતા. પછી થોડા સમયબાદ ભગવાન શ્રી રામ, ભરત, શત્રુઘ્ન રોતા બંધ થઇ ગયા. પણ લક્ષ્મણ તો લગાતાર રોતા જ રહ્યા. જ્યાં સુધી લક્ષ્મણને રામ પાસે સુવડાવ્યા નહિ ત્યાં સુધી લક્ષ્મણજી રોતા રહ્યા. ત્યારથી જ લક્ષ્મણજી ભગવાન શ્રી રામનો પડછાયો બની ગયા હતા અને સદા માટે તે પડછાયા રૂપે જ રહ્યા.
એટલે કે જ્યારે ભગવાન શ્રી રામને વનવાસ જવાનું થયું ત્યારે રામ અને સીતાજી સાથે લક્ષ્મણજી પણ ગયા એ વાત સાંભળી લક્ષ્મણની પત્ની પણ લક્ષ્મણજી સાથે વનવાસ જવા માટે તૈયાર થઇ છે. ત્યારે લક્ષ્મણજીએ તેની પત્નીને સમજાવતા કહ્યું હતું કે “તેના ભગવાન શ્રી રામ અને માતા સીતાજીની સેવા કરવા માટે જાય છે. જો ઉર્મિલા તમે સાથે આવશો તો સેવામાં વિઘ્ન આવશે અને હું સારી રીતે સેવા નહિ કરી શકું.” આ વાત સાંભળી ઉર્મિલાએ પોતાના હૃદય ઉપર પથ્થર રાખી લક્ષ્મણજીની વાત માની લીધી. એટલે ઉર્મિલા વનમાં ન ગયા. વનમાં પહોંચ્યા બાદ વનમાં રામ અંગે સીતાજી માટે લક્ષ્મણજીએ પોતાના હાથથી એક ઝુપડી બનાવી.
જ્યારે ભગવાન શ્રી રામ અને સીતાજી એ ઝુપડીમાં આરામ કરતા ત્યારે ઝુપડીની બહાર લક્ષ્મણજી ચોંકી કરતા હતા. જ્યારે વનવાસની પહેલી રાત્રે રામ અને સીતાજી ઝુપડીમાં આરામ કરતા હતા. ત્યારે લક્ષ્મણજી બહાર ચોંકીદારી કરતા હતા ત્યારે નિંદ્રાદેવી આવ્યા અને લક્ષ્મણજીએ વરદાન માંગ્યું કે 14 વર્ષ સુધી મને નિંદ્રા ન આવે એવું વરદાન આપો. તો નિંદ્રાદેવીએ કહ્યું કે તમારા ભાગની નિંદ્રા કોઈકને તો દેવી જ પડશે. તો લક્ષ્મણજીએ કહ્યું કે “મારભાગની નિંદ્રા મારા પત્ની ઉર્મિલાને આપી દો.”
કહેવામાં આવે છે કે નિંદ્રાદેવીના વરદાનથી લક્ષ્મણજીની પત્ની ઉર્મિલા 14 વર્ષ સુધી સુતી રહી અને લક્ષ્મણજી 14 વર્ષ સુધી જાગતા રહ્યા.
મિત્રો ભગવાન શ્રી રામના 14 વર્ષના વનવાસ દરમિયાન શું થયું હતું તે તમે વાંચ્યું અને સાંભળ્યું જ હશે. રાવણ વધ પછી ભગવાન શ્રી રામ સીતાજી, લક્ષ્મણજી વનવાસથી અયોધ્યા પાછા આવ્યા પછી જયારે ભગવાન શ્રી રામનું રાજ્યાભિષેક થયું ત્યારે ઉર્મિલા ત્યાં હાજર હતા પણ નિંદ્રાદેવીના વરદાનના કારણે અર્ધ નિંદ્રા અવસ્થામાં જ હતા. ઉર્મિલાને એ અવસ્થામાં જોઈ લક્ષ્મણજી જોર જોરથી હસવા લાગ્યા.
લક્ષ્મણજીને આવી રીતે હસતા જોઇને રાજ દરબાર લક્ષ્મણજી તરફ જોવા લાગ્યો અને એનું કારણ પૂછ્યું. તો લક્ષ્મણજી એ કહ્યું કે ઉર્મિલા હજુ સુધી નિંદ્રામાં જ છે અને જ્યાં સુધી નિંદ્રાદેવી પાસે હું વરદાન પાછુ નહિ માંગું ત્યાં સુધી ઉર્મિલા નિંદ્રામાં જ રહેશે અને ત્યાર બાદ રાજદરબારમાં રહેલા બધા જ માણસો હસવા લાગ્યા હતા. એ હસવાના અવાજ સાંભળી ઉર્મિલા સમજી ગયા કે આ બધા મારી ઉપર જ હસે છે. એ કારણે ઉર્મિલાને લજ્જા આવવાથી ઉર્મિલા સમારોહ માંથી ઉઠી ચાલ્યા ગયા. પછી નિંદ્રાદેવી પાસેથી વરદાન પાછું માગ્યા બાદ ઉર્મિલા નિંદ્રામાંથી બહાર આવ્યા.
બીજી બાજુ કેટલાક ઈતિહાસકારો એમ પણ કહે છે કે, આ વાત અસત્ય છે. આવો કોઈ બનાવ રામાયણમાં બનેલો નથી. તો આ વાત અમે આપની જાણકારી ખાતર ઈન્ટરનેટ પરથી લેવામાં આવી હતી, આ વાત સંપૂર્ણ સત્ય છે કે નહિ તે પૂરી માહિતી હાલ નથી.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી