ભાગ ૧૧ / જાદુઈ વીંટીનો કમાલ.
વેતાળ ઝાડ પર લટકય ગયો હતો. વિક્રમે તેને પોતાની પીઠ પર ઉપાડ્યો અને આગળ ચાલતો થયો. ફરી વેતાળે એક નવી વાર્તા કહેવાની શરૂ કરી.
કુસુમાવતી નામનું નગર હતું. તેની રાજકુમારી હતી ચંદ્રપ્રભા. રાજકુમારી ચંદ્રપ્રભા અને નગરમાં રહેતો એક યુવાન મનુકુમાર બંને એકબીજાને બગીચામાં ફરતા ફરતા મળ્યા. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. બંને વારંવાર એકબીજાને મળવા લાગ્યા. તેમજ એક બીજાને ખુબ જ પ્રેમ કરવા લાગ્યા. મનુકુમારે રાજકુમારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો. પરંતુ રાજકુમારીએ કહ્યું કે, “મારા પિતા ક્યારેય આપણા લગ્નની અનુમતિ નહિ આપે તે મારા લગ્ન કોઈ રાજકુમાર સાથે જ કરાવશે. માટે તું મને ભૂલી જા અને આજ પછી તું તારા અને મારા લગ્નની કલ્પના ન કરતો, છોડી દે એ આશા. અને હવે આપણે ક્યારેય નહિ મળીએ આમ કહીં તે પોતાના મહેલ તરફ જવા લાગી મનુકુમાર ખુબ જ દુઃખી રહેવા લાગ્યો.
એટલામાં એક અદ્દભુત ઘટના બની ગઈ. મોટો જાદુગર મુળદેવ અને તેનો પુત્ર શશીકુમાર ફરતા ફરતા કુસુમાવતી નગરના રસ્તે આવી ચડ્યા પરંતુ વચ્ચે રસ્તામાં તેમની પર ડાકુઓએ હુમલો કર્યો. ડાકુઓ તેને મારવા જ જઈ રહ્યા હતા. ત્યાં દુઃખી યુવક મનુકુમાર ફરતો ફરતો આવી પહોંચ્યો અને તેણે આ દ્રશ્ય જોયું તો તરત જ મદદ માટે દોડ્યો અને જાદુગર અને તેના પુત્રનો જીવ બચાવ્યો. તેઓ મનુકુમારનો આભાર માનવા લાગ્યા અને તેને પોતાના જાદુ વિશે જણાવ્યું. અને કહ્યું કે, “યુવક તારે કોઈ મદદ જોતી હોય તો બોલ તે મારા પુત્રનો જીવ બચાવ્યો છે.”
ત્યારે યુવકે પોતાની અને રાજકુમારીના પ્રેમની વાત કરી અને કહ્યું કે, “તમે કોઈ એવું જાદુ કરો કે હું મહેલમાં રહું અને કોઈને ખબર પણ ન પડે.” જાદુગર માટે તો આ વસ્તુ ડાબા હાથની રમત હતી. તેણે મનુકુમારને એક જાદુઈ વીંટી આપી અને તેને જમણા હાથની પહેલી આંગળીમાં પહેરવા કહ્યું. પહેરતા જ મનુકુમાર એક સ્ત્રી બની ગયો. મનુકુમાર આશ્વર્યમાં પડી ગયો અને થોડો મુંજવણમાં પણ મુકાયો અને જાદુગરને પૂછ્યું કે, “શું હું હંમેશા માટે સ્ત્રી રહીશ ?” ત્યારે જાદુગરે તેને જાદુઈ વીંટી જમણા હાથની આંગળીમાંથી કાઢી ડાબા હાથની આંગળીમાં પહેરવાનું કહ્યું. તેવું કરવાની સાથે જ તે હતો તવો જ મનુકુમાર બની ગયો. મનુકુમાર તો ખુબ જ ખુશ થઇ ગયો, કે હવે તો સ્ત્રીના રૂપમાં મને કોઈ રાજમહેલમાં રહેવા માટે રોકી નહિ શકે.
ત્યાર બાદ બીજે દિવસે સવારે જાદુગર મુળદેવ પોતાના પુત્ર શશીકુમાર સાથે અને મનુકુમારને મનુકુમારી નામની સ્ત્રીના રૂપમાં મહેલમાં ગયો અને રાજાને જણાવ્યું કે, “હું અને મારો પુત્ર યાત્રાધામમાં જઈએ છીએ અને આ સ્ત્રીના લગ્ન મારા પુત્ર સાથે થવાના છે. માટે અમે યાત્રા ધામથી પાછા ન ફરીએ ત્યાં સુધી આ કન્યાતે મહેલમાં રાખવા વિનંતી કરું છું.” રાજાએ તે વાતનો સ્વીકાર કર્યો.
આમ મનુકુમાર જાદુઈ વીંટીથી મનુકુમારી નામની કન્યાના રૂપમાં રાજકુમારી સાથે તેની સહેલીની જેમ રહેવા લાગ્યો. એક દિવસ અવસર જોઈ મનુકુમારીએ રાજકુમારીની ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે રાજકુમારીએ જણાવ્યું કે તે એક યુવાનને ખુબ જ ચાહે છે પરંતુ તેમના લગ્ન અસંભવ હોવાથી તેને મેં મળવાની ના પાડી દીધી.
ત્યારે મનુકુમારીએ કહ્યું કે, “હું તને તે યુવક સાથે મુલાકાત કરાવી શકું છું.” આ સાંભળી રાજકુમારીને ખુબ જ આનંદિત થઇ ઉઠી અને મનુકુમારીએ રાજકુમારીને આંખ બંધ કરવા કહ્યું. અને ત્યાર બાદ તેણે જમણા હાથની આંગળીમાંથી જાદુઈ વીંટી ડાબા હાથની આંગળીમાં પહેરી એટલે તે ફરીપાછો પોતાના રૂપમાં આવી ગયો. મનુકુમાર બની ગયો. અને રાજકુમારને પોતાની આંખો પર થોડી વાર તો વિશ્વાસ ના આવ્યો. પરંતુ મનુકુમારે સમગ્ર જાદુનું રહસ્ય જણાવ્યું. આમ જયારે કોઈના હોય ત્યારે તે મનુકુમાર બની જતો. અને બધાની સામે મનુકુમારી બની રહેતો. આમ બંને ખુશ રહેતા.
પરંતુ રાજમહેલમાં કોઈ વ્યક્તિ એવી હતી જેને મનુકુમારી પહેલા દિવસથી જ ગમી ગઈ હતી. એક વાર તેને મનુકુમારીને નૃત્ય કરતા જોઈ અને તેને લગ્ન માટે જણાવવા ગયો. ત્યારે મનુકુમારીના ડાબા હાથની આંગળી પર ઘા વાગ્યો હતો અને આંગળી સોઝી ગઈ હતી. મનુકુમારી પોતાની અસલિયત મંત્રીના પુત્રને જણાવી દેવા માંગતો હતો. પરંતુ તેની આંગળીમાં વીંટી બરાબર પહેરાઈ જ નહિ માટે તે કંઈ જ ન કરી શક્યો. મનુકુમારીના પડવાથી મંત્રી પુત્રએ અન્ન ત્યાગ કર્યો હતો. આ જોઈ રાજાએ બળજબરીથી મનુકુમારીના લગ્ન મંત્રી પુત્ર સાથે કરાવ્યા.
આ લગ્નની વાતની જાણ થતા જાદુગર મુળરાજ અને તેના પુત્ર શશીકુમાર રાજમહેલમાં આવ્યા. જાદુગર મુળરાજે જણાવ્યું કે, “મારી થનાર પુત્રવધુના લગ્ન તમે બળજબરી કોઈ અન્ય સાથે કરાવ્યા હવે જુવો મારો અભિશાપ” આટલું કહી પોતાના જાદુથી રાજાનું સિંહાસન હવામાં ઉડાવ્યું રાજા ગભરાય ગયો અને કહેવા લાગ્યો કે હું મારી રાજકુમારી ચંદ્ર્પ્રભાના લગ્ન તમારા પુત્ર સાથે કરાવીશ માટે મને ક્ષમા કરો.
આટલું સાંભળી જાદુગર અને તેનો પુત્ર ખુશ થયા અને રાજાને ક્ષમા કર્યો. અને શશીકુમારના લગ્ન રાજકુમારી ચંદ્રપ્રભા સાથે થવા લાગ્યા. આ સાંભળી મનુકુમાર જે મનુકુમારીના રૂપમાં હતો તેણે ઘણી પીડા સહન કરી પણ જાદુઈ વીંટી ડાબા હાથની આંગળી પર પહેરી મનુકુમાર બની ગયો. આ જોઈ મંત્રીપુત્ર પણ આશ્વર્ય પામ્યો અને મનુકુમાર જ્યાં ચંદ્રપ્રભા અને શશીકુમારના લગ્ન થઇ રહ્યા હતા ત્યાં ગયો. આટલું કહી વેતાળે વાર્તા અટકાવી અને વિક્રમને પ્રશ્ન પૂછ્યો કે, “ચંદ્ર્પ્રભાનો પતિ કોણ ગણાય શશીકુમાર કે જેના લગ્ન વિધિસર થયા કે પછી મનુકુમાર જે તેને પ્રેમ કરતો હતો ?”
વેતાળે જવાબ આપતા કહ્યું કે, “મનુકુમાર તેને પ્રેમ કરતો હતો તમેજ રાજકુમારી પણ તેને પ્રેમ કરતી હતી. અને તેઓ મહેલમાં ઘણો સમય સાથે રહ્યો તેમાં કોઈ સંદેહ નથી પરંતુ ચંદ્રપ્રભાનો પતિ તો શશીકુમાર જ ગણાય કે જેની સાથે તેના વિધિપૂર્વક વિવાહ થયા હતા.”Image Source :
આટલો જવાબ સંભાળતા જ વેતાળ રાજાની વાહ વાહ કરતા ઝાડાની ડાળી પર લટકાય ગયો.
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
Image Source: Google