ભારતના પાંચ બહાદુર જાસૂસો…જેમણે જાનની પરવાહ કર્યા વગર દેશ માટે કર્યા આવા જોખમી કાર્યો..જાણીને દંગ રહી જશો..
મિત્રો આલિયા ભટ્ટની ફિલ્મ રાઝી વિશે તો બધા જાણતા જ હશો. જે બોલીવુડમાં બોક્સ ઓફીસ પર સારું ચાલ્યું હતું. આ ફિલ્મ ખુબ જ ચર્ચામાં હતી. કારણ કે એ એક જાસુસની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. એ એક છોકરીની સત્ય ઘટના હતી જે બહાદુરી પૂર્વક ભારત માટે પાકિસ્તાનમાં જાસુસી કરવા જાય છે. આ ફિલ્મ એક નોવલ પરથી બનાવવામાં આવ્યું હતું જેનું નામ છે કોલિંગ સહેમત.
આલિયા ભટ્ટે ફિલ્મમાં જે જાસૂસ છોકરીનું પાત્ર ભજવ્યું હતું તેનું નામ છે સહમત. જે એક કશ્મીરી વેપારીની છોકરી હતી. જેને જાસૂસીની તાલીમ આપવામાં આવી અને તેના લગ્ન એક પાકિસ્તાની ઓફિસર સાથે કરાવવામાં આવ્યા હતા. જેથી તે પાકિસ્તાનમાં રહે અને 1971 ના યુદ્ધમાં પાકિસ્તાનમાં રહીને પાકિસ્તાની ગુપ્ત જાણકારી ભારતને આપી શકે.
મિત્રો આજે અમે ભારતના પાંચ એવા જાસૂસો વિશે જણાવશું, જેમણે ભારત માટે પોતાના જીવના જોખમ પર પાકિસ્તાનને હચમચાવી નાખ્યું હતું. તે પોતાના જીવને જોખમમાં મુકીને ભારત દેશ માટે પાકિસ્તાન જાસુસી કરવા માટે ગયા હતા. અને ત્યાં પોતાની ઓળખ બદલીને બહાદુરી પૂર્વક ભારત માટે જાસુસી કરતા હતા. આ જાસૂસોએ એવા કામ કર્યા છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકાય. તો ચાલો જાણીએ તેવા પાંચ જાસુસ વિશે.
આ જાસુસોમાંથી એક જાસુસ છે મોહનલાલ ભાસ્કર. મોહનલાલના લગ્નના માત્ર આઠ જ મહિના થયા હતા જ્યારે તેમને પાકિસ્તાની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમની પત્ની ગર્ભવતી હતી. મોહનલાલે પોતાની દીકરીનો ચહેરો જોવા માટે વર્ષો સુધી રાહ જોવી પડી હતી. કારણ કે મોહનલાલને પાકિસ્તાનમાં જાસૂસી કરવાના આરોપથી છ વર્ષ સુધી પાકિસ્તાની અલગ અલગ જેલમાં રાખવામાં `આવ્યા હતા. મિત્રો જ્યારે મોહનલાલે જાસુસી કરવાની તૈયારી કરી હતી ત્યારે તેના પરિવારને ખબર પણ ન હતી કે તે એક જાસૂસ બનવા જઈ રહ્યા છે.
મોહનલાલે ભાસ્કરમાંથી પોતાનું નામ બદલીને મોહમ્મદ અસલમ રાખ્યું. ઇસ્લામની પૂરી તાલીમ લઈને તેવો પાકિસ્તાન જતા રહ્યા હતા. ભાસ્કરને પાકિસ્તાનના ન્યુક્લીયર પ્રોગ્રામની ઇન્ફોર્મેશન લેવા માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે તેમના જ એક કલીગના દગાના કારણે તેઓ પકડાઈ ગયા હતા. ત્યાર બાદ 14 વર્ષ જેલમાં રાખ્યા બાદ ભાસ્કરને છોડી દેવામાં આવ્યા હતા.
તેવા જ બીજા બહાદુર જાસૂસ થઇ ગયા રવિન્દર કૌશિક. એક થા ટાઈગર નામનું સલમાન ખાનનું ફિલ્મ રવિન્દર કૌશિકની જિંદગી પરથી બનાવવામાં આવ્યું છે. રવિન્દરનો જન્મ શ્રી ગંગાનગરમાં થયો હતો. તેઓ એક થીએટર આર્ટીસ્ટ હતા. જ્યારે તેઓ 21 વર્ષના હતા ત્યારે RAW ની નજર તેમના પર પડી. ત્યારે રવિન્દર સ્ટેજ પર પોતાનું પર્ફોર્મેન્સ આપી રહ્યા હતા. બે વર્ષ ઇસ્લામ અને ઉર્દુની તાલીમ લીધા બાદ તેઓના પોતાના હિંદુ રેકોર્ડ નષ્ટ કરાયા અને તેઓ મુસ્લિમ બનીને પાકિસ્તાનમાં ગયા. પાકિસ્તાનમાં નબી અહેમદ નામે ગયા અને ત્યાં કરાંચી માં LLB કર્યું અને પાકિસ્તાન આર્મીમાં પણ જોડાયા. એટલું જ નહિ તેમનું પ્રમોશન પણ થયું અને તેમણે મેજર પદ પણ પાકિસ્તાનમાં મેળવ્યું.
વર્ષ 1979 થી લઈને વર્ષ 1983 સુધી તેઓ સતત જરૂરી અને ખાસ ઉપયોગી ગુપ્ત માહિતી ભારતીય આર્મીને મોકલતા રહ્યા. પરંતુ RAW ના જ એક નાના જાસૂસની ભૂલના કારણે રવિન્દર પકડાઈ ગયા હતા. ત્યાર બાદ 1985 માં તેઓ પાકિસ્તાન આર્મી દ્વારા પકડાઈ ગયા હતા. પરંતુ ત્યારે ભારતમાં ઇન્દિરા ગાંધીની સરકાર હતી અને તેમણે રવિન્દર કૌશિકને છોડાવવા માટે એક પણ પ્રતિસાદ આપ્યો ન હતો. મદદ માટે જેલ માંથી રવિન્દર દ્વારા ઘણા બધા પત્રો લખવામાં આવતા હતા પણ સરકાર દ્વારા કોઈ પણ જવાબ આપવામાં ન આવ્યો. તે દરમિયાન તેમને ઉમર કેદની સજા આપવામાં આવી હતી અને ત્યાં જેલમાં જ તેમણે દમ તોડી નાખ્યો હતો અને શહીદ થયા.
તેવા જ હજુ એક જાસૂસ થઇ ગયા કશ્મીર સિંહ. કશ્મીર સિંહ 35 વર્ષ સુધી પાકિસ્તાનમાં મોહમ્મદ ઈબ્રાહિમના નામે પાકિસ્તાનમાં રહ્યા. જાસૂસ બન્યા તે પહેલા કશ્મીર ભારતીય આર્મીમાં હતા. પાકિસ્તાનમાં દેશની મિલેટ્રી એજન્સી માટે જાસૂસી કરતા હતા અને એ પણ માત્ર 480 રૂપિયા મહિનાના પગારમાં. તેમનું કાર્ય પાકિસ્તાનમાં લોકલ આર્મી યુનિટની ગણતરી કરવાનું હતું. ત્યાંની લોકેશન અને ફોટા લેવાના હતા તેમજ તેના વિશેની બધી માહિતી મોકલવાની હતી. તે એક ખુબ જ સફળ જાસુસ હતા અને તે દરેક કામને ખુબ જ ચોક્કસપણે પૂર્ણ કરતા હતા.
તેવી જ રીતે જાસૂસીની દુનિયામાં પ્રખ્યાત નામ છે અજીત ડોવાલ. આ એક એવું નામ છે જેણે આજે પણ પાકિસ્તાનના નાકમાં દમ કરી રાખ્યો છે. ડોવાલ 7 વર્ષ સુધી પાકિસ્તાનમાં મુસ્લિમ બનીને રહ્યા અને ઘણા ગોપનીય મિશનને અંજામ પણ આપ્યા છે. તે વખતે તેઓ ઇસ્લામાં બાદમાં સ્થિત ભારતીય ઉચ્ચ આયોગમાં કામ કરી રહ્યા હતા. ડોવાલે ત્યાં રહીને પાકિસ્તાનના પરમાણુ કેન્દ્રો વિશે ઘણી જાણકારીઓ મેળવી હતી. ભારતના હાલ સુરક્ષા એજન્સીના સીનીયર સલાહકાર છે. જેના પ્લાનિંગથી ઘણા બધા મિશનોને અંજામ અપાયો છે અને સફળ પણ રહ્યા છે.
એવા જ એક જાસૂસ થઇ ગયા સરસ્વતી રાજમણી. જેમણે માત્ર 16 વર્ષની ઉંમરે જ આ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. રાજમણી આઝાદીની લડતમાં ભારત દેશ તરફથી લડ્યા હતા. સુભાષ ચંદ્ર બોઝની સેનામાં સરસ્વતી સૌથી નાની ઉંમરની સૈનિક હતી. રાજમણી ત્યારે માત્ર 16 વર્ષની હતી જ્યારે સુભાષ ચંદ્ર બોઝ રંગુન પહોંચ્યા અને સૈનિકો માટે આર્થિક મદદ માગી. ત્યારે રાજમણીએ વિચાર્યા વગર પોતાના બધા જ ઘરેણા નેતાજીને આપી દીધા.
તેમના પિતાએ પણ પોતાની બધી જ જમાપૂંજી સૈન્ય પર લગાવી દીધી. ત્યાર બાદ રાજમણી પોતાની ચાર સખીઓની સાથે સૈન્યમાં ભરતી થઇ જાય છે અને અંગ્રેજો સામે લડવાની તૈયારી કરવા લાગે છે. નેતાજીએ છોકરીઓને જાસૂસી કરવાનું કામ સોંપ્યું ત્યારે રાજમણીને અંગ્રેજોના ઘરમાં કામ કરવા મોકલ્યા અને રાજમણી ત્યાંથી ગુપ્ત ખબરો અને પ્લાન તેના સૈન્ય સુધી પહોંચાડવા લાગી. રાજમણી પોતાના કામમાં ખુબ જ માહિર હતી અને 2 વર્ષ સુધી પૂરી લગનથી પોતાનું કાર્ય કરતી રહી. પરંતુ એક દિવસ તેને એક અંગ્રેજી ઓફિસરે પકડી લીધી અને પોતાને અંગ્રેજી સીપાહીઓથી બચાવીને ભાગવા ગઈ ત્યારે તેના પગમાં ગોળી વાગી હતી. પરંતુ તેમનું દેશ ભક્તિનું જૂનુન કાયમ રહ્યું હતું.
તો મિત્રો આ હતા એ પાંચ જાસૂસ કે જેમણે પોતાના જીવની પરવાહ કર્યા વગર દેશ માટે હસતા હસતા જોખમોથી ઘેરાયા હતા. સલામ છે તેમની દેશભક્તિ, સાહસ અને સંકલ્પને. જો તમને પણ આ બહાદુર જાસૂસો પર ગર્વ હોય તો કોમેન્ટમાં જય હિન્દ અવશ્ય લખજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google